Get The App

6 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Apr 6th, 2018

GS TEAM


Google News
Google News
6 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ, તા. 6 એપ્રિલ 2018, શુક્રવાર
 
મેષ : 
દિવસારંભે વ્યગ્રતા-બેચેની જણાય પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપને રાહત થતી જાય.
 
વૃષભ : 
દિવસ દરમ્યાન શાંતિથી પોતાનું કામ કરી લેવું. બપોર પછી આપની દોડધામ-ચિંતા-શ્રમમાં વધારો જણાય. મુશ્કેલી વધે.
 
મિથુન : 
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપની દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય. ધીરે ધીરે સાનુકુળતા થતી જાય.
 
કર્ક : 
દિવસ દરમ્યાન વાણીની સંયમતા અને મગજ પર કાબુ રાખીને શાંતિથી પોતાનું કામકાજ કરવું.
 
સિંહ : 
નોકરી-ધંધામાં શાંતિ અને ધીરજથી કામ લેવું. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. આપની બુધ્ધિ-આવડતનો ઉપયોગ કરવો.
 
કન્યા : 
દિવસ જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ ચિંતા-રૃકાવટ જણાય. કામમાં ધાર્યા પ્રમાણે થઇ શકે નહીં. કૌટંબિક ચિંતા સતાવે.
 
તુલા : 
વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી જઇને કોઈ કામ કરવામાં આંધળુકીયા કરવા નહીં. શેરોની લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
 
વૃશ્ચિક : 
માનસિક વ્યગ્રતા-પરેશાની વચ્ચે પણ આપના કામમાં વ્યસ્ત રહી શકો. જો કે દિવસની આપને ધીરે ધીરે રાહત થતી જાય.
 
ધન : 
મસ્તક, આંખો, ગરદન પીડથી પ્રારંભ થયેલો દિવસ ધીરે ધીરે રાહત આપતો જાય. તેમ છતાં આકસ્મિક ખર્ચ-ખરીદીથી સંભાળવું.
 
મકર : 
જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ ચિંતા-મૂંઝવણ અનુભવો. વિચારોની દ્વિધામાં શું કરવું - શું નહીં તેની સૂઝ પડે નહીં.
 
કુંભ : 
નોકરી-ધંધાના આપના રોજિંદા કાર્યમાં વ્યસ્ત રહેવાની સાથે જવું. કોઈ કાર્ય પણ હાથ પર લઇ શકો. મિત્રવર્ગથી સાનુકુળતા જણાય.
 
મીન : 
આપના કામમાં સાનુકુળતા સરળતા જણાતા આનંદ-ઉત્સાહ રહે. નોકર-ચાકરવર્ગ સહકાર્યકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.
 
જન્મતારીખ વર્ષ સંકેત
 
આજથી શરૃ થઇ રહેલા વર્ષમાં આપને પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે. એક મુશ્કેલીમાંથી બહાર આવો ન આવો ત્યાં બીજી મુશ્કેલી આવી પડે.
 
આરોગ્ય સુખાકારી: 
વર્ષ દરમ્યાન સ્વાસ્થ્યની બાબતમાં આપે વિશેષ કાળજી રાખવી પડશે. આપની બેદરકારી આપના માટે નુકસાનકર્તા બની રહેશે. પેટ-પેઢુની ગુદા ભાગની પગની તકલીફથી સંભાળવું પડે.
 
નોકરી-ધંધો: 
નોકરી ધંધામાં વર્ષના પ્રારંભે આપને થોડી સાનુકુળતા જણાય. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય તેમતેમ ચિંતા-ઉચાટ-મુશ્કેલીમાં વધારો થતો જાય. ઉતાવળ કરવી નહીં.
 
કૌટુંબિક-પારિવારીક:
કૌટુંબિક-પારિવારીક પ્રશ્નઆપને બેચેની જણાય. સંયુક્ત માલ-મિલ્કત ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ થાય. શક્ય હોય ત્યાં સુધી મૌન રહેવું આપના માટે હિતાવહ રહેશે.
Tags :