Get The App

10 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Mar 10th, 2018

GS TEAM

Google News
Google News
10 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 10 માર્ચ 2018, શનિવાર
 
મેષ : 
આજે યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત થાય. બહાર જવાનું થાય. સીઝનલ ધંધો થાય. કમિશન-એજન્સીનું કામ થાય.
 
વૃષભ : 
આજે આપના કામમાં તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. આકસ્મિક ચિંતા-ઉપાધિ આવી જાય. આરોગ્ય સાચવવું પડે.
 
મિથુન : 
કૌટુંબિક પરિતાપ-ચિંતા છતાં તમારે તમારા કામમાં, પત્ની-સંતાન-પરિવારના કામમાં ધ્યાન આપવું પડે. ગુસ્સો કરવો નહીં.
 
કર્ક : 
શારીરિક-માનસિક અસ્વસ્થતા રહે. કામ કરો પરંતુ કંઈ ગમે નહીં. મસ્તક-ગળા-ગરદન-મોંમાં દર્દપીડાથી સંભાળવું પડે. શાંતિ રાખવી પડે.
 
સિંહ : 
પુત્ર પૌત્રાદિક માટે ખર્ચ-ખરીદી થાય. તેમના કામથી બહાર જવાનું થાય. પરંતુ નોકરી-ધંધાના નવા કામમાં આજે ઉતાવળ કરવી નહીં.
 
કન્યા : 
હૃદય-મનની અશાંતિ-ચિંતા-ઉચાટ- વ્યગ્રતામાં આપને કંઈ ગમે નહીં. કામમાં એકાગ્રતા જળવાય નહીં. આરોગ્ય સાચવવું પડે.
 
તુલા : 
નોકરી-ધંધાના સબંધ-વ્યવહાર-સંસ્મરણો તાજા થાય. આકસ્મિક કોઈનું આગમન તમારા ઘરે થાય. ચર્ચા વિચારણા થાય.
 
વૃશ્ચિક :
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહે. ધંધો-આવક થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. બહાર જવાનું થાય.
 
ધન : 
શારીરિક-માનસિક અસ્વસ્થતા - વિચારોની નકારાત્મકતા- અનિંદ્રા-બેચેની અનુભવો. કામમાં એકાગ્રતા જળવાય નહીં.
 
મકર : 
નુકસાન-વિવાદ-આક્ષેપ- અપયશથી સંભાળવું પડે. સાંસારિક જીવનમાં ચિંતા રહે. જાહેર સંસ્થાના કામમાં પીછેહઠ થાય.
 
કુંભ : 
અન્યના કારણે તમને ઉશ્કેરાટ-ગુસ્સો આવી જાય. નોકરી-ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. ચિંતા રહ્યા કરે.
 
મીન : 
નોકરી-ધંધાના-પુત્ર પૌત્રાદિકના કામમાં આજે વ્યસ્તતા રહે. વાણીની મીઠાસ - વ્યવહારની નમ્રતાથી કામ ઉકેલાતું જાય.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થતા જન્મવર્ષના પ્રારંભમાં સાઈઠ દિવસ મનની-વિચારોની સ્થિરતા એકાગ્રતા જાળવવી પડે. હરોફરો, કામકાજ કરો પરંતુ વિચારોમાં, અનિંદ્રામાં અસ્વસ્થતા અનુભવો. 
 
વિશેષમાં -
વાણીમાં મીઠાસ જરૃરી
વ્યવહારમાં, સંબંધમાં, નોકરી ધંધાના કામમાં વાણીની મીઠાસ - વ્યવહારમાં નમ્રતા રાખવી પડે. વર્ષારંભે આક્ષેપ-અપયશ-વિવાદ-અપમાનના કારણે તમારા હૃદય-મનને શાંતિ જણાય નહીં.
 
વ્યસન ઘાતક
વ્યસની વ્યક્તિને મૃત્યુજનક ઘાતક બિમારી શરીર-પૈસાથી ખુવારીમાં વધારો કરે.પરિવારને તકલીફો પડે. સામાન્ય વ્યક્તિએ આરોગ્ય સાચવવું.
 
નોકરી-ધંધો
વર્ષનો ઉત્તરાર્ધ નોકરી-ધંધામાં તકલીફવાળો રહે. જવાબદારીવાળા કામમાં મુશ્કેલીથી પીછેહઠ થાય. બંધનમુક્ત પરિસ્થિતિમાં જીવતા હોય તેમ લાગે.
 
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે. વાહનથી સંભાળવું પડે.
Tags :