18 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 18 ફેબ્રુઆરી 2018, રવિવાર
મેષ :
આજથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે પરંતુ આજે આપને ચિંતા રહે ખર્ચમાં વધારો થાય. ઘરમાં કે બહાર શાંતિ જણાય નહીં.
વૃષભ :
વસંત ઋતુના પ્રારંભનો આજનો રવિવાર હળવાશ-શાંતિ-આનંદનો રહે. પત્ની-સંતાન-પરિવારનું કામ થાય. નોકરી-ધંધાનું કામ થાય.
મિથુન :
સગા સંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહાર સચવાય. નોકરી-ધંધાના વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. કામ ઉકેલાય.
કર્ક :
આજે વસંત ઋતુના પ્રારંભનો રવિવાર હળવાશ-આનંદનો રહે. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. પરિવારનું કામ કરી શકો.
સિંહ :
આજનો રવિવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા-અશાંતિ-ચિંતા-વિવાદમાં પસાર થાય. વાતવાતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય.
કન્યા :
કાર્યસફળતા-પ્રગતિથી, મીલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. આકસ્મિક કોઇનું આગમન આપના ઘેર થાય. વધારાનો ખર્ચ થાય.
તુલા :
તમારા અંગત કામમાં, પરિવારના કામમાં ધ્યાન આપી શકો. વસંત ઋતુના પ્રારંભનો આજનો દિવસ આનંદનો રહે.
વૃશ્ચિક :
આપના હૃદય-મનની પ્રસન્નતા આજે વસંત ઋતુના પારંભે અનુભવાય. પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો.
ધન :
હૃદય-મનની વ્યગ્રતા-આંતરિક મનોવ્યથાના કારણે આપને કંઇ ગમે નહીં. તેમ છતાં પત્ની-સંતાન-પરિવારનું કામ કરવું પડે.
મકર :
બહાર જવા-આવવાનું થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. વસંત ઋતુના પ્રારંભે આજે આનંદ રહે.
કુંભ :
કુટુંબ-પરિવારના, મિત્રવર્ગના કામમાં આનંદ-ઉત્સાહ રહે. સીઝનલ ધંધાનું કામ થાય, આવક થાય. અગત્યની કામગીરી થાય.
મીન :
માનસિક પરિતાપ રહે. અન્યના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. ચિંતા-વિચારોમાં અટવાયેલા રહો. ખર્ચ થાય.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૃ થતા જન્મવર્ષમાં જેમ જેમ વર્ષનો ઉત્તરાર્ધ નજીક આવતો જાય તેમ તેમ આપ ચિંતામુક્ત થતા જાવ. પુત્રપૌત્રાદિકના કામ ઉકેલાય. તમારી આવક-સુખસંપત્તિમાં વધારો થાય.
વિશેષમાં:
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં આવક થાય, પ્રગતિ થાય પરંતુ માણસોની-સ્ટાફની તકલીફના કારણે તમે સરળતાથી કામ કરી શકો નહીં.
કૌટુંબીક પ્રશ્નો
કૌટુંબીક-વ્યવહારિક કામમાં, સંબંધ-વ્યવહારમાં ખર્ચ થાય. સંયુક્ત મીલ્કત-વહેંચણી-વેચાણનો પ્રશ્ન ઉકેલાતા આપ હળવાશ-રાહત અનુભવો.
પત્ની-સંતાન
પત્ની-સંતાનથી વર્ષના ઉત્તરાર્ધમાં સાનુકૂળતા રહે. અવિવાહીતને વિવાહ-લગ્નનું નક્કી થાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી જ અભ્યાસમાં ધ્યાન રાખવું પડે. એકાગ્રતા રાખવી પડે.