01 મે 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 01 મે 2018, મંગળવાર
મેષ:
ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિને નોકરી-ધંધાની કામગીરીમાં, વ્યવહારિક-સામાજીક-પારિવારિક કામગીરીમાં સ્વસ્થતા જાળવવી પડે
વૃષભ:
તમારા રોજીંદા કામ ઉપરાંત વધારાના કામ અંગે કોઈને મળવાનું થાય. ચર્ચા વિચારણા થાય. પેટ કમરમાં, મસ્તકમાં દર્દપીડા રહે.
મિથુન:
લોભ-લાલચમાં, ઉતાવળમાં નોકરી-ધંધાના કામમાં ફસામણી થાય. નાણાંકીય ખેંચ-મુંઝવણ-દેવાની પરિસ્થિતિમાં-વિચારોમાં ઊંઘ આવે નહીં.
કર્ક:
ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય સ્થાપના દિવસે કામકાજમાં સાનુકૂળતા રહે. પુત્ર પૌત્રાદિકના કામની વ્યસ્તતા રહે. અન્ય કામ ઉકેલાય. સંબંધ સચવાય.
સિંહ:
સગા સબંધી-મિત્રવર્ગના-ઘર, પરિવારના કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં સબંધ-વ્યવહાર સાચવવા દોડધામ કરવી પડે.
કન્યા:
હૃદય-મનની વ્યગ્રતા-ચિંતા-ઉચાટ-આકસ્મિક ઉપાધિના લીધે મુશ્કેલી અનુભવો. નોકરી-ધંધાની સ્થગિતતા નાણાંભીડ અનુભવાય.
તુલા:
કૌટુંબીક, સાંસારીક વ્યથા-પીડા સર્જાય. મિત્રવર્ગમાં સબંધ-વ્યવહારમાં, મકાન-વાહન-મીલ્કત તેમજ આડોશ-પાડોશના પ્રશ્ને મુશ્કેલી શરૃ થાય.
વૃશ્ચિક:
યાત્રા પ્રવાસ-મીલન-મુલાકાતનું આયોજન ગોઠવાય. જુના નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય. નોકરી ધંધામાં રાહત હળવાશ રહે.
ધન:
ઉશ્કેરાટ-ગુસ્સો કર્યા વગર સ્વસ્થતા જાળવવી પડે. સાંસારિક-પારિવારિક-કૌટુંબીક પ્રશ્ને, નોકરી ધંધાના પ્રશ્ને ચિંતા રહે.
મકર:
બંધન-નુકસાન-શારિરીક કષ્ટપીડા-ઈજાથી સંભાળવું પડે. પુત્રપૌત્રાદિકના પ્રશ્નમાં ધ્યાન આપવું પડે. પરિવારની ચિંતા રહે.
કુંભ:
ગુજરાત-મહારાષ્ટ્ર સ્થાપના દિને વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં નમ્રતા રાખવી. સગા સંબંધી-મિત્રવર્ગથી ખર્ચ થાય.
મીન:
નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં, સંતાનના કામમાં વ્યસ્તતા રહે. બહાર કે બહારગામ આયોજનમાં ચિંતા રહે.
જન્મતારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલું આપનું જન્મવર્ષ ગત વર્ષની સરખામણીએ સાનુકૂળ રહે. આપના રૃકાવટ-વિલંબમાં અટવાયેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. રાહત-શાંતિ થાય.
નોકરી-ધંધો:
ગત વર્ષ કરતાં આ વર્ષ સારું રહે. આપના ધાર્યા પ્રમાણેના કામ કરી શકો. ધીરે ધીરે આપના કાર્યનો ઉકેલ આવવાથી રાહત અનુભવતા જાવ. ધંધામાં નવી વાતચીત કે ઓફર આવે. નવો ઓર્ડર મળે. કામ ઉકેલાતા જાય. નાણાંકીય પરિસ્થિતિ-નાણાંકિય સ્થિતિમાં ગત વર્ષની સરખામણીએ સુધારો થતો જાય. આવક વધે. જૂની ઉઘરાણી છૂટી થતાં રાહત અનુભવો. સ્થાવર જંગમ મિલ્કતમાં વધારો થાય.
સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગને વર્ષ સાનુકૂળ રહે. પતિ-સંતાનનો સાથ-સહકાર મળી રહે. આપની ગણત્રી ધારણા પ્રમાણેનું કાર્ય થઈ શકે.
વિદ્યાર્થીવર્ગ:
વિદ્યાર્થીબંધુ માટે વર્ષ સારું રહે. મહેનતના પ્રમાણમાં સાનુકૂળતા પ્રાપ્ત કરી શકો. લાભ ફાયદો જણાય.