18 ઓક્ટોબર 2017: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 18 ઓક્ટોબર 2017, બુધવાર
મેષ :
આજે કાળી ચૌદશ- રૃપ ચૌદશ- નરક ચર્તુદશીએ હનુમાન પૂજા, કાલી-ભૈરવ પૂજા, ઘંટાકર્ણ ભગવાનની પૂજા-રાત્રિ સાધનાથી શાંતિ-હળવાશ અનુભવો.
વૃષભ :
શનિની પ્રતિકુળ અસરોમાં રાહત માટે આજે કાળી ચૌદશે હનુમાનજીની, ઘંટાકર્ણ ભગવાનની પૂજા-મંત્રજાપ-શનિ મંત્રજાપ કરવો.
મિથુન :
સગા સંબંધી-મિત્રવર્ગના કારણે આજે ચિંતા-બેચેની રહે. હરોફરો, કામકાજ કરો પરંતુ કંઈ ગમે નહીં. ભક્તિ પૂજા-મંત્રજાપ કરવો.
કર્ક :
આજે વધારાના કામની વ્યસ્તતામાં પણ હનુમાનજીની ભક્તિ પૂજા-મંત્રજાપથી આપને આનંદ રહે. યાત્રા પ્રવાસ થાય, બહાર જવાનું થાય.
સિંહ :
આજે કાળી ચૌદશ-નરક ચર્તુદશીએ હનુમાનજીની, ઘંટાકર્ણ ભગવાનની ભક્તિપૂજા-શનિ મંત્રજાપથી હૃદય-મનની પ્રસન્નતા, આનંદ રહે.
કન્યા :
શનિની પ્રતિકૂળતામાં રાહત માટે આજે કાળી ચૌદશે હનુમાન ચાલીસા, શનિ મંત્રજાપ કરવો. દાન-દક્ષિણા આપવા. માનસિક વ્યગ્રતા રહે.
તુલા :
આપના રોજીંદા કામમાં સાનુકૂળતા રહે. તે સિવાય ભક્તિ-પૂજા-મંત્રજાપ- દાન-દક્ષિણા આપવાથી કાર્યસફળતા - પ્રગતિ થાય.
વૃશ્ચિક :
આજે કાળી ચૌદશ - રાત્રિ સાધના કરવામાં પ્રતિકૂળતા. મુશ્કેલી અનુભવો. આરોગ્યની કાળજી રાખવી. હનુમાન ચાલીસા, શનિ મંત્રજાપ કરવો.
ધન :
આરોગ્ય સુખાકારી માટે, હૃદય-મનની શાંતિ માટે, આજે કાળી ચૌદશે હનુમાન ચાલીસા, શનિ મંત્રજાપ, ઘંટાકર્ણ ભગવાનની પૂજા-મંત્રજાપ કરવો.
મકર :
શનિની પ્રતિકૂળતામાં સંઘર્ષ-મુશ્કેલી-ચિંતા છતાં હનુમાન ચાલીસા, શનિ મંત્રજાપ, ઘંટાકર્ણ ભગવાનની પૂજા-મંત્રજાપથી હળવાશ, રાહત અનુભવાય.
કુંભ :
કાર્ય સફળતા- પ્રગતિથી આનંદ રહે. ભક્તિ પૂજા-મંત્રજાપ થાય. નોકરી-ધંધાનું કામ થાય. યાત્રા પ્રવાસનું આયોજન ગોઠવાય.
મીન :
આપના ઘર-પરિવારના કામમાં ધ્યાન આપો પરંતુ આરોગ્ય સુખાકારી માટે આજે હનુમાન ચાલીસા - શનિ મંત્રજાપ કરવો. દાન આપવું.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થતાં જન્મવર્ષમાં ભક્તિ-પૂજા-મંત્રજાપથી વર્ષ દરમ્યાન હળવાશ-રાહત રહે. આવકમાં, સુખ-સંપત્તિમાં વધારો થાય. સગા-સંબંધી-મિત્રવ્રગની ચિંતા રહે. આડોશ-પાડોશના વ્યવહારમાં સંભાળવું પડે.
નોકરી-ધંધો :
નોકરી-ધંધામાં આવક થાય, કામ થાય પરંતુ સંઘર્ષ-ચિંતા-મુશ્કેલી પછી સફળતા પ્રાપ્ત થાય. આરોગ્યની અસ્વસ્થતા - માનસિક પરિતાપના કારણે અવાર નવાર પોતાના કામમાં એકાગ્રતા જળવાય નહીં.
મકાન-વાહન-મીલ્કત :
મકાન-વાહનની ખરીદી કે વેચાણમાં, સ્વતંત્ર કે સંયુક્ત મીલ્કતના પ્રશ્નમાં તકલીફ પડે પરંતુ પ્રશ્ન ઉકેલાય. ફાયદો-લાભ થાય.
ધર્મકાર્ય-યાત્રા પ્રવાસ :
ધર્મકાર્ય થાય, યાત્રા પ્રવાસ થાય. પરંતુ પરદેશના કામમાં પ્રતિકૂળતા-મુશ્કેલી અનુભવાય.
વિદ્યાર્થીવર્ગ :
વિદ્યાર્થીવર્ગને ભણવામાં ધ્યાન રાખવું પડે. મિત્રવર્ગના દોરવાયા દોરવાઈ જવું નહીં. સમયનો વ્યય કરવો નહીં.