Get The App

7 ઓગસ્ટ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Aug 7th, 2018

GS TEAM

Google News
Google News
7 ઓગસ્ટ 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 7 ઓગસ્ટ 2018, મંગળવાર

મેષ: અગિયારસ ભાગિતિથિ છે. આજે સ્માર્ત કામિકા એકાદશી છે. ધર્મકાર્ય થાય. નોકરી ધંધાનું કામ સાનુકૂળતાથી કરી શકો.

વૃષભ: આજે સ્માર્ત કામિકા એકાદશી છે. અગિયારસનો ક્ષય છે તેથી બજારોની વધઘટમાં વેપાર-ધંધામાં સંભાળવું પડે. નોકરીમાં માનસિક પરિતાપ રહે.

મિથુન: અગિયારસનો ક્ષય છે. આજે નોકરી-ધંધાના કામમાં ઉતાવળે કોઈ નિર્ણય કરવો નહીં. વિવાદવાળા કામમાં ધીરજ-શાંતિ-સ્વસ્થતા જાળવવી.

કર્ક: સ્માર્ત કામિકા એકાદશીએ આજે ધર્મકાર્ય થાય. તમારા રોજીંદા કામકાજમાં ધ્યાન આપી શકો પરંતુ ભાગિતિથિના કારણે વેપાર-ધંધામાં સંભાળવું.

સિંહ: એકાદશીનો ક્ષય છે. આજે સ્માર્ત કામિકા એકાદશીએ ધર્મકાર્યથી નોકરી-ધંધાના કામમાં, અન્ય કામમાં ચિંતામુક્ત રહી શકો. કામ ઉકેલાય.

કન્યા: કામિકા સ્માર્ત એકાદશીએ કામકાજમાં સાનુકૂળતા રહે. નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે પરંતુ કામ ઉકેલાતા હળવાશ અનુભવો.

તુલા: ભાગિતિથિએ આધિ-વ્યાધિ-ઉપાધિના ચક્કરમાં અટવાઈ પડો. હરો ફરો કામ કરો પરંતુ આપને શાંતિ જણાય નહીં. વિવાદથી દૂર રહેવું.

વૃશ્ચિક: સ્માર્ત કામિકા એકાદશીએ ધર્મકાર્યમાં હૃદય-મનની પ્રસન્નતા રહે. નોકરી-ધંધાના કામમાં ભાગિતિથિના કારણે જોખમ કરવું નહીં.

ધન: ભાગિતિથિએ વેપાર-ધંધામાં, બજારોની વધઘટમાં હરિફવર્ગ-ખટપટ-ઈર્ષા કરનારથી સંભાળવું પડે. સાવધાની રાખવી. નોકરીમાં કામ થાય.

મકર: સ્માર્ત કામિકા એકાદશીએ ધર્મકાર્યથી હૃદય-મનની શાંતિ-હળવાશ-આનંદ અનુભવો. નોકરી-ધંધાના કામમાં ચિંતા છતાં કામની પ્રગતિ રહે.

કુંભ: ભાગિતિથિએ નોકરી-ધંધાના કામની મુલાકાતમાં, ચર્ચા વિચારણામાં ઉતાવળીયો જોખમી નિર્ણય કરવો નહીં. વેપાર-ધંધામાં ધ્યાન રાખવું.

મીન: અગિયારસ ભાગિતિથિ છે. આજે સ્માર્ત કામિકા અગિયારસ છે. ધર્મકાર્યમાં તેમજ નોકરી ધંધાના કામમાં, પરિવારના કામમાં વ્યસ્તતા રહે.

જન્મતારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થતાં જન્મવર્ષમાં ધર્મકાર્ય-શુભકાર્ય થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હૃદય-મનની શાંતિ-સ્વસ્થતામાં સુધારો થાય. નોકરી-ધંધાના કામમાં ચિંતા-રૃકાવટ-મુશ્કેલી ઉકેલાતી જાય. વિશેષમાં...

પત્ની-સંતાનથી લાભ:
આ વર્ષમાં પત્ની-સંતાનથી લાભ-ફાયદો થાય. તેમના ગ્રહયોગની પ્રબળતા તમને લાભદાયી રહે. પરંતુ વડીલવર્ગના આરોગ્યના મુદ્દે ચિંતા-ખર્ચ રહે.

નોકરી-ધંધો:
પ્રતિકૂળતા-સંઘર્ષના અંતે નોકરી-ધંધાની રૃકાવટ-મુશ્કેલી હળવી થવાથી હળવાશ-રાહત અનુભવો. ફેરફારી થાય, આવક થાય. પરંતુ આરોગ્ય સાચવવું પડે.

ધર્મકાર્ય-શુભકાર્ય:
આ વર્ષમાં ધર્મકાર્ય-શુભકાર્ય થાય. પારિવારિક પ્રસંગમાં સાનુકૂળતા રહે. પરંતુ પિતૃપક્ષના સંબંધ-વ્યવહારમાં તકલીફ પડે.

સ્ત્રીવર્ગ:
સ્ત્રી વર્નગે માનસિક શાંતિ-રાહતનું વર્ષ રહે. પરિવારનો સાથ-સહકાર મળી રહે. ધર્મકાર્ય થાય.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને પરીક્ષા સમયે આરોગ્ય સાચવવું પડે.