Get The App

10 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Nov 9th, 2018

GS TEAM

Google News
Google News
10 નવેમ્બર 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 10 નવેમ્બર 2018, શનિવાર

મેષ:
નોકરી ધંધાના- સગા સંબંધી- મિત્રવર્ગના વ્યવહાર-સંબંધ- સાચવવા પડે. વધારાનો ખર્ચ થાય. વાહન ધીમેથી ચલાવવું.

વૃષભ:
આજનો શનિવાર નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા વાળો-હળવાશ-રાહતનો રહે. તમારા અંગત-સંબંધ સાચવી શકો.

મિથુન:
શારીરિક-માનસિક કષ્ટપીડા- શ્રમ-થાક છતાં તમારે તમારી કામગીરી-જવાબદારી નિભાવવી પડે. પરંતુ કામ સ્વસ્થતાથી કરવું.

કર્ક:
આનંદ-ઉત્સાહથી તમારા પરિવારના કામ, સગાસંબંધી- મિત્રવર્ગના કામ કરી શકો. પોતાના કાર્યક્ષેત્રના સંબંધ સચવાય.

સિંહ:
પોતાના અંગત સંબંધ-વ્યવહાર સાચવવા, સંતાનના ભાઈ-બહેનના સબંધ વ્યવહાર સાચવવામાં આજે હરવા-ફરવાનું થાય.

કન્યા:
નોકરીમાં હળવાશ-રાહત રહે. ધંધામાં આકસ્મિક ધંધો-આવક થાય. તે સિવાય બહાર જવાનું થાય, અન્યને સહકાર આપવો પડે.

તુલા:
કાર્યસફળતા-પ્રગતિથી આનંદ-ઉત્સાહ રહે. જુના-નવા સંબંધ સચવાય. સીઝનલ ધંધો-આવક થવાથી આનંદ રહે.

વૃશ્ચિક:
આપના હૃદય-મનની પ્રસન્નતા-આનંદ-ઉત્સાહ રહે. સગા સંબંધી- મિત્રવર્ગથી- નોકરી-ધંધાના સંબંધથી વધારાનો ખર્ચ થાય.

ધન:
યાત્રા પ્રવાસ-મુલાકાતમાં, બહાર જવા-આવવામાં તેમજ વાહન ચલાવવામાં આપે સંભાળવું પડે. વધારાનો ખર્ચ થાય.

મકર:
નવેમ્બર મહિનાનો બીજો શનિવાર મીલન-મુલાકાતમાં, હરવા ફરવાની વ્યસ્તતામાં પસાર કરવો પડે. શ્રમ-થાક અનુભવો.

કુંભ:
આજના શનિવારે આકસ્મિક ખર્ચ-ચિંતાનો રહે. તમારા ઘર-પરિવારના કામમાં ચિંતા-ઉચાટમાં શાંતિ-સ્વસ્થતા જાળવવી.

મીન:
આજનો શનિવાર યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતથી આનંદમાં રહો. વધારાનો ખર્ચ થાય પરંતુ સંતાનના પ્રશ્નમાં ચિંતા રહે.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૂ થઈ રહેલ આપનું જન્મવર્ષ જેમ જેમ પસાર થાય તેમ તેમ તમારા નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મેળવી શકો. લાભ-ફાયદો થાય. જેમને આવક ન હોય, આવક સ્થગિત થઈ ગઈ હોય તેમને આવક આવવાની શરૂઆત થાય. 

હૃદય-મનની પ્રસન્નતા:
આપની હતાશા-નિરાશા દુર થાય. લાંબા સમય પછી તમારી મહેનતું શુભ ફળ પ્રાપ્ત થવાની સાથે સાથે પ્રગતિ-ભાગ્યોદય શરૂ થવાથી હૃદય-મનની પ્રસન્નતા રહે.

આરોગ્યની પ્રતિકુળતા:
વ્યસની વ્યક્તિને વ્યસનના ઘાતક પરિણામ શારીરિક કષ્ટપીડામાં શરૂ થાય. ચિંતા-ખર્ચ-દોડધામ બિમારીમાં વધવાથી આર્થિક મુશ્કેલી- મુંઝવણ શરૂ થાય. પોતાને શારીરિક કષ્ટપીડા અને પરિવારને પરેશાની અનુભવવી પડે.

પત્ની-પુત્ર પૌત્રાદિક-પરદેશ:
પત્ની-પુત્ર-પૌત્રાદિક- પરદેશના પ્રશ્ને પ્રગતિથી વર્ષ આનંદ રહે. જેમને લગ્ન પછી સંતાન થવામાં વિલંબ થયો હોય તેમને સંતાન સુખની પ્રાપ્તિ થાય. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરદેશમાં રહેતા સંતાનના પ્રશ્ન ઉકેલાય.

નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં વર્ષ લાભદાયી રહે, ફાયદો થાય. તમારી મહેનતનું શુભ ફળ મળવાની શરૂઆત થાય. જીવનનો નવો તબક્કો શરૂ થાય. પરંતુ વર્ષના મધ્યમ ભાગમાં આરોગ્યની પ્રતિકુળતાથી, માનસિક તણાવથી કામ કરવામાં એકાગ્રતા જળવાય નહીં.

Tags :