02 એપ્રિલ 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 02 એપ્રિલ 2018, સોમવાર
મેષ :
આપની ગણત્રી-ધાર્યા મુજબનું કાર્ય કરવામાં સરળતા રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય.
વૃષભ :
નોકર-ચાકરવર્ગની મુશ્કેલીના લીધે આપની દોડધામ-શ્રમમાં વધારો થાય. કોર્ટ કચેરીના કામમાં સરકારે કામમાં ધ્યાન રાખવું પડે.
મિથુન :
આપની બુધ્ધિ-અનુભવ-આવડતના આધારે, કામકાજમાં આગળ વધી શકો. કૌટુંબિક-પારિવારિક કામ અંગે વ્યસ્તતા જણાય.
કર્ક :
વ્યગ્રતા-બેચેનીની વચ્ચે તમારે રોજિંદા કાર્યમાં વ્યસ્ત રહેવું પડે. ધંધાકીય મિલન-મુલાકાતમં આપે સાવધાની રાખવી પડે.
સિંહ :
નોકરી ધંધામાં સહકાર્યકર વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસ, મિલન મુલાકાતમાં સાવધાની રાખવી.
કન્યા :
કૌટુંબિક-પારિવારીક સામાજિક વ્યવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. બેંકના, વીમા કંપનીના કામમાં સાનુકુળતા જણાય.
તુલા :
નોકરી ધંધામાં અગત્યના નિર્ણયો લેવાના હોય તો શાંતિથી વિચારોને લેવા. આવેશ-ઉશ્કેરાટમાં આવી જવું નહીં.
વૃશ્ચિક :
રાજકીય-સરકારી કામમાં, કોર્ટ કચેરીના કામમાં આપે ધ્યાન રાખવું પડે. ઉતાવળ કરવી નહીં. ધંધામાં હરફવર્ગનો સામનો કરવો પડે.
ધન :
આપના કામમાં પ્રગતિ જણાય. પુત્ર-પૌત્રાદિકના સાથ સહકારથી આપના કામનો સરળતાથી ઉકેલ લાવી શકો. આનંદ રહે.
મકર :
નોકરી-ધંધાના કામમાં વ્યસ્ત રહો. મહત્ત્વન કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય. મિત્રવર્ગથી આનંદ ઉત્સાહ રહે.
કુંભ :
આપના રૃકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ઉકેલ આવતો જાય. યાત્રા-પ્રવાસ-મિલન-મુલાકાતમાં સાનુકુળતા જણાય.
મીન :
આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં રૃકાવટ-મુશ્કેલી છે.
જન્મતારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ સાનુકુળ રહે. આપના કાર્યનો ઉકેલ આવતા આનંદ-ઉત્સાહ અનુભવો.
કૌટુંબિક-પારિવારીક કુટુંબ પરિવારનો સાથ-સહકાર મળતા આપ સરળતાથી આપ કાર્ય કરી શકો. રાહત જણાય. આનંદ-ઉત્સાહ રહે. કૌટુંબિક-પારિવારીક પ્રસંગે બહાર કે બહારગામ જવાનું બને.
નોકરી-ધંધો : નોકરી ધંધામાં આપને કાર્ય સફળતા મળે તેમ છતાં ક્યારેક-ક્યારેક આપને વ્યગ્રતા-બેચેની જેવું અનુભવાય. અન્યની ભૂલના લીધે કાર્ય પૂર્ણ થવામાં વિલંબ ના થાય તેની તકેદારી રાખવી પડે.
સ્વાસ્થ્ય : સ્વાસ્થ્યની બાબતમાં વર્ષ આપના માટે સારું રહે. તબિયતમાં સુધારો જણાય. વજન વધે. તેમ છતાં પીઠ-કમરમાં જૂના દર્દથી સાવધાન રહેવું.
સ્ત્રી વર્ગ : સ્ત્રી વર્ગ માટે વર્ષ સાનુકુળ રહે. પતિ-સંતાનના સાથ-સહકારથી આનંદ-ઉત્સાહ અનુભવો. ઘર-પરિવાર-વ્યવસાયની જવાબદારી સારી રીતે સંભાળી શકો.