13 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર
મેષ :
આજે આપે રસ્તામાં આવતા જતા-વાહન ચલાવતા સંભાળવું પડે તે સિવાય ખરીદી દરમ્યાન કે અન્ય કામમાં પૈસા-પાકીટ-મોબાઇલ અવશ્ય સંભાળવા.
વૃષભ :
આનંદ-ઉત્સાહ-શ્રમ-થાક-અસ્વસ્થતા છતાં તમારા અંગત કામ કે નોકરી-ધંધાના કામ સિવાય પત્ની-સંતાનના કામમાં ધ્યાન આપવું પડે.
મિથુન :
હૃદય-મનની વિહવળતા છતાં હસતું મોઢુ રાખીને અન્યને સહકાર આપવો પડે. નોકરી-ધંધા- સગા-સંબંધીના કામમાં બેચેની અનુભવો.
કર્ક :
પુત્રપૌત્રાદિકના કામથી ચિંતા-વ્યસ્તતા રહે. સંતાનને બહાર કે બહારગામ જવાનું થાય. નોકરી-ધંધાના કામમાં હળવાશ-રાહત રહે.
સિંહ :
અન્યના કારણે આપને શાંતિ-રાહત જણાય નહીં. સગા સંબંધી-મિત્રવર્ગના આગમનથી, તેમના કામથી ચિંતા-ખર્ચ-દોડધામ વધારે રહે.
કન્યા :
તમારા અંગત કામમાં ધ્યાન આપી શકો. ખર્ચ-ખરીદી થાય. બહાર કે બહારગામ જવાના પ્રશ્ને ચિંતા-બેચેની અનુભવ્યા કરો.
તુલા :
વધુ પડતા આનંદ-ઉત્સાહમાં કે લાગણીમાં તકલીફ થાય. અન્યની દેખાદેખીમાં ખોટા ખર્ચા દેખાડા માટે કરવા નહીં.
વૃશ્ચિક :
શાંતિ-સ્વસ્થતા-ધીરજ રાખીને તમારું તેમજ પરિવારનું કામ કરવું. ઉતાવળ-ઉશ્કેરાટ-ઉપાધિ-ગુસ્સામાં તમે મુશ્કેલીમાં મૂકાવ.
ધન :
આકસ્મિક ચિંતા-ખર્ચ-ઉપાધિ-બંધનમાં અટવાયેલા રહો. શારીરિક અસ્વસ્થતામાં આજે અવશ્ય સંભાળવું પડે. ધ્યાન રાખવું પડે.
મકર :
આપના કામમાં હળવાશ-રાહત અનુભવતા જાવ. સંતાનના, પરિવારના વધારાના કામથી ચિંતા રહે, ખર્ચ-ખરીદી થઇ શકે.
કુંભ :
તમારા રોજીંદા કામમાં, પત્નીના કામમાં, સંતાનના કામમાં ચિંતા રહે. નોકરી-ધંધાનું કામ સ્વસ્થતાથી કરવું. ધીરજ રાખવી.
મીન :
કામની વ્યસ્તતામાં વધારો થાય. પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. નોકરી-ધંધાનું કામ થાય. ધંધો-આવક થઇ શકે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઇ રહેલા આ જન્મવર્ષ દરમ્યાન આરોહ-અવરોહની પરિસ્થિતિ અનુભવો. તેમ છતાં આપના કાર્ય થવાને લીધે રાહત અનુભવો.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષ મધ્યમ રહે. એક બે કામમાં સાનુકૂળતા તો એક-બે કામમાં ચિંતા અનુભવાય. રૃકાવટ જણાય તેમ છતાં ધીરે ધીરે આપનું કામ ઉકેલ તરફ આગળ વધતું જાય તેથી રાહત અનુભવાય.
પરિવર્તન - ફેરફારી
પરિવર્તન - ફેરફારી માટે વર્ષ મહત્વનું રહેશે. પરદેશની કાર્યવાહીમાં પ્રગતિ જણાય. નોકરીમાં બદલી-બઢતીના યોગ ઊભા થાય. પરંતુ ઉતાવળે કોઇ નિર્ણય કરવા નહીં.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગ માટે વર્ષ ઠીક રહે. વર્ષારંભથી જ અભ્યાસમાં એકાગ્રતા અને મહેનતનો સમાવેશ કરવો. કૌટુંબિક-પારિવારીક પ્રસંગ કે પ્રશ્નના લીધે અભ્યાસ બગડે નહીં તેની તકેદારી રાખવી.