Get The App

02 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?

- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Updated: Jun 2nd, 2018

GS TEAM

Google News
Google News
02 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ? 1 - image
અમદાવાદ, તા. 02 જૂન 2018, શનિવાર
 
મેષ: 
આજે સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય. આનંદ-ઉત્સાહ રહે. પરંતુ બપોર પછી શ્રમ-થાક -કંટાળો - બેચેની અનુભવાય. કંઈ ગમે નહિ.
 
વૃષભ: 
સંકષ્ટ ચતુર્થીએ આજે જેમ જેમ દિવસ ઢળતો જાય તેમ તેમ આપ હળવાશ- રાહત અનુભવો. ધર્મકાર્ય થાય. વધારાનું કામ ઉકેલાય.
 
મિથુન: 
આજે સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય કરો પરંતુ હૃદય-મનની વ્યગ્રતા- ચિંતા ઉચાટ તમારા અંગત કામમાં, નોકરી-ધંધાના પ્રશ્ને અનુભવો.
 
કર્ક: 
માનસિક પરિતાપ છતાં કાર્ય સફળતા- પ્રગતિથી રાહત રહે. નાણાંકીય લેવડ દેવડનો વ્યવહાર સચવાય. ખર્ચ ખરીદી થઈ શકે.
 
સિંહ: 
વિલંબમાં પડેલ કામના ઉકેલ માટે ચિંતા- ખર્ચ દોડધામ રહે. સીઝનલ ધંધો- આવક આવવાથી રાહત રહે.
 
કન્યા: 
જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આપ હળવાશ - રાહત અનુભવો. ધંધો- આવક થાય. પુત્ર-પૌત્રાદિકનું કામ થાય.
 
તુલા: 
આવક થાય, ધંધો થાય, અન્ય કામ થાય તેમ છતાં હૃદય-મનની સ્વસ્થતા આનંદ-ઉત્સાહનો અભાવ વર્તાય.
 
વૃશ્ચિક: 
આજે સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્યથી આનંદ રહે. બહાર જવાનું થાય. જુના-નવા સબંધ-સંસ્મરણ તાજા થાય. ધંધો થાય.
 
ધન: 
કૌટુંબીક- પારિવારિક સાંસારિક પ્રશ્નમાં હૃદય-મનની આંતરિક મુંઝવણ, વ્યથા, ચિંતા મનમાં ને મનમાં અકળામણ મુંઝવણ રખાવે.
 
મકર: 
ઉશ્કેરાટ- ગુસ્સો થાય છતાં તમારે તેને સંયમમાં રાખીને તમારું તેમજ અન્યનું કામ ઉકેલવા પ્રયત્ન કરવો પડે.
 
કુંભ: 
નુકસાન- વિવાદ થાય તેવી ઉતાવળ- નિર્ણય કોઇ પણ કામમાં કરવો નહીં. આંખ - પગ થાપામાં દર્દપીડાથી સંભાળવું પડે.
 
મીન: 
પુત્ર-પૌત્રાદિકના કામ અંગે ચિંતા રહે, ખર્ચ કરવો પડે. વાતવાતમાં ગેરસમજ- મનદુઃખ તમારી વાણીથી થાય- કામ થાય નહીં.
 
 
જન્મ તારીખ વર્ષ સંકેત
 
વર્ષ દરમ્યાન આપે તન-મન-ધનથી સંભાળીને પોતાનું કાર્ય કરવું. ઉતાવળ આવેશમાં આવી જઇને કોઇપણ પગલું ભરવું નહીં.
 
સ્વાસ્થ્ય-સુખાકારી: 
શારિરીક- માનસિક કોઇને કોઇ તકલીફના લીધે વ્યગ્રતા અનુભવો. માનસિક તામ, વિચારોની દ્વિઘા રહે. વાહન ધીરે ચલાવવું. અકસ્માતથી સંભાળવું પડે. બહારનું ખાવા-પીવામાં તેમજ દવા લેવામાં સાવધાની રાખવી.
 
નોકરી-ધંધો: 
નોકરી-ધંધામાં આપે ધીરજ અને શાંતિ રાખવી. આપની ગણત્રીઓ અવળી પડતાં આપની ચિંતા મુશ્કેલીમાં વધારો થાય. સંયુક્ત ધંધામાં, ભાગીદારીવાળા ધંધામાં આપે વાદ-વિવાદ મનદુઃખથી સંભાળવું પડે. અન્યના ભરોસે રહેવામાં આપની તકલીફમાં વધારો થાય.
 
નાણાંકીય આયોજન: 
વર્ષ દરમ્યાન નાણાંકીય આયોજન ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું. મોટા કોઈ નાણાંકીય રોકાણો કરવા નહીં. આપની ગણત્રીઓ અવળે પડવાના લીધે નાણાંકીય તકલીફ અનુભવાય. દિવાળી બાદ આપની મુશ્કેલીમાં વધારો થાય. ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવો.
Tags :