14 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 14 જાન્યુઆરી 2018, રવિવાર
મેષ :
આજે બપોરના ૧ ક. ૪૭ મિ.થી સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશતા મકર સંક્રાંતિનો પ્રારંભ થતા સૂર્યાસ્ત સુધીમાં દાન-દક્ષિણા આપવા. સૂર્યમંત્રજાપ કરવો.
વૃષભ :
બપોરના ૧ ક. ૪૭ મિ. આજે ધનારક-કમુરતા પૂરા થાય છે. મકર સંક્રાંતિ - ઉત્તરાયણ - પતંગ પર્વે દાન-દક્ષિણા આપવા. સૂર્ય પૂજા-મંત્રજાપ કરવો. શાંતિથી દિવસ પસાર કરવો.
મિથુન :
આજે મકર સંક્રાંતિ - ઉત્તરાયણ - પતંગોત્સવ છે. મકર સંક્રાંતિ દરમ્યાન આગામી સમય શારીરિક-માનસિક અસ્વસ્થતા, ચિંતા-મુશ્કેલીમાંથી પસાર થવું પડે. શાંતિ જણાય નહીં.
કર્ક :
મકર સંક્રાંતિએ આજે ઉશ્કેરાટ-ગુસ્સો-ઉતાવળ કર્યા વગર પોતાનું કામ કરવું. પતંગોત્સવમાં આડોશ પાડોશ- મિત્રવર્ગના કામમાં ધ્યાન રાખવું.
સિંહ :
આજે બપોરના ધનારક-કમુરતા પૂરા થશે. મકર સંક્રાંતિ-પતંગોત્સવે પુત્ર પૌત્રાદિક - પત્ની-પરિવાર, સગાસંબંધી વર્ગથી વ્યસ્તતા રહે. ખર્ચ થાય.
કન્યા :
બપોરના ૧ ક. ૪૭ મિ. ધનારક - કમુરતા પૂરા થતાં જેમ જેમ સાંજ ઢળતી જાય તેમ તેમ શારીરિક - માનસિક શ્રમ-થાક અનુભવાય.
તુલા :
આજે બપોરના ૧ ક. ૪૭ મિ.થી મકર સંક્રાંતિનો પ્રારંભ થતા સગા-સંબંધી-મીત્રવર્ગ - આડોશ-પાડોશથી ચિંતા-ખર્ચ- વ્યસ્તતા રહે.સૂર્ય પૂજા કરવી. દાન આપવું.
વૃશ્ચિક :
મકર સંક્રાંતિ- પતંગોત્સવે ચિંતા-ઉચાટ રહે. પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. આંખમાં - ખભામાં - હાથમાં દર્દપીડા ઈજાથી સંભાળવું.
ધન :
આજે તમારી રાશિમાંથી બપોરના ૧ ક. ૪૭ મિ.થી સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશતા ધનારક-કમુરતા પૂરા થતાં આપને હળવાશ રહે.
મકર :
આજે બપોરના ૧ ક. ૪૭ મિ.થી સૂર્યનારાયણ આપની રાશિમાં પ્રવેશતાં કમુરતા પૂરા થશે. પરંતુ આજે મસ્તક-ગરદનમાં દર્દ પીડાથી સંભાળવું. સૂર્ય પૂજા કરવી.
કુંભ :
આજે બપોરના ૧ ક. ૪૭ મિ.થી મકર સંક્રાંતિનો પ્રારંભ થતાં આજથી આપે સૂર્યપૂજા કરવી. દાન આપવું. એક મહિના સુધી નોકરી-ધંધામાં કાળજી રાખવી પડે.
મીન :
પુત્ર પૌત્રાદિકના કામમાં ચિંતા રહે. અન્યના કારણે આપને ઉચાટ-ઉદ્વેગ રહે. બહાર જાવ પરંતુ ઉઠવા બેસવામાં, હરવા-ફરવામાં સંભાળવું.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ મધ્યમ રહે. ક્યારેક અસમંજસની પરિસ્થિતિમાં મુકાઈ જાવ શું કરવું, શું નહીં તેની સૂઝ પડે નહિ તો ક્યારેક સમય એકદર સારો જતો હોય તેવું લાગે.
આર્થિક સદ્ધરતા
આર્થિક રીતે વર્ષ દરમ્યાન આપે ધ્યાન રાખવું પડે. ખોટા ખર્ચ પર કાપ મુકવો, આવક થાય ખરી પરંતુ આર્થિક સદ્ધરતા વધે નહીં. ખર્ચનું પ્રમાણ વધે. તેમ છતાં આપના કામનો નિકાલ આવી જાય.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં આપે સાવધાની રાખવી. ઉતાવળમાં આવી જઈને કોઈ નિર્ણયો કરવા નહીં. પરદેશના કાર્યમાં થોડી સાનુકૂળતા જણાય તેમ છતાં કોઈની પર આંધળો ભરોસો કરવો નહીં.
કૌટુંબિક - પારિવારીક
કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ જણાય. ગેરસમજ, મનદુઃખથી સંભાળવું પડે. કોર્ટ - કચેરીથી સંભાળવું પડે. ખર્ચ-ખરીદી જણાય. સંયુક્ત મિલ્કતના ધંધાના પ્રશ્ને સાવધાની રાખવી પડે.