Get The App

10 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Apr 10th, 2018

GS TEAM

Google News
Google News

અમદાવાદ, તા. 10 એપ્રિલ 2018, મંગળવાર

10 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - imageમેષ :
કુટુંબ-પરિવાર-મિત્રવર્ગના કામમાં દોડધામ કરવી પડે. દેશ-પરદેશના કાર્ય અંગે મિલન-મુલાકાત થાય. ધંધામાં આવક થાય.

વૃષભ :
નોકરીમાં બઢતી-બદલીના કામમાં સાનુકૂળતા-પ્રગતિ જણાય. ધંધામાં નવી કોઇ વાતચીત આવે કે તક ઊભી થાય. લાભ થાય.

મિથુન :
શારીરિક-માનસિક અસ્વસ્થતાને લીધે બેચેની-વ્યગ્રતા જણાય. કામમાં મન લાગે નહીં. તેમ છતાં કામમાં જોતરાવું પડે.

કર્ક :
પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાત થતા આનંદ-ઉત્સાહ અનુભવો. મહત્વના નિર્ણયો લેવામાં સાનુકૂળતા - સરફળતા જણાય.

સિંહ :
સીઝનલ ધંધામાં હરિફવર્ગનો સામનો કરવો પડે. કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

કન્યા :
પૌત્ર-પૌત્રાદિકના સાથ-સહકારથી આપના કામમાં સાનુકૂળતા જણાય. આપની બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે પ્રગતિ કરી શકો.

તુલા :
ભાગીદારીવાળા ધંધામાં આપે વાદ-વિવાદ-મનદુઃખથી સંભાળવું પડે. જમીન-મકાન-વાહનની લે-વેચમાં આપે સાવધાની રાખવી પડે.

વૃશ્ચિક :
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આપના આનંદ-ઉત્સાહમાં વધારો થાય. નવી ઓળખાણ-મિત્રતા થાય.

ધન :
કૌટુંબિક-પારિવારીક કામ અંગે દોડધામ-શ્રમ જણાય પરંતુ તેનો આનંદ રહે. કામમાં  સાનુકૂળતાથી કામ કરવાનો ઉત્સાહ વધે.

મકર :
આપની ગણત્રી-ધારણા પ્રમાણેનું કાર્ય કરવામાં સાનુકૂળતા જણાય. ઘર-પરિવારના સાથ-સહકારથી  રાહત અનુભવો. લાભ-ફાયદો થાય.

કુંભ :
રાજકીય-સરકારી-ખાતાકીય કાર્યવાહીમાં આપે ધ્યાન રાખવું. શેરોની લે-વેચમાં ઉતાવળ કરવી નહીં. ધાર્યા કરતાં અવળું થતાં બેચેની રહે.

મીન :
આપને કાર્યસફળતાને લીધે કામ કરવાનો આનંદ આવે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી  લાભ-ફાયદો જણાય. આવક થાય.

જન્મતારીખ વર્ષસંકેત

આજથી શરૃ થઇ રહેલા આપના જન્મવર્ષ દરમ્યાન આપ માનસિક રીતે અસ્વસ્થતા અનુભવો. વિચારોની અસમંજસતા-દ્વિધા-ચિંતા અનુભવાય.

કૌટુંબિક પારિવારિક:
કુટુંબ-પરિવારની ચિંતા અનુભવાય. કૌટુંબિક પ્રશ્ને આપે દોડધામ-શ્રમ-ચિંતા-ખર્ચ જણાય. સંયુક્ત પરિવારમાં વાદ-વિવાદથી સંભાળવું પડે.

નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આપે ખૂબ જ ધીરજ અને શાંતિથી કામ કરવું. કોઇના દોરવાયા દોરવાઇ જવું નહીં કે આવેશ-ઉશ્કેરાટમાં આવી જઇને કોઇ નિર્ણયો કરવા નહીં. જોકે દિવાળી બાદ આપને થોડી સાનુકૂળતા જણાતા રાહત અનુભવાશે.

સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને પતિ-સંતાનની-પરિવારની ચિંતા અનુભવાય. વ્યવાયિક જીવન અને પારિવારિક જીવનને સંતુલિત કરવામાં મુશ્કેલી જણાય. દોડધામ-શ્રમમાં વધારો થાય.

Tags :