અમદાવાદ, તા. 14 નવેમ્બર 2018, બુધવાર
મેષ:
આજે કારતક-સુદ સાતમ વૃદ્ધિતિથિ છે તેથી બજારોની વધઘટમાં આપે વેપાર ધંધામાં - શેરોના કામમાં ધ્યાન રાખવું પડે.
વૃષભ:
આજે કાતરક સુદ સાતમ વૃદ્ધિતિથિ છે તેથી ધંધાના કામમાં, ચર્ચા વિચારણા - મુલાકાતમાં રૂકાવટ-મુશ્કેલી અનુભવો કામ થાય નહીં.
મિથુન:
આજની વૃદ્ધિતિથિ આધિ-વ્યાધિ-ઉપાધિની રહે. નોકરી-ધંધાના કામમાં વાહન ચલાવવામાં, રસ્તામાં આવતા જતા સંભાળવું પડે.
કર્ક:
વૃદ્ધિતિથિમાં નોકરી-ધંધાના કામમાં ઉતાવળ કરી નવા કામ કરવા નહીં. જાહેર સંસ્થાકીય કામમાં - વ્યવહારમાં સંભાળવું પડે.
સિંહ:
આજે કારતક સુદ સાતમ વૃદ્ધિતિથિ છે. નોકરી-ધંધાના તમારા રોજીંદા કામ શાંતિથી કરવા. નવા કામનો પ્રારંભ કરવો નહીં.
કન્યા:
વાણીમાં મીઠાસ-વ્યવહારમાં નમ્રતા આજની વૃદ્ધિતિથિએ નોકરી-ધંધાનું- ઘર-પરિવારનું - પુત્ર પૌત્રાદિકનું કામ કરવું પડે.
તુલા:
આજની વૃદ્ધિતિથિએ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. નોકરી-ધંધાના વિચારો-ચિંતામાં ઘેરાયેલા રહો.
વૃશ્ચિક:
આજે કારતક સુદ સાતમ વૃદ્ધિતિથિ છે. તેથી નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર-કામમાં, મીલન-મુલાકાતમાં આપે સંભાળવું પડે.
ધન:
આજની વૃદ્ધિતિથિ કૌટુંબીક-પારિવારિક કામમાં પ્રતિકૂળતાવાળી રહે. નોકરી-ધંધાના કામમાં યથાવત ચિંતા-પરેશાની અનુભવાય.
મકર:
આજે કારતક સુદ સાતમ વૃદ્ધિતિથિ છે. વૃદ્ધિતિથિએ લોભ-લાલચમાં ઉતાવળીયા જોખમી કોઈ નિર્ણય કરવા નહીં.
કુંભ:
આજે કારતક સુદ સાતમ વૃદ્ધિતિથિ છે તેથી નોકરી-ધંધાના રોજીંદા કામ સિવાય નવા કામના પ્રારંભમાં ઉતાવળ કરવી નહીં.
મીન:
આજે કારતક સુદ સાતમે વૃદ્ધિતિથિના કારણે પોતાની ગણત્રી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. નોકરી-ધંધાની ચિંતા રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૂ થતાં જન્મવર્ષના પ્રારંભે નોકરી-ધંધાની કામગીરીમાં - જવાબદારીમાં ધ્યાન આપવું પડે. જીદ્દ-મુમત-અહમ- ઘમંડમાં તમે મુશ્કેલીમાં મુકાવ. તમારી પીછેહઠ થાય. વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખવામાં આ વર્ષ લાભદાયી રહે.
સાંસારિક પ્રશ્ન:
પત્નીના આરોગ્યની અસ્વસ્થતા-સ્વભાવના કારણે વર્ષારંભે ચિંતા-અસ્વસ્થતા રહે. સંયુક્ત પરિવાર-કુટુંબમાં શાંતિ જણાય નહીં. છુટાછેડાની વાટાઘાટોમાં સમાધાનની તૈયારી થાય, નાણાંનો વ્યય થાય.
બંધનની પરિસ્થિતિ:
બંધનમાં ન હોવ છતાં બંધનમુક્ત પરિસ્થિતિમાં આપ હરતા-ફરતાં હોવ, કામ કરતા હોવ તેમ લાગ્યા કરે. માનસિક તણાવ-ચિંતા-વિચારો- અનિંદ્રા રહ્યા કરે.
નોકરી ધંધો:
નોકરી-ધંધામાં માનસિક વ્યગ્રતા-પરિતાપ છતાં લાભ મેળવી શકો. નોકરી છુટી ગઈ હોય, આવક અટકી ગઈ હોય તેમને નોકરી મળે, આવક શરૂ થાય, ધંધામાં અન્યના સહકારથી ધંધો વધે.
સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને અવારનવાર શારીરિક-માનસિક અસ્વસ્થતા અનુભવાય. સાંસારિક-પારિવારિક જીવન, કામકાજ યથાવત ચાલ્યા કરે.
વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભે અભ્યાસમાં તકલીફ પડે. અભ્યાસમાં ફેરફારી કરવાના વિચારો આવ્યા કરે. પરંતુ ધીમે ધીમે એકાગ્રતા આવતી જાય.


