01 જૂન 2018 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 01 જૂન 2018, શુક્રવાર
મેષ:
જુન મહિનાના પ્રારંભે આજે આનંદ-ઉત્સાહ રહે. નોકરી-ધંધાના જુના-નવા સંબંધો-સંસ્મરણો તાજા થાય, ચર્ચા-વિચારણા થાય.
વૃષભ:
જુન મહિનાની શરૃઆત નવા કામના પ્રારંભમાં વ્યસ્તતાવાળો રહે. નવી ઓળખાણ થાય. નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. હળવાશ રહે.
મિથુન:
નોકરી-ધંધાના, પુત્રપૌત્રાદિકના કામની ચિંતા જુન મહિનાની શરૃઆતમાં અનુભવાય. નોકરી ન હોય, નોકરી છુટી ગઇ હોય તેમને વ્યગ્રતા-ઉચાટ રહ્યા કરે.
કર્ક:
વિચારોની દ્વિધા-માનસિક પરિતાપ છતાં તમારે તમારી જવાબદારી, કામગીરીમાં, એકાગ્રતા રાખવી પડે. શરીરમાં દર્દપીડા રહે.
સિંહ:
વાણીમાં મીઠાશ અને વ્યવહારની નમ્રતા તમારા નોકરી-ધંધાના તેમજ પુત્રપૌત્રાદિકના કામમાં રાખવી પડે. ધંધામાં જોખમ કરવું નહીં.
કન્યા:
હૃદય-મનની વ્યગ્રતા-ઉચાટ બેંકના કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે રહ્યા કરે. અન્યના કારણે કામ વિલંબમાં પડે, ખોટો ખર્ચ થાય.
તુલા:
નોકરી-ધંધાના કામથી બહાર કે બહારગામ જવાનું થાય. નોકર ચાકર-કારીગરવર્ગ-ભાઇભાંડુના પ્રશ્ને ચિંતા રહે. કામમાં તકલીફ પડે.
વૃશ્ચિક:
ધંધો-આવક થાય. નોકરીના કામમાં સાનુકૂળતા થતી જાય. વિલંબમાં પડેલ તેમજ વધારાના કામનો ઉકેલ લાવી શકો.
ધન:
વિચારોમાં, બોલવામાં સમતોલન જાળવવું પડે. ઉશ્કેરાટ-ગુસ્સો-અકળામણ કરવામાં તમે પોતે જ મુશ્કેલી અનુભવો.
મકર:
સાંસારિક-પારિવારિક કામમાં ચિંતા રહે. કાનૂની કામમાં, નોકરી-ધંધાના કામમાં, નાણાંની લેવડદેવડમાં, હિસાબમાં ધ્યાન રાખવું.
કુંભ:
અન્યના કારણે નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં તમારી પ્રગતિ, કામકાજ ન થવાના કારણે ચિંતા-ખર્ચ-દોડધામ રહે.
મીન:
નોકરી-ધંધાના, પિતૃપક્ષના તેમજ સંતાનના, સંતાનના સાસરીપક્ષના પ્રશ્નના કારણે હૃદય-મન વ્યગ્ર રહ્યા કરે.
જન્મતારીખ વર્ષસંકેત
આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મવર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ-તેમ આપની મુશ્કેલીમાં વધારો કરનારું બની રહે.
નોકરી-ધંધો:
નોકરી-ધંધામાં આપની મુશ્કેલીમાં વધારો થાય. આપની ગણત્રી-ધાર્યા પ્રમાણેનું કાર્ય થઇ શકે નહીં. ધંધામાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર આપના ગ્રાહકવર્ગને તોડવાના પ્રયાસ કરે.
આરોગ્ય સુખાકારી:
આરોગ્યની દ્રષ્ટિએ આવનારું આ વર્ષ નબળું છે. પેટ-પેઢુની, ગુદા ભાગની, પગની, પેશાબની તકલીફથી સંભાળવું પડે. માથામાં, આંખોમાં દર્દ-પીડા રહે. સમયસર દાકતરી સલાહ અને દવા લેવાથી મોટી તકલીફમાંથી ઉગરી જાવ.
સ્ત્રીવર્ગ:
સ્ત્રીવર્ગે પોતાના આરોગ્યની સાથે સાથે પતિ-સંતાનના આરોગ્યની પણ ચિંતા રહે. સાસરી પક્ષ - પિયર પક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. વધુ પડતી દોડધામ - ઈન્ફેકશનના લીધે આપની તબિયત બગડે નહીં તેની તકેદારી આપે રાખવી પડે.