Get The App

12 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 12th, 2018

GS TEAM

Google News
Google News
12 જાન્યુઆરી 2018 શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
 
મેષ : 
વિવેકાનંદ જયંતી - એકાદશીનો આજનો દિવસ અશાંતિ-ચિંતા-ઉચાટમાં પસાર થાય. હરોફરો - કામ કરો પરંતુ આંતરિક વ્યગ્રતાથી બેચેની રહે.
 
વૃષભ : 
આજે વિવેકાનંદ જયંતી - એકાદશીએ નોકરી-ધંધાના કામમાં, ખાતાકીય કામમાં જુના-નવા સંબંધ-વ્યવહાર તાજા થાય આનંદ રહે.
 
મિથુન : 
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા છતાં કંઈ ગમે નહીં. હરોફરો - કામ કરો પરંતુ વાતચીતમાં ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય. શૂનમૂન થઈ જાવ.
 
કર્ક : 
વિવેકાનંદ જયંતી - એકાદશીએ તમારા રોજીંદા કામ ઉપરાંત અન્ય કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. સ્વજન-મિત્રવર્ગને મળવાનું થાય.
 
સિંહ : 
વિવેકાનંદ જયંતીએ - એકાદશીએ નોકરી-ધંધાના કામમાં, સગા-સંબંધી-મિત્રવર્ગના વડીલવર્ગના કામથી ચિંતીત રહો.
 
કન્યા : 
નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય, બહાર જવાનું થાય. યાત્રા પ્રવાસના આયોજન અંગે ચર્ચા વિચારણા થાય.
 
તુલા : 
સીઝનલ ધંધામાં, કામકાજમાં વ્યસ્તતા રહે. ધંધો-આવક થાય. સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના સબંધમાં ચર્ચા થાય.
 
વૃશ્ચિક : 
માનસિક પરિતાપ-ચિંતા તમારા અંગત કામ અંગે, વધારાના કામ અંગે રહ્યા કરે. વધારાનો ખર્ચ થાય. બહાર જવાનું થાય.
 
ધન : 
ચિંતા-અસ્વસ્થતા-બેચેની અનુભવ્યા કરો. ખર્ચ કરવામાં મુંઝવણ રહે. કુટુંબ-પરિવારના કારણે મતભેદ-વાદવિવાદથી સંભાળવું.
 
મકર : 
વિવેકાનંદ જયંતીએ - એકાદશીએ કાર્ય સફળતા-પ્રગતિથી હળવાશ-રાહત-અનુભવો. પરિવારનું - પુત્ર પૌત્રાદિકનું કામ થાય.
 
કુંભ : 
વિવેકાનંદ જયંતીએ સરકારી-રાજકીય કામમાં, અન્ય કામમાં ચિંતા-મુશ્કેલી છતાં હસતું મોંઢુ રાખીને વાતચીત કરવી પડે.
 
મીન : 
એકાદશીએ ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં જુના-નવા સંબંધો - સંસ્મરણો તાજા થાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થતું જાય, તેમ તેમ આપની જીંદગીના મહત્વના કામ એક પછી એક સફળતાપૂર્વક ઉકેલાતા જાય. આપનું આ વર્ષ ખર્ચ-ખરીદીનું રહે. પરંતુ નાણાંકીય ખેંચ-મુંઝવણ અનુભવાય નહીં.
 
મકાન-વાહન-મીલ્કત
આ વર્ષમાં જમીન-મકાન-વાહનની લે-વેચ થઈ શકે. નવા મકાન કે વાહનની ખરીદી થતાં આનંદ-ઉત્સાહ અનુભવાય.
 
આવક-જાવક
આ વર્ષમાં આવક-જાવક ચાલ્યા કરે વર્ષ દરમ્યાન ખર્ચ-ખરીદી થાય. સારા કાર્યમાં ખર્ચ થવાથી આનંદ અનુભવો. ધર્મકાર્યમાં - શુભકાર્યમાં ખર્ચ-ખરીદી થાય.
 
સ્ત્રીવર્ગ
સ્ત્રીવર્ગને વર્ષ દરમ્યાન કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ રહ્યા કરે. સાસરીપક્ષ - મોસાળપક્ષે દોડધામ-ચિંતા-ખર્ચ અનુભવાય.
Tags :