Get The App

14 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Feb 14th, 2018

GS TEAM

Google News
Google News
14 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર
 
મેષ : 
બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી વ્યતિપાત યોગ છે. રાત્રે બુધ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે તેથી બજારોની વધઘટમાં, નોકરી- ધંધામાં ધ્યાન રાખવું પડે.
 
વૃષભ : 
આજે બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી વ્યતિપાત યોગ છે તેથી નોકરી- ધંધાના કે અન્ય કામમાં ચિંતા- ઉચાટ રહે, શેરોની, રસકસના ધંધાની ચિંતા રહે.
 
મિથુન : 
ગોળ- ખાંડ, સાકર, રસકસના વેપાર- ધંધામાં જોખમ કરવું નહીં, મકાન- જમીન- મિલ્કતના કામમાં આજે તકલીફ- વ્યગ્રતા ઉચાટ રહ્યા કરે.
 
કર્ક : 
આજે બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી વ્યતિપાત યોગના કારણે બપોર સુધી હૃદય-મનને ઉત્પાત- વ્યગ્રતા રહે, નોકરી- ધંધામાં ગુસ્સો કરશો નહિ.
 
સિંહ : 
નોકરી- ધંધાના વિલંબમાં પડેલા કામમાં, વધારાના કામમાં ધ્યાન આપી શકો. બેંકનું કામ- વીમાનું પોસ્ટનું કામ થઈ શકે, સંતાનનું કામ થાય.
 
કન્યા : 
નોકરી- ધંધાના જુના નવા કામ ઉકેલાય ધંધો આવક થાય, પરંતુ ગોળ- ખાંડ- સાકર- રસકસના વેપાર- ધંધામાં ધ્યાન રાખવું પડે.
 
તુલા : 
શેરોની કામગીરીમાં, પુત્ર- પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા રહ્યા કરે. કામમાં વિલંબ થાય, સંયુક્ત ધંધા- મિલ્કતના પ્રશ્નમાં મુંઝવણ રહ્યા કરે.
 
વૃશ્ચિક : 
પુત્ર-પૌત્રાદિકના વિદ્યાભ્યાસ- વિવાહ લગ્નના પ્રશ્નમાં, નોકરી- ધંધાના કામમાં વિલંબ થાય, પિતૃપક્ષ- સાસરી પક્ષની ચિંતા રહે, બીમારી જણાય.
 
ધન : 
સૂર્ય- શનિ- મંગળ રાહુનું પરિભ્રમણ પ્રતિકૂળતા રખાવે. કામ કરો, મહેનત દોડધામ કરો પરંતુ પોતાની ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થાય નહિ.
 
મકર : 
બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી વ્યતિપાત યોગના કારણે આપે નોકરી- ધંધાના કામમાં, અન્યકામમાં ઉત્પાત ચિંતા અનુભવવી પડે.
 
કુંભ : 
પુત્ર-પૌત્રાદિકના કામમાં, નોકરી- ધધાના કામમાં વ્યસ્તતા રહે, વિલંબમાં પડેલ કામ ઉકેલાય પરંતુ મસ્તક- કમરમાં પગમાં દર્દપીડા જણાય.
 
મીન : 
વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખી. કોઈની વાતોમાં આવી જવું નહીં. મકાન- જમીન- સંતાનના કામમાં ધ્યાન રાખવું પડે.
 
જન્મ તારીખ વર્ષ સંકેત...
 
આજથી શરુ થઈ રહેલું આપનું આ જન્મવર્ષ મધ્યમ રહે. ચિંતા- ઉચાટની સાથે સાથે ક્યારેક આનંદ- ઉત્સાહનું વર્ષ રહે જો કે વર્ષના ઉત્તરાર્ધમાં થોડી રાહત જણાશે.
 
નોકરી- ધંધો : 
નોકરી- ધંધામાં વર્ષ ઠીક રહે. મધ્યમ જણાય આપ કરો પરંતુ ક્યારેક કારણ વગર ખેંચાઈ રહ્યા છો તેવું લાગ્યા કરે. વર્ષાન્તે આપને રાહત જણાય કામ ઉકેલાય.
 
નાણાંકીય આયોજન : 
નાણાંકીય આયોજનમાં આપે ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવું ખોટા ખર્ચાઓ પર કાપ મૂકીને બચત કરવાનો પ્રયાસ કરવો. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાંભીડ જેવું અનુભવાય.
 
વિદ્યાર્થી વર્ગ : 
વિદ્યાર્થીબંધુ માટે વર્ષ મધ્યમ રહે. મિત્રવર્ગ સાથે હરવા ફરવામાં અભ્યાસ બગડે નહિ તેનું ધ્યાન રાખવું, મિત્રતા- લાગણીના સંબંધોમાં સાચવવું વર્ષના અંતમાં અભ્યાસમાં સાનુકૂળતા જણાય.