Get The App

1 જાન્યુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 1st, 2018

GS TEAM

Google News
Google News
1 જાન્યુઆરી 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ તા. 1 જાન્યુઆરી 2018, સોમવાર મેષ : વ્રતની પૂનમ, અમૃતસિદ્ધિયોગ, ઈ.સ. ૨૦૧૮નો પ્રારંભ કાર્યસફળતા પ્રગતિનો રહે. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત યોજાય. વૃષભ : વ્રતની પૂનમ, ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં આનદં ઉત્સાહ રહે. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. મિથુન : ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા રહે. વ્રતની પૂનમ છે તેથી ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ જળવાય. કર્ક : વ્રતની પૂનમ-અમૃતસિધ્ધિયોગ ઈ.સ. ૨૦૧૮નો પ્રારંભ અન્યના કારણે વ્યસ્તતાવાળો રહે. ધર્મકાર્ય થાય નોકરી-ધંધાનું કામ થાય. સિંહ : ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે અમૃતસિધ્ધિયોગમાં વ્રતની પૂનમે નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સચવાય. સંતાનનું કામ થાય. કન્યા : વ્રતની પૂનમે ધર્મકાર્યથી હળવાશ-રાહત અનુભવો. ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભથી અંત સુધીમાં મહત્ત્વના કામ ઉકેલવા પડે. તુલા : વ્રતની પૂનમે આજે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે આજે મીલન-મુલાકાત-પ્રવાસ થાય. વૃશ્ચિક : ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે આજે આપે આકસ્મિક ચિંતા-ઉપાધિ-બિમારીથી અસ્વસ્થતા અનુભવવી પડે. પડવા વાગવાથી સંભાળવું. ધન : ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે આનંદ ઉત્સાહ રહે. પત્નીથી સાનુકૂળતા રહે. એકબીજાના કામમાં સહકાર આપવો પડે. મકર : વ્રતની પૂનમે, ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે ધર્મકાર્યથી તમારા રોજીંદા કામકાજમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. કુંભ : ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે અમૃતસિધ્ધિયોગમાં કાર્યસફળતા પ્રગતિથી આનંદમાં રહો. નોકરી-ધંધાના કામમાં સબંધ તાજા થાય. મીન : વ્રતની પૂનમે, ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે હૃદય-મનની વ્યગ્રતા-ચિંતા-ઉચાટ અન્યના કારણે રહ્યા કરે. જન્મ તારીખ વર્ષ સંકેત આજની તારીખે ઈ.સ. ૨૦૧૮ના નવા વર્ષનો પ્રારંભ તેમજ તમારા જન્મવર્ષનો પ્રારંભ આનંદ ઉત્સાહનો રહે. ભાગ્યોદય-પ્રગતિની શરૃઆત થાય. નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય. વિશેષમાં... યશ-પદ-ધન આપનું આ વર્ષ યશ-પદ-ધનમાં વધારો કરનારું રહે. તમારી મહેનત સાર્થક થાય. જુના-નવા સબંધ-સંસ્મરણો તાજા થાય. મીલન-મુલાકાત-યાત્રા પ્રવાસ મીલન-મુલાકાત-યાત્રા પ્રવાસ માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે. પરદેશ જવા અંગેના પ્રયત્નો પ્રતતિવાળા રહે. નોકરી-ધંધો નોકરી-ધંધામાં કાર્યસફળતા-પ્રગતિથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. ઉત્સાહથી-સ્ફૂર્તિથી કામ કરી શકો. તમારા કામની-મહેનતની કદર થાય. વિદ્યાર્થીવર્ગ વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા મળે. સારી તક પ્રાપ્ત થાય. વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર થાય.