15 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 15 માર્ચ 2018, ગુરૃવાર
મેષ :
આજે વિલંબમાં પડેલ રૃકાવટવાળા કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. સીઝનલ ધંધો-આવક થાય. નોકરીમાં કામ ઉકેલાય.
વૃષભ :
નોકરી-ધંધાના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. આકસ્મિક કોઇને મળવાનું થાય, ચર્ચાવિચારણા થાય, આનંદ રહે.
મિથુન :
હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સચવાય. લાભ, ફાયદો થાય. આવક થઇ શકે. ધંધો મળી શકે.
કર્ક :
અકળામણ-ચિંતા-મુંઝવણ ઓછી થાય. તમારા રોજીંદા કામમાં, નોકરી-ધંધાના કામમાં, ધર્મકાર્યમાં ધ્યાન આપી શકો.
સિંહ :
સાંસારીક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં, ભાગીદારીવાળા ધંધામાં તકલીફ પડે. શાંતિ-રાહત જણાય નહી. પેટ-કમર-મસ્તકમાં દર્દ રહે.
કન્યા :
આનંદ-ઉત્સાહમાં વધારો થાય તેવું કામ થાય. નોકરી-ધંધાના જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. વધારાનું કામ થઇ શકે.
તુલા :
કામકાજની પ્રગતિ-સફળતામાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાતું જાય. પુત્રપૌત્રાદિકનું રૃકાવટવાળું કામ સરળ થતું જાય.
વૃશ્ચિક :
હૃદય-મનની વ્યગ્રતા ઓછી થાય. નોકરી-ધંધાના કામમાં ફાયદો-લાભ થાય. ધંધો-આવક થાય. કમિશન-દલાલી-એજન્સીનું કામ થાય.
ધન :
મકાન-જમીન-મીલ્કત, સંયુક્ત પરિવાર, સંયુક્ત ધંધો, ભાગીદારીમાં રોકાણ, કામમાં ચિંતા-રૃકાવટ-મુશ્કેલીમાં અટવાયા કરો. ઉચાટ રહે.
મકર :
યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત, નોકરી-ધંધાના કામ તેમજ પરિવારના કામમાં સાનુકૂળતા થતી જાય. પુત્રપૌત્રાદિકનું કામ થાય.
કુંભ :
ધંધો-આવક થાય. નોકરીમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પત્ની-પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપી શકો.
મીન :
સંતાનના પ્રશ્નમાં માનસિક પરિતાપ-વિચારોની દ્વિધા રહે. તેમ છતાં નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. આવક થાય.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૃ થતા જન્મવર્ષમાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. વર્ષારંભે આવક થાય. કામ ઉકેલાય. લાભ-ફાયદો થાય પરંતુ વર્ષના ઉત્તરાર્ધમાં પોતાની ગણત્રી-ધારણા પ્રમાણેનું કામ થાય. એક પછી એક મુશ્કેલી શરૃ થાય.
પત્ની-પરિવાર
પત્ની-પરિવારથી રાહત રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં આરોહ-અવરોહની પરિસ્થિતિ રહે. વધુ પડતા આત્મ વિશ્વાસમાં રહેવું નહીં. બેકાળજી રાખવી નહીં. આવક થાય પરંતુ ખોટા કામ કરી કમાણી કરવાના પ્રયત્નો કરવા નહીં. પ્રારંભના સાઇઠ દિવસ નાણાંકીય કામમાં, જવાબદારીમાં સંભાળવા.
યાત્રા પ્રવાસ
ધાર્મિક યાત્રા પ્રવાસ થાય. પરદેશ જવાનું થાય પરંતુ પ્રવાસ દરમ્યાન આરોગ્યની કાળજી રાખવી પડે.
વિદ્યાર્થી વર્ગ
વિદ્યાર્થીવર્ગને પરીક્ષાના પરિણામમાં ટકાવારી ઓછી આવવાના કારણે વિદ્યાશાખા સંસ્થાની ફેરફારી, સ્થળાંતર કરવું પડે.