15 જુલાઇ 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 15 જુલાઇ 2018, રવિવાર
મેષ:
આજનો રવિવાર બપોર પછી હળવાશ-રાહતવાળો રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય બહાર જવાનું થાય. સંતાનનું કામ થાય.
વૃષભ:
પરિવારમાં શાંતિ-રાહત જણાય નહીં. વિવાદ-ઉશ્કેરાટના કારણે વ્યગ્રતા અનુભવો. માતૃપક્ષ-પિતૃપક્ષની ચિંતા અનુભવાય કંઇ ગમે નહીં.
મિથુન:
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ હળવાશ અનુભવતા જાવ. પોતાના અંગત કામથી, વ્યવહારિક સામાજીક કામથી બહાર જવાનું થાય.
કર્ક:
રવિવારની સવારના સુસ્તી-બેચેની-કંટાળો-આળસ અનુભવાય પરંતુ પોતાની કામગીરી-જવાબદારીના કારણે ન છુટકે વ્યસ્ત રહેવું પડે.
સિંહ:
ચિંતા-ખર્ચ તેમજ વિચારોમાં મસ્તક પર ભાર ભાર લાગ્યા કરે. હરોફરો-કામ કરો પરંતુ કંઇ ગામે નહીં. એકાગ્રતા જળવાય નહીં.
કન્યા:
ખર્ચ-ચિંતા છતાં કામના ઉકેલથી, ધંધાની આવકથી હળવાશ રાહત અનુભવશો. પરંતુ પુત્રપૌત્રાદિકતા કારણે બેચેની રહ્યા કરે.
તુલા:
બપોર પછી ચિંતા વ્યથા ઓછી થાય. પોતાના અંગત કામમાં ધ્યાન આપી શકો પરંતુ સવારના શરીરમાં સ્ફુર્તિ જણાય નહીં.
વૃશ્ચિક:
આજના રવિવારે આપે યાત્રા પ્રવાસ-મુલાકાતમાં તેમજ રસ્તામાં આવતા જતા કે ઘરના-પરિવારના કામમાં તકલીફ મુશ્કેલી અનુભવવી પડે.
ધન:
રવિવારની શાંતિ અનુભવાય નહીં. સાંસારિક પારિવારિક પ્રશ્નમાં, આરોગ્યની બાબતમાં અસ્વસ્થતા, શ્રમ-થાક-કંટાળો-વિવાદ જણાય.
મકર:
ખર્ચના કારણે નાણાંકીય મુંઝવણ છતાં વ્યવહાર-સંબંધ સાચવવા પડે. મોસાળપક્ષ, સાસરીપક્ષના કારણે ચિંતા-બેચેની રહે. કમરમાં કળતર થાય.
કુંભ:
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ સ્વસ્થતા-સ્ફૂર્તિ જણાય. બહાર જવાની ઇચ્છા થાય. બહારનું કામકાજ થઇ શકે.
મીન:
પુત્રપૌત્રાદિકના કામ અંગે બપોર પછી હળવાશ-રાહત રહે. સગાસંબંધી-મિત્રવર્ગના સંબંધ-વ્યવહારમાં વાણીની મીઠાસ રાખવી.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ આરોહ-અવરોહમાં પસાર થાય. થોડો સમય સાનુકૂળતા જણાય તો થોડો સમય પ્રતિકૂળતા રહે. તેના લીધે મૂંઝવણ અનુભવાય.
નાણાંકીય પરિસ્થિતિ:
નાણાંકીય સ્થિતિ મધ્યમ રહે. આવન-જાવનની પરિસ્થિતિ રહે. તેમાં પણ જાવકનું પ્રમાણ વધારે રહે તેથી નાણાંકીય અનુભવો. વર્ષના અંતમાં આપે વિશેષ સાવધાની રાખવાની છે.
કૌટુંબિક-પારિવારીક:
વર્ષારંભે માતૃપક્ષે બિમારી ચિંતાનું આવરણ આવી જાય. દોડધામ-ચિંતા-ખર્ચ જણાય. દિવાળી બાદ આપને ધીરે ધીરે થોડી રાહત થતી જાય.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આપે આંધળા સાહસો કરવા નહીં, સાથે સથે કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. આપની ગણત્રી ધારણા અવળી પડતા આપની ચિંતા-મુશ્કેલીમાં વધારો રહે. વર્ષાન્તે રાજકીય-સરકારી કનડગતનો ભોગ ના બનો તેની તકેદારી રાખવી પડે. હરિફવર્ગ-ઇર્ષા કરનાર મુશ્કેલી વધારે.