18 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 18 એપ્રિલ 2018, બુધવાર
મેષ :
આપના રોજિંદા કામની સાથે સામાજિક-વ્યવહારિક કામમાં પણ આપે વ્યસ્ત રહેવું પડે. દોડધામ-ખર્ચમાં વધારો થાય પરંતુ આનંદ રહે.
વૃષભ :
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપના કામનો એક પછી એક ઉકેલ આવવાથી રાહત-શાંતિ અનુભવો. મિલન-મુલાકાત થાય.
મિથુન :
નોકરી-ધંધાકીય કામમાં ચિંતા-ઉચાટ જણાય. આકસ્મિક કોઈ મુશ્કેલી આવી પડવાથી આપના દોડધામ, શ્રમ, ખર્ચમાં વધારો જણાય.
કર્ક :
આપના કામમાં ધીરે ધીરે સાનુકુળતા થતી જાય. હરિફવર્ગ ઇર્ષ્યા કરનારની પીછેહઠ થવાથી રાહત અનુભવો. લાભ જણાય.
સિંહ :
નોકરી ધંધાર્થે સવારથી જ દોડધામ જણાય. આપના વિલંબમાં અટવાયેલા કામ અંગે દોડધામ કરવી પડે. મુલાકાત થાય.
કન્યા :
દિવસના પ્રારંભે વર્તાતી સુસ્તી જેમ જેમ દિવસ પસાર થતો જાય. તેમ તેમ દૂર થતી જાય. દિવસ દરમ્યાન કોઇને કોઇ કામમાં વ્યસ્ત રહો.
તુલા :
નોકરી-ધંધાના કામમાં આપે ઉતાવળ કરવી નહીં કે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. શેર-સટ્ટાના કામમાં સાવધાની રાખવી.
વૃશ્ચિક :
દેશ-પરદેશની કાર્યવાહી અંગે મિલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. સંસ્થાકીય કામકાજ અંગે વ્યસ્તતા જણાય. દોડધામ શ્રમ વધે.
ધન :
આપના કાર્યમાં વ્યસ્ત રહો પરંતુ રૃકાવટ-મુશ્કેલીના લીધે વિલંબ જણાય. સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે.
મકર :
ધીરે ધીરે આપના કામમાં સાનુકુળતા થવાથી કામનો ઉકેલ લાવવા માટે દોડધામ કરો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.
કુંભ :
આપને કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય. નોકરી ધંધામાં મન લાગે નહીં. ધાર્યા પ્રમાણેનું કાર્ય થઇ શકે નહીં.
મીન :
આનંદ-ઉત્સાહમાં દિવસ પસાર થાય. આપના કાર્યનો સરળતાથી ઉકેલ લાવી શકો. જૂની યાદો તાજી થાય.
જન્મતારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઇ રહેલા જન્મવર્ષના પ્રારંભમાં રૃકાવટ-દોડધામ, કાર્યભારમાં વધારો જણાય. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ રાહત થતી જાય.
નોકરી ધંધો:
નોકરી ધંધામાં આપે હરિફ વર્ગ ઇર્ષ્યા કરનારનો સામનો કરવો પડે. આપના દોડધામ શ્રમ ખર્ચમાં વધારો થાય તેમ છતાં વિલંબથી પણ કામ ઉકેલાવાથી રાહત અનુભવો. વર્ષાન્તે ધીરે ધીરે રાહત થતી જાય.
કૌટુંબિક-પારિવારીક:
કૌટુંબિક પારિવારીક સાથ સહકારથી રાહત અનુભવો. જો કે વર્ષારંભે મોસાળપક્ષ સાસરીપક્ષે બિમારી-દોડધામ ખર્ચ અનુભવાય. વર્ષાન્તે અવિવાહિત વર્ગને વિવાહ-લગ્નની વાતચીત આવે.
નાણાંકીય આયોજન:
નાણાંકીય આયોજનની દ્રષ્ટિએ વર્ષ મહત્ત્વનું રહેશે. વર્ષ-દરમ્યાન ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને વ્યવસ્થિત રીતે આયોજન કરવું.