2 ફેબ્રુઆરી 2018: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 2 ફેબ્રુઆરી 2018, શુક્રવાર
મેષ :
તમારા રોજીંદા કામમાં સાનુકૂળતા રહે. નોકરી ધંધાનું પત્ની-સંતાન-પરિવારનું કામ ઉકેલી શકાય. વધારાનું કામ થાય.
વૃષભ :
સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના કામમાં, સંબંધ-વ્યવહારમાં વ્યસ્તતા રહે. યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાત થાય.
મિથુન :
નોકરી-ધંધાના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. કોઈને મળવાનું થાય. પરંતુ નાણાંકીય કામમાં, લેવડ દેવડમાં સંભાળવું.
કર્ક :
નોકરી-ધંધાનો, કુટુંબ-પરિવારના કામમાં સાનુકૂળતા રહે. ધંધો-આવક થાય. આકસ્મિક કોઈને મળવાનું થાય, આનંદ થાય.
સિંહ :
સગા સંબંધી-મિત્રવર્ગના, નોકરી ધંધાના કામમાં પ્રગતિ જણાય પરંતુ બારમા રાહુના કારણે ખર્ચ-ચિંતા રહે. બેંકનું કામ થાય.
કન્યા :
ચિંતા રહે. સંતાનના વિદ્યાભ્યાસ, વિવાહ-લગ્નના કામ અંગે, નોકરી ધંધાના કામ અંગે, બેંકના કામ અંગે વ્યસ્તતા રહે.
તુલા :
પુત્ર પૌત્રાદિકના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય પરંતુ નોકરી-ધંધાના કામમાં રૃકાવટ-મુશ્કેલી અનુભવો. ભાગીદારીથી તકલીફ રહે.
વૃશ્ચિક :
બારમો ગુરુ મકાન-વાહન, પુત્ર પૌત્રાદિકના કામમાં ખર્ચ કરાવે. નોકરી ધંધાના, સગા સંબંધી-મિત્રવર્ગના કામથી વ્યસ્તતા રહે.
ધન :
નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થાય. કૌટુંબિક-વ્યવહારિક-પારિવારિક કામમાં મતભેદ-વિલંબ થાય.
મકર :
આજે આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળવું પડે. શારીરિક-માનસિક પ્રતિકૂળતા રહે. નાણાંકીય પ્રશ્ને ચિંતા રહે.
કુંભ :
બેંકના કામમાં, સરકારી રાજકીય-ખાતાકીય નાણાંકીય જવાબદારીમાં, નોકરી ધંધાની કામગીરીમાં આપે ધ્યાન રાખવું પડે.
મીન :
આઠમા ગુરુના કારણે પુત્ર પૌત્રાદિકના કામ અંગે, વિવાહ-લગ્નના પ્રશ્ને ચિંતા રહે. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો.
જન્મતારીખ વર્ષ સંકેત
આજની તારીખે શરૃ થતું આપનું જન્મવર્ષ પુત્ર પૌત્રાદિકની કાર્યસફળતા-પ્રગતિનું રહે. ધર્મકાર્ય-શુભકાર્ય થાય. વધારાનો ખર્ચ થાય પરંતુ તકલીફ પડે નહીં. પરદેશની કામગીરી થઈ શકે.
વિશેષમાં...
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં કામની, સ્થળની ફેરફારી થાય. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ હૃદય-મનને વ્યગ્રતા રહે. પરંતુ ખોટા કામ કરવામાં, નાણાંકીય આયોજનોમાં નુકસાન થાય, કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે.
પત્ની-સંતાનથી સાનુકૂળતા
આ વર્ષ પત્ની-સંતાન સુખથી આનંદનું રહે. અવિવાહિતને વિવાહ-લગ્નનું નક્કી થાય. પરદેશમાં રહેતા સંતાનને મળવાનું થાય. આપને પરદેશ જવાનું થાય. સાંસારિક જીવનના વિવાદનો ઉકેલ આવવાથી હળવાશ રહે.
યાત્રા-પ્રવાસ
પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા પ્રવાસ થાય. નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગના સબંધ-સંસ્મરણો તાજા થાય.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસ માટે સારી તક પ્રાપ્ત થાય પરંતુ વિદ્યાસંસ્થા-વિદ્યાશાખાની ફેરફારી થાય.