Get The App

બેસતાં વર્ષે ગોવર્ધન પૂજાનું પણ વિશેષ મહત્ત્વ: અનેક મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ, જાણો શુભ મુહૂર્ત

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
Govardhan Puja 2025

Govardhan Puja 2025 Celebrations : દેશભરમાં દિવાળીના પર્વની ઉજવણી કરાઇ રહી છે, દેશ અને દુનિયામાં ગુજરાતીઓ બેસતા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. જ્યારે અનેક લોકો આજે ગોવર્ધન પૂજા પણ ઉજવી રહ્યા છે. 

ગોવર્ધન પૂજાના દિવસે ગૌમાતાની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણ અને ગોવર્ધન પર્વતની વિશેષ પૂજા કરવામાં આવે છે. વિવિધ મંદિરોમાં ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે. ખાસ મથુરા, વૃંદાવન, નંદગાવ, ગોકુળ અને બરસાનામાં ખાસ ઉજવણી કરવામાં આવે છે. 

પુરાણો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવીને વૃજના લોકોના જીવ બચાવ્યા હતા. ત્યારથી જ ભગવાન શ્રીકૃષ્ણને અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે. 

અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ખાસ ઉજવણી: 

ગોવર્ધન પૂજાનું શુભ મુહૂર્ત

ગોવર્ધન પૂજાની તિથી 21 ઓકટોબર સાંજે 5.54 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, તિથીનું સમાપન 22 ઓક્ટોબર રાત્રે 8.16 વાગ્યે થશે. 

પૂજા માટેના શુભ મુહૂર્ત

સવારે 6.26થી 8.42 સુધી

બપોરે 3.29થી સાંજે 5.44 સુધી

સાંજે 5.44થી 6.10 સુધી 

પૂજન વિધિ

સવારે પ્રાતઃ કાળમાં માલિશ કરી સ્નાન કરવું તથા ઘરના મુખ્ય દ્વાર અથવા આંગણું હોય ત્યાં ગોવર્ધન પર્વત બનાવો. આસપાસ નાના નાના છોડ, ગોવાળિયાની આકૃતિઓ બનાવો. ભગવાન શ્રીકૃષ્ણની નાની મૂર્તિ મૂકી અન્નકૂટનો ભોગ ધરાવો.