Get The App

1 જાન્યુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jan 1st, 2018

GS TEAM

Google News
Google News
1 જાન્યુઆરી 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ તા. 1 જાન્યુઆરી 2018, સોમવાર

મેષ :
વ્રતની પૂનમ, અમૃતસિદ્ધિયોગ, ઈ.સ. ૨૦૧૮નો પ્રારંભ કાર્યસફળતા પ્રગતિનો રહે. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત યોજાય.

વૃષભ :
વ્રતની પૂનમ, ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં આનદં ઉત્સાહ રહે. જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય.

મિથુન :
ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે કામકાજમાં સાનુકૂળતા રહે. વ્રતની પૂનમ છે તેથી ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ જળવાય.

કર્ક :
વ્રતની પૂનમ-અમૃતસિધ્ધિયોગ ઈ.સ. ૨૦૧૮નો પ્રારંભ અન્યના કારણે વ્યસ્તતાવાળો રહે. ધર્મકાર્ય થાય નોકરી-ધંધાનું કામ થાય.

સિંહ :
ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે અમૃતસિધ્ધિયોગમાં વ્રતની પૂનમે નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સચવાય. સંતાનનું કામ થાય.

કન્યા :
વ્રતની પૂનમે ધર્મકાર્યથી હળવાશ-રાહત અનુભવો. ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભથી અંત સુધીમાં મહત્ત્વના કામ ઉકેલવા પડે.

તુલા :
વ્રતની પૂનમે આજે ધર્મકાર્યથી હૃદય-મનની પ્રસન્નતા રહે. ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે આજે મીલન-મુલાકાત-પ્રવાસ થાય.

વૃશ્ચિક :
ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે આજે આપે આકસ્મિક ચિંતા-ઉપાધિ-બિમારીથી અસ્વસ્થતા અનુભવવી પડે. પડવા વાગવાથી સંભાળવું.

ધન :
ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે આનંદ ઉત્સાહ રહે. પત્નીથી સાનુકૂળતા રહે. એકબીજાના કામમાં સહકાર આપવો પડે.

મકર :
વ્રતની પૂનમે, ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે ધર્મકાર્યથી તમારા રોજીંદા કામકાજમાં સાનુકૂળતા રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

કુંભ :
ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે અમૃતસિધ્ધિયોગમાં કાર્યસફળતા પ્રગતિથી આનંદમાં રહો. નોકરી-ધંધાના કામમાં સબંધ તાજા થાય.

મીન :
વ્રતની પૂનમે, ઈ.સ. ૨૦૧૮ના પ્રારંભે હૃદય-મનની વ્યગ્રતા-ચિંતા-ઉચાટ અન્યના કારણે રહ્યા કરે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજની તારીખે ઈ.સ. ૨૦૧૮ના નવા વર્ષનો પ્રારંભ તેમજ તમારા જન્મવર્ષનો પ્રારંભ આનંદ ઉત્સાહનો રહે. ભાગ્યોદય-પ્રગતિની શરૃઆત થાય. નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય. વિશેષમાં...
યશ-પદ-ધન
આપનું આ વર્ષ યશ-પદ-ધનમાં વધારો કરનારું રહે. તમારી મહેનત સાર્થક થાય. જુના-નવા સબંધ-સંસ્મરણો તાજા થાય.

મીલન-મુલાકાત-યાત્રા પ્રવાસ
મીલન-મુલાકાત-યાત્રા પ્રવાસ માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે. પરદેશ જવા અંગેના પ્રયત્નો પ્રતતિવાળા રહે.

નોકરી-ધંધો
નોકરી-ધંધામાં કાર્યસફળતા-પ્રગતિથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય. ઉત્સાહથી-સ્ફૂર્તિથી કામ કરી શકો. તમારા કામની-મહેનતની કદર થાય.

વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં સફળતા મળે. સારી તક પ્રાપ્ત થાય. વિદ્યાભ્યાસ માટે સ્થળાંતર થાય.

Tags :