8 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 8 જૂન 2018, શુક્રવાર
મેષ:
આજે બજારોની ફેરફારીમાં વેપાર ધંધામાં ધ્યાન રાખવું પડે. બગાડ-નુકસાન-વિવાદ થાય નહીં તેની તકેદારી-સાવધાની રાખવી.
વૃષભ:
આજે સૂર્યનારાયણ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન ઘેટુ છે. તમારા રોજીંદા કામમાં, નોકરી ધંધાના કામમાં, વેપારમાં આનંદ રહે.
મિથુન:
નોકરી-ધંધાના કામ અંગે મહેનત-દોડધામ કરવી પડે. જુના અધુરા કામમાં તમારી નીતિ-રીતિ-વ્યવહારની અયોગ્યતાથી મુશ્કેલી વધે.
કર્ક:
ધર્મકાર્ય, યાત્રી પ્રવાસ-મુલાકાતમાં, નોકરી-ધંધામાં આજનો દિવસ કાર્યસફળતા-પ્રગતિથી, આવકથી આનંદનો રહે. સંતાનને લાભ થાય.
સિંહ:
આજે સૂર્યનારાયણ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, વાહન ઘેટાનું છે. દિવસ દરમ્યાન બજારોની વધઘટમાં શેરોની કામગીરીમાં સંભાળવું પડે.
કન્યા:
ધંધો-આવક થાય. નોકરીમાં સાનુકૂળતા રહે. જુના-નવા સંબંધ તાજા થાય. ધર્મકાર્ય થાય. પરિવારના કામમાં ધ્યાન આપી શકો.
તુલા:
હરો ફરો, કામકાજ કરો છતાં ભય-ચિંતા-ડરમાં અટવાયેલા રહેતા હોવ તેમ લાગ્યા કરે. શરીર-મનની સ્વસ્થતા જાળવવી પડે.
વૃશ્ચિક:
ધર્મકાર્યથી આનંદ રહે. નોકરી-ધંધાના કામના ઉકેલથી - આવકથી પરિવારના કામમાં સાનુકૂળતા રહે, મદદરૃપ થઈ શકો.
ધન:
આંતરિક મનોવ્યથા-ચિંતા-વિચારોમાં તમારા અંગત કામમાં નોકરી - ધંધાના કામમાં કોઈ ભૂલ થઈ જાય, મુશ્કેલી અનુભવાય.
મકર:
આજે સૂર્યનારાયણ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે છે. વાહન ઘેટાનું છે. નોકરી-ધંધાનું કામ થાય પરંતુ પત્ની-સંતાનની ચિંતા રહે.
કુંભ:
નિકટના સગા સંબંધી-મિત્રવર્ગમાં,આડોશ-પાડોશમાં બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. નોકરી-ધંધાના કામના ઉકેલથી હળવાશ રહે.
મીન:
હરોફરો- કામકાજ કરો, નોકરી-ધંધો કરો પરંતુ હૃદય-મનની શાંતિ જણાય નહીં. નકારાત્મક વિચારો-ગુસ્સો આવી જાય.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલા આપના જન્મવર્ષમાં આપે આરોગ્ય સુખાકારી બાબતે વિશેષ જાગૃત રહેવું. આપની નાની ભૂલ પણ આપના આરોગ્યની બાબતમાં મોટી બની ના રહે તેની તકેદારી રાખવી.
આરોગ્ય સુખાકારી:
વર્ષ દરમ્યાન આપે સ્વાસ્થ્યની બાબતમાં વિશેષ સાવધાની રાખવી. પેટ-પેઢુની- ગુદાભાગની- પગની તકલીફ અનુભવાય. દાક્તરી સલાહ તેમજ દવા સમયસર લેતા રહેવું.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આપે ધીરજ અને શાંતિ રાખીને કાર્ય કરવું. આંધળુકીયા નિર્ણયો કે કોઈના ભરોસે રહીને કે કોઈના દોરવાયા દોરવાઈ જઈને કોઈ નિર્ણયો કરવા નહીં. જોકે વર્ષ પસાર થતું જાય તેમ તેમ ધીરે ધીરે આપને રાહત-શાંતિ થતી જશે.
નાણાંકીય આયોજન:
નાણાંકીય આયોજન આપે વર્ષ દરમ્યાન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું. આપે ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો. આકસ્મિક ખર્ચાઓને લીધે નાણાંભીડ અનુભવાય. નાણાં ધીરવામાં ધ્યાન રાખવું.