15 જાન્યુઆરી 2019: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 15 જાન્યુઆરી 2019 મંગળવાર
મેષ: મકર સંક્રાંતિનો પુણ્યકાળ આજે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી છે તેથી સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. દાન-દક્ષિણા આપવા. ધનારક-કમુરતા પૂરા થવાથી પ્રગતિ.
વૃષભ: ધનારક-કમુરતા પૂરા થવાથી નોકરી-ધંધાના કામમાં, વ્યવહારિક-સામાજીક-પારિવારિક કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા થતી જાય.
મિથુન: ધનારક કમુરતાની સમાપ્તિ છતાં આપે મકર સંક્રાંતિ દરમ્યાન નોકરી-ધંધાના તેમજ નાણાં વ્યવહારમાં મુશ્કેલી અનુભવવી પડે.
કર્ક: માનસિક તણાવ રહે. ગુસ્સો આવી જાય, ચિંતાનું આવરણ આવી જાય. મસ્તકમાં-ગળામાં દર્દપીડાથી તકલીફ પડે. ઊંઘ આવે નહીં.
સિંહ: ધનારક-કમુરતાની સમાપ્તિથી નોકરી-ધંધાના કામમાં તેમજ વ્યવહારિક-સામાજીક તેમજ પુત્ર પૌત્રાદિકના કામની જવાબદારીમાં વધારો થાય.
કન્યા: ધનારકની સમાપ્તિથી નોકરી-ધંધાના કામની વ્યસ્તતામાં વધારો થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકૂળતા રહે.
તુલા: મકર સંક્રાંતિના પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યોસ્ત સુધીમાં આજે આપે સૂર્યપુજા-મંત્રજાપ કરવો. દાન-દક્ષિણા આપવા. સંતાનના કામમાં ચિંતા રહે.
વૃશ્ચિક: ધનારક-કમુરતાની સમાપ્તિથી નોકરી-ધંધાના કામમાં વધારો થાય. આવક થાય. ઉઘરાણી આવવાથી રાહત થતી જાય.
ધન: ધનારક-કમુરતાની સમાપ્તિથી ઘર-પરિવારના-કુટુંબના કામ ઉકેલવામાં વ્યસ્તતા રહે. નોકરી-ધંધાનું કામ થતું જાય.
મકર: આપની રાશિમાં સૂર્યનું પરિભ્રમણથી માનસિક પરિતાપ રહે. પરંતુ દરરોજ સૂર્યપૂજા-મંત્રજાપ કરવો. આજે દાન-દક્ષિણા આપવા.
કુંભ: આપે આગામી ત્રીસ દિવસ દરમ્યાન કાનૂની-સરકારી-ખાતાકીય કે નોકરી ધંધાની કામગીરીના પ્રશ્ને સંભાળવું પડે.
મીન: ધનારક-કમુરતાની સમાપ્તિથી આપને નોકરી-ધંધાના કામમાં, પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્ત રહેવાનું થાય, ખર્ચ થાય.
જન્મતારીખ વર્ષ સંકેત
આજથી શરૂ થઈ રહેલા જન્મવર્ષ દરમ્યાન આપે તન-મન-ધનથી સાચવવું પડે. તેમાં પણ વર્ષારંભે થોડી વધુ તકલીફ અનુભવાય.
નોકરી-ધંધો: વર્ષ દરમ્યાન નોકરી-ધંધામાં આપે ખુબ જ સાવધાનીપૂર્વક કામ કરવું. વર્ષારંભે કામમાં વધુ તકલીફ-મુશ્કેલી જણાય. વર્ષના મધ્યભાગથી પછી થોડી રાહત રહે પરંતુ કામમાં રૂકાવટ તો જણાય. વર્ષાન્તે આપને ધીરે ધીરે સાનુકૂળતા થતી જાય.
આરોગ્ય સુખાકારી: આરોગ્યની બાબતમાં આપે સવિશેષ કાળજી રાખવી પડે. તેમાં પણ ફાગણ મહિના સુધીનો સમય વધુ નબળો છે તેથી આપે બેદરકારી રાખવી નહીં. તીખું, તળેલું, બહારનું ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
નાણાંકીય સુખાકારી: નાણાંકીય સુખાકારી ઠીક રહે. આવક થાય પરંતુ જાવકના લીધે બચત થઈ શકે નહીં. આવકનું આયોજન વ્યવસ્થિત રીતે કરવું. આકસ્મિક ખર્ચના લીધે નાણાંભીડ અનુભવાય.