અમદાવાદ, તા. 13 જુલાઈ 2018, શુક્રવાર
મેષ :
આજે સવારના ૮ ક. ૧૯ મિ. થી અષાડી નવરાત્રિનો તેમજ કચ્છી હાલારી સંવત ૨૦૭૫નો પ્રારંભ થવાથી ધર્મકાર્ય થાય. આનંદ રહે.
વૃષભ :
આજનું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. સવારના ૮ ક. ૧૯ મિ. થી અષાડ મહિનાનો- નવરાત્રિનો પ્રારંભ થાય છે તેથી કામની વ્યસ્તતા રહે.
મિથુન :
વિચારોની એકાગ્રતા- શાંતિ- સ્થિરતા જળવાય નહીં. આજનું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેમ છતાં સૂર્ય પૂજા- મંત્ર જાપ કરવો.
કર્ક :
આજે સવારના ૮ ક. ૧૯ મિ. થી અષાડ માસ, અષાડી નવરાત્રિનો પ્રારંભ થવાથી ધર્મકાર્યથી આનંદમાં રહો. કચ્છી વર્ષારંભની શુભેચ્છાઓ.
સિંહ :
સવારના ૮ ક. ૧૮ મિ. નિજ જેઠ મહિનો પૂરો થાય છે. કચ્છી હાલારી સંવત ૨૦૭૫નો તેમજ અષાડ મહિનો- નવરાત્રિનો પ્રારંભ, ધર્મકાર્યથી આનંદનો રહે.
કન્યા:
આજે સવારના ૮ ક. ૧૯ મિ. થી અષાડી નવરાત્રિનો પ્રારંભ થવાથી ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકુળતા રહે.
તુલા:
કચ્છી હાલારી સંવત ૨૦૭૫ના પ્રારંભની શુભેચ્છાઓ સાથે વ્યવહારિક- સામાજીક- ધાર્મિક સબંધ-વ્યવહાર સચવાય. આનંદ રહે.
વૃશ્ચિક:
આજનું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેમ છતાં આપે સૂર્યપૂજા- મંત્રજાપ કરવો. આરોગ્ય સાચવવું પડે.
ધન:
કચ્છી હાલારી સંવત ૨૦૭૫નો આજથી પ્રારંભ થાય છે. આજના દિવસે આપે તન-મન-ધનથી- વાહનથી સંભાળવું પડે.
મકર:
આજે સવારના ૮ ક. ૧૯ મિ. થી અષાડી નવરાત્રિનો પ્રારંભ થવાથી ધર્મકાર્ય થાય. નોકરી-ધંધાના કામમાં ચિંતા-મુશ્કેલી રહે.
કુંભ :
આજથી કચ્છી હાલારી સંવત ૨૦૭૫નો પ્રારંભ થાય છે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેમ છતાં નોકરી-ધંધાની ચિંતા રહે.
મીન:
આજે સવારના ૮ ક. ૧૯ મિ. થી અષાડી નવરાત્રિનો પ્રારંભ થવાથી ધર્મકાર્ય થાય. તેમ છતાં હૃદય-મનને શાંતિ જણાય નહીં.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મ વર્ષ આરોહ-અવરોહનું રહે. વર્ષનો પ્રારંભ સાનુકુળ રહે. કામ થાય. પરંતુ ધીરે ધીરે પ્રતિકૂળતાનો અનુભવ થતો જાય.
કૌટુંબિક-પારિવારીક-કૌટુંબિક-પારિવારીક :
પ્રશ્ને આપની ચિંતા વધે. દોડધામ- ખર્ચ- શ્રમમાં વધારો થાય. વાદ વિવાદ મનદુઃખથી સંભાળવું પડે. તેમાં પણ દિવાળી પછી વધારે ધ્યાન રાખવું.
નોકરી-ધંધો: નોકરી-ધંધામાં પ્રારંભિક સાનુકુળતા- સફળતા બાદ પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. ધાર્યા મુજબનું કાર્ય કરવામાં મુશ્કેલી પડે. વર્ષ પસાર થતું જાય તેમ તેમ પરેશાની- તકલીફ વધતી જાય. હરિફવર્ગ- ઇર્ષ્યા કરનાર વર્ગ આપની મુશ્કેલીમાં વધારો કરવાના પ્રયાસો કરે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.
વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીબંધુએ પ્રારંભિક સફળતાને લીધે છકી જવું નહીં. વર્ષાન્તે આપે ધ્યાન રાખવું. પરીક્ષા સમયે બિમારી- અકસ્માત, વિચારોની દ્વિઘાથી સંભાળવું પડે.


