18 સપ્ટેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે
અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર 2018 મંંગળવાર
મેષ:
રામદેવપીરની નવરાત્રિની સમાપ્તિનો દિવસ નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતાવાળો રહે. પરિવારના-કુંટુંબના કામતી બહાર જવાનું થાય.
વૃષભ:
નોકરી-ધંધામાં આપના ધાર્યા પ્રમાણે કાર્ય ન થવાના લીધે વ્યગ્રતા-બેચેની-તાણ અનુભવાય. વાહન ધીરે ચલાવવું.
મિથુન:
જાહેર-સંસ્થાકીય કામકાજ અંગે આપે દોડધામ કરવી પડે. વ્યસ્ત રહેવાનું થાય. રાજકીય- સરકારી કામમાં સાનુકૂળતા રહે.
કર્ક:
મોસાળપક્ષ - સાસરી પક્ષે બીમારી-ચિંતાનું આવરણ આવી જાય. દોડધામ જણાય. રોજિંદા, કાર્યમાં પણ થોડી મુશ્કેલી જણાય.
સિંહ:
આપના પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-પરિતાપ ઓછા થાય. કામ ઉકેલાવાથી રાહત રહે. ધંધામાં લાભ-ફાયદો જણાય.
કન્યા:
નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-વિલંબના લીધે વ્યગ્રતા અનુભવો. આવેશ-ઉશ્કેરાટમાં આવી જઈને કોઈ નિર્ણય કરવો નહીં.
તુલા:
યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચનાથી કામ કરવાનો ઉત્સાહ વધે. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા જણાય.
વૃશ્વિક:
સામાજિક-વ્યવહરિક કામના લીધે આપના રોજિંદા આયોજનમાં ફેરફાર કરવા પડે. પરદેશના કામ અંગે મિલન-મુલાકાત થાય.
ધન:
આપના રોજિંદા કામમાં વ્યસ્ત રહેવાનું બને. જો કે ઈચ્છિત વ્યક્તિ સાથેની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો.
મકર:
નાણાંકીય લેવડદેવડની બાબતમાં આપે સાવધાની રાખવી. પત્ની સાથે વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે.
કુંભ:
આપના કાર્યમાં સાનુકૂળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. આવક થાય.
મીન:
જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સાનુકૂળતા જણાય. સગાસંબંધી-મિત્રવર્ગની મુલાકાતથી આનંદ રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મ વર્ષ આરોહ-અવરોહનું બની રહે. દ્વિધામાં સમય પસાર થાય.
નાણાંકીય:
વર્ષ દરમિયાન નાણાંકીય આયોજન સાવધાનીપૂર્વક કરવું. આપે કોઈના ભરોસે નાણાંકીય કામ કે જવાબદારી છોડવી નહીં. નાણાંભીડનો સામનો કરવો પડે.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં કામકાજમાં રૃકાવટ-મુશ્કેલી રહે. હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર આપની મુશ્કેલીમાં વધારો કરવાના પ્રયાસો કરે.
સ્ત્રી વર્ગ:
સ્ત્રી વર્ગને આરોગ્યની અસ્વસ્થતાનો પ્રશ્ન સતાવ્યા કરે. તેના લીધે કામમાં મન લાગે નહીં. પેટ-પેઢુની - ગુદા ભાગની, ગર્ભાશયની તકલીફ જણાય.
વિદ્યાર્થીબંધુ:
વિદ્યાર્થી વર્ગ માટે સમય નબળો છે તેથી વધુ પડતા આત્મવિશ્વાસમાં સમય વેડફવો નહીં.