Get The App

6 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Feb 6th, 2018

GS TEAM

Google News
Google News
6 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 6 ફેબ્રુઆરી 2018, મંગળવાર
 
મેષ : 
પત્નીના, સાસરીપક્ષના કામમાં વ્યસ્તતા રહે. વ્યવહારિક-સામાજીક તેમજ નોકરી ધંધાના સંબંધ-વ્યવહાર સચવાય, આનંદ રહે.
 
વૃષભ : 
મકાન-જમીન-વાહન-ટ્રાવેલ્સના ધંધામાં ધ્યાન રાખવું પડે. નવા કામ અંગે, વિલંબમાં પડેલા કામ અંગે કોઈને મળવાનું થાય.
 
મિથુન : 
પુત્ર-પૌત્રાદિકના કામમાં બપોર પછી સાનુકૂળતા થતી જાય. નોકરી-ધંધાના કામથી, વ્યવહારિક કામથી, યાત્રાપ્રવાસ-મુલાકાત થાય.
 
કર્ક : 
આનંદથી તમારું તેમજ સગા સંબંધી-મિત્રવર્ગનું કામ કરી શકો. પિતૃપક્ષ-માતૃપક્ષના સબંધ-વ્યવહારમાં ખર્ચ થાય, કામની વ્યસ્તતા રહે.
 
સિંહ : 
યશ-સફળતા મળે. તમારી મહેનત-દોડધામ સાર્થક થાય, કામની કદર થાય. નોકરી-ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામ થાય.
 
કન્યા : 
બજારોની વધઘટમાં, ધાતુના વેપાર ધંધામાં, ઓઈલ-પેટ્રોલના તેમજ કઠોળના વેપાર ધંધામાં ધ્યાન રાખવું પડે. ધર્મકાર્ય થાય.
 
તુલા : 
મનની પ્રસન્નતા, આનંદ રહેવા છતાં અન્યના કામના કારણો વ્યવહારિક-સામાજીક સબંધના કારણે, નોકરી ધંધાના કારણે હૃદયને ઉચાટ રહે.
 
વૃશ્ચિક : 
બેંક, એ.ટી.એમ. પે.ટી.એમ., ક્રેડીટ-ડેબીટ કાર્ડના નાણાંકીય લેવડ-દેવડ-ખરીદીના વ્યવહારમાં અન્યના કારણે ચિંતા-મુશ્કેલી અનુભવાય.
 
ધન : 
વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પુત્ર પૌત્રાદિક માટે ખર્ચ થાય. વિવાહ-લગ્ન અંગે મીલન-મુલાકાત-ચર્ચા વિચારણા થાય.
 
મકર : 
આપના રોજીંદા કામનો ઉકેલ લાવવામાં સાનુકૂળતા રહે. યશ-સફળતા મળે. નોકરી-ધંધામાં લાભ થાય. સબંધ સચવાય.
 
કુંભ : 
યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતથી આનંદમાં રહો. જુના નવા સંબંધો સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે.
 
મીન : 
પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા રહે. આપે તેમજ સંતાને વાહનથી, લપસી પડવાથી, પડવા વાગવાથી, બીમારીથી સંભાળવું પડે.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઈ રહેલા જન્મવર્ષમાં યશ સફળતા મળે. ભાગ્યોદય-પ્રગતિ થાય પરંતુ પ્રારંભના ત્રીસ દિવસ નોકરી-ધંધાના કામકાજમાં, સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્નમાં ચિંતા-મુશ્કેલીના રહે. ભાગીદારીવાળા ધંધામાં ફેરફારી થાય.
 
પત્ની-સંતાન-પરિવાર
આપનું આ વર્ષ પત્ની-સંતાન-પરિવાર માટે આનંદ ઉત્સાહનું રહે. આવકમાં, સુખ સંપત્તિમાં વધારો થાય.
 
નોકરી-ધંધામાં પ્રગતિ
નોકરી-ધંધામાં સારી તક પ્રાપ્ત થાય. પ્રગતિ થાય. લાભ-ફાયદો થવાથી આનંદ-ઉત્સાહ રહે.
 
ધર્મકાર્ય-શુભકાર્ય
આ વર્ષમાં ધર્મકાર્ય-શુભકાર્ય થાય. પુત્ર પૌત્રાદિકનો પ્રસંગ ઉકેલાય. યાત્રા પ્રવાસ થાય.
 
સ્ત્રી વર્ગ
અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પતિ, સંતાન સુખમાં વૃધ્ધિ થાય.
 
વિદ્યાર્થીવર્ગ
કારકિર્દીના ઘડતર-ભણતર માટે આ વર્ષ સફળતા-પ્રગતિનું રહે.
Tags :