Get The App

5 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Mar 5th, 2018

GS TEAM

Google News
Google News
5 માર્ચ 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ તા. 5 માર્ચ 2018, સોમવાર
 
મેષ : 
આજે સંકષ્ટ ચતુર્થીએ બપોરથી સાંજ સુધીના કામકાજ દરમ્યાન સાંસારિક પ્રશ્નમાં, જાહેર સંસ્થાકીય કામમાં ચિંતા રહ્યા કરે.
 
વૃષભ : 
નોકરી ધંધાના કામમાં, હરિફવર્ગ ખટપટ ઇર્ષા કરવાથી રૃકાવટ મુશ્કેલી અનુભવો ઉતાવળમાં ચિંતા-મુશ્કેલી વધે.
 
મિથુન : 
વાણીમાં મીઠાસ અને વ્યવહારમાં નમ્રતા રાખીને નોકરી ધંધાનું તેમજ પુત્ર પૌત્રાદિકનું કામકાજ કરવું. બપોર પછી ચિંતા રહે.
 
કર્ક : 
આજે હૃદય-મનને ઉત્પાત-ચિંતા-વ્યગ્રતા નોકરી ધંધાના તેમજ ઘર-પરિવારના કામ અંગે રહે. બી.પી., ડાયાબીટીસમાં સંભાળવું.
 
સિંહ : 
આજે સંકષ્ટ ચતુર્થીએ ભક્તિ-પૂજા-મંત્રજાપથી આનદં રહે. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહાર સંસ્મરણો તાજા થાય. પ્રગતિ જણાય.
 
કન્યા : 
વિલંબમાં પડેલ કામ ઉકેલવામાં સાનુકુળતા થતી જાય. બેંકનું કામ પોસ્ટનું કામ, એલ.આઈ.સી.નું કામ થઇ શકે.
 
તુલા : 
સંકષ્ટ ચતુર્થીએ માનસિક પરિતાપ-વ્યગ્રતા રહે. પરંતુ સાંજ પછી હળવાશ-રાહત રહે. અગત્યના કામ અંગેની ચર્ચા-વિચારણા થાય.
 
વૃશ્ચિક : 
આજે સંકષ્ટ ચતુર્થીએ ભક્તિ-પૂજા કરો, રોજીંદુ કામ કરો પરંતુ ચિંતા-ખર્ચ-દોડધામ વ્યસ્તતાના કારણે શ્રમ-થાક અનુભવો.
 
ધન : 
પુત્ર પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખી શકો. નોકરી ધંધાના કામની,પત્નીના કામની વ્યસ્તતા રહે. રૃકાવટવાળુ કામ ઉકેલાય.
 
મકર : 
નોકરી-ધંધાના કામમાં વ્યસ્તતા રહેવાથી આપે જાગૃતિ સાવધાની રાખવી પડે. સગા સંબંધી-મિત્રવર્ગથી ચિંતા અનુભવાય.
 
કુંભ : 
નોકરી-ધંધાના કામ અંગે ચર્ચા વિચારણા થાય. પરંતુ બપોરથી સાંજ સુધીના સમયમાં અગત્યના કરાર, સહી સિક્કા કરવા નહીં.
 
મીન : 
આજે આપને શારિરીક માનસિક અસ્વસ્થતા રહે. નોકરી ધંધાના કામમાં એકાગ્રતા જળવાય નહીં. વાહન ધીમે ચલાવવું.
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
આજની તારીખે શરૃ થઇ રહેલ જન્મવર્ષ કાર્યસફળતા પ્રગતિનું રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ તમારી આવકમાં, સુખસંપત્તિમાં વધારો થાય. મકાન-ધંધાની જગ્યા, સંયુક્ત મીલ્કતની વહેંચણી વેચાણનો પ્રશ્ન ઉકેલાય. 
 
વિશેષમાં:- 
 
ધર્મકાર્ય-શુભકાર્ય
આપનું આ વર્ષ ધર્મકાર્ય-શુભકાર્યનું રહે. ખર્ચ થાય પરંતુ હૃદય-મનની પ્રસન્નતા-આનંદ-ઉત્સાહ રહે.
 
પુત્ર પૌત્રાદિકની પ્રગતિ
પુત્ર પૌત્રાદિકના કામના ઉકેલથી, પ્રગતિથી, સિધ્ધિથી તમે તેમજ પરિવાર આનંદ અનુભવો. પરદેશ જવાનું થાય.
 
નોકરી ધંધો
નોકરી-ધંધામાં વર્ષનો ઉત્તરાર્ધ લાભદાયી રહે. ફેરફારી થાય, ફાયદો-લાભ થાય. આવકમાં વધારો થાય.
 
સ્ત્રી વર્ગ
સ્ત્રી વર્ગને પતિ-સંતાન-પિયરપક્ષની પ્રગતિથી આનંદ રહે. ધર્મકાર્ય થાય. માન સન્માન મળે.
 
વિદ્યાર્થીવર્ગ
વર્ષારંભે ચિંતા-પ્રતિકુળતા પરંતુ ઉત્તરાર્ધ કારકિર્દીના ઘડતર ભણતર માટે સાનુકુળ રહે.
Tags :