Get The App

4 ઓગસ્ટ 2018: શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Aug 4th, 2018

GS TEAM


Google News
Google News
4 ઓગસ્ટ 2018: શું કહે છે તમારી રાશિ? 1 - image

અમદાવાદ, તા. 4 ઓગસ્ટ 2018, શનિવાર

મેષ: સગા સંબંધી-મિત્રવર્ગના કારણે માનસિક પરિતાપ રહે. નોકરી-ધંધાના કામમાં વિવાદ-ચર્ચામાં ઉશ્કેરાટ-ગુસ્સો કરવો નહીં.

વૃષભ: આજના કામમાં, નોકરી ધંધાના કામમાં ચિંતા-ખર્ચ રહે. માણસોના કારણે-મશીનરી-વાહનના કારણે કામમાં વિલંબ થાય.

મિથુન: આજનો શનિવાર પુત્ર પૌત્રાદિકના કામમાં વ્યસ્તતાવાળો રહે. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળ પ્રગતિથી કામ ઉકેલાય.

કર્ક: નોકરી-ધંધાના સબંધ-વ્યવહાર સચવાય, નાણાંની લેવડ-દેવડમાં ચિંતા-મુંઝવણ ઓછી થાય. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય.

સિંહ: આજે યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતના આયોજન અંગે ચર્ચા વિચારણા થાય. નોકરી-ધંધામાં, પત્ની-સંતાન-પરિવારના કામમાં આનંદ રહે.

કન્યા: અશાંતિ-વિવાદ, આકસ્મિક ચિંતા-ઉપાધિ-બિમારીના કારણે કંઈ ગમે નહીં. હતાશા-નિરાશા-કંટાળો અનુભવાય. વાહન ધીમે ચલાવવું.

તુલા: આનંદ-ઉત્સાહથી તમારું અંગત કામ કરી શકો. સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. ધંધો-આવક થાય. નોકરીમાં સાનુકૂળતા રહે.

વૃશ્ચિક: વિલંબમાં પડેલ ઘર-પરિવારના, નોકરી-ધંધાના કામ ઉકેલાય. બહાર જવાનું થાય. ખર્ચ ખરીદી થાય. સંતાનનું કામ થઈ શકે.

ધન: નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-ચિંતા પછી કામ ઉકેલાય. પુત્ર પૌત્રાદિકના-પત્નીના- પરિવારના કામમાં ધ્યાન આપી શકો.

મકર: હરોફરો-કામ કરો પરંતુ અન્યના કારણે આપને ચિંતા-ઉચાટ રહ્યા કરે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન રાખવું પડે.

કુંભ: પરિવારના કામની વ્યસ્તતા રહે, બહાર જવાનું થાય, ખર્ચ થાય. નોકરી-ધંધાની મુલાકાતમાં - ચર્ચા વિચારણામાં કામ ઉકેલાતું જાય.

મીન: આનંદ-ઉત્સાહથી તમારું અંગત કામ કરી શકો. પરિવારના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. નોકરીમાં સાનુકૂળતા રહે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આરોગ્યની પ્રતિકૂળતામાં સંભાળવું પડેઃ
આજથી શરૃ થતાં જન્મવર્ષમાં વર્ષના મધ્યભાગમાં આરોગ્યની પ્રતિકૂળતા અનુભવાય. શસ્ત્રક્રિયા નાની-મોટી આવી જાય. ખર્ચ થાય. તે સિવાય વર્ષારંભે પત્ની-સંતાન-મદદરૃપ રહે. પરિવારના પ્રસંગ ઉકેલાય.

વિશેષમાં -
યાત્રાપ્રવાસ-પરદેશ:
આપનું આ વર્ષ યાત્રા પ્રવાસનું રહે. પરદેશ જવાની તક પ્રાપ્ત થાય. પરંતુ લાંબા અંતરના પહાડી વિસ્તારના પ્રવાસમાં બિમારીથી-પડવા વાગવાથી સંભાળવું પડે.

ખર્ચ-નાણાં ભીડ:
આ વર્ષમાં આકસ્મિક વધારાના ખર્ચાના કારણે નાણાંભીડ અનુભવો. વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજનમાં ધ્યાન રાખવું પડે. જોખમી નાણાંકીય નિર્ણયો કરવા નહીં.

કાનૂની પ્રશ્ન:
સરકારી-રાજકીય- ખાતાકીય-કાનૂની પ્રશ્નમાં આ વર્ષ અગ્નિ પરીક્ષાનું રહે. પોતાની મુશ્કેલી-ચિંતા-ખર્ચ- પરેશાની વધે. શિક્ષા-દંડ-પીછેહઠ અનુભવાય.

સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને પતિ-સંતાન-પરિવારની-કુટુંબની ચિંતા મુશ્કેલી રહ્યા કરે. શારીરિક-માનસિક સ્વસ્થતા જળવાય નહીં, અવિવાહિતને વિવાહ-લગ્ન-મિત્રવર્ગના પ્રશ્નમાં તકલીફ અનુભવાય.

વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીવર્ગને આરોગ્યની અસ્વસ્થતા-માનસિક વ્યગ્રતા રહ્યા કરે.

Tags :