Get The App

મિથુન (ક.છ.ઘ.) : ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે...

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
મિથુન (ક.છ.ઘ.) : ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે... 1 - image

- સ્થાવર-જંગમ મિલ્કતની ખરીદી કરી શકો. ધંધામાં આવકમાં વધારો જણાય

સંવત ૨૦૮૨નું આ વર્ષ ગત વર્ષની સરખામણીએ સારું પસાર થાય. ગુરૂનું પરિભ્રમણ સાનુકૂળ મધ્યમ રહે. રાહુનું પરિભ્રમણ પણ આપના માટે રાહત આપનારું રહે.

આરોગ્ય સુખાકારી

આરોગ્ય સુખાકારીની દૃષ્ટિએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષ સારું રહે. જૂની બીમારીમાં, વારસાગત બીમારીમાં આપને રાહત થતી જાય. વજનમાં વધારો જણાય. શારીરિક માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય.

વર્ષારંભથી તા.૫ ડીસેમ્બર તેમજ તા.૧ જૂન થી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂ મધ્યમ રહે છે. સીઝનલ વાયરલ બીમારીથી આપે સંભાળવું પડે. ખાસ કરીને આંખોને લગતી સમસ્યા અનુભવાય.

માગશર વદ એકમ તા.૫ ડીસેમ્બરથી અધિક જેઠ વદ એકમ તા.૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળ રહેશે. આ સમય દરમ્યાન આપને માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. તેમ છતાં આપના માનસિક-શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જણાય. વર્ષના અંતમાં દિવાળી સમયે પણ ગુરૂ આપના માટે સાનુકૂળ બની રહેશે.

તા.૧૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુ. દરમ્યાન વાયરલ સીઝનલ બીમારીના ચક્કરમાં અટવાઈ જાવ. તે સિવાય આપને મોં, દાંત-જડબાની, ગલાની, ગરદન- ખભાની કોઈને કોઈ તકલીફ અનુભવાય. મોં- દાંતમાં ઇન્ફેક્શનથી સંભાળવું પડે. દર્દ-પીડા અનુભવાય. તે સિવાય પગની તકલીફ રહે. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડે. બીજાની ભૂલના લીધે આપને અકસ્માત થઈ જાય. ભાદરવા તેમજ આસોના પ્રારંભમાં આપને છાતીમાં દર્દ-પીડા જણાય. ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ જેવું લાગે.

આર્થિક સુખ-સંપત્તિ

ગત વર્ષની સરખામણીએ આ વર્ષ આર્થિક સુખ-સંપત્તિની દૃષ્ટિએ આપના માટે સારું રહે. વર્ષ દરમ્યાન ખોટા ખર્ચ અને આકસ્મિક ખર્ચ ઘટતાં જીવકનું પ્રમાણ ઓછું થાય. બીજી બાજું આવકમાં વધારો જણાય. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી લાભ થાય. સમયાંતરે કરેલા પૃથક-પૃથક રોકાણમાંથી આપને આવક થતી જાય. સંયુક્ત માલ-મિલ્કતનો લાભ આપને મળી રહે. સ્થાવર-જંગમ મિલ્કતની ખરીદી કરી શકો. ધંધામાં આવકમાં વધારો જણાય. આવકનાં સ્રોત્ર વધતાં આપને આનંદ રહે.

તા.૧૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુઆરી દરમ્યાન આપને સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ-ખરીદી જણાય. આપની બેદરકારીના લીધે ખર્ચ વધી ના જાય તેની તકેદારી આપે રાખવી પડે. તે સિવાય કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને આપને આકસ્મિક ખર્ચ આવી જાય. સામાજિક- વ્યવહારિક કાર્યમાં આપે અનિચ્છાએ સહભાગી થવું પડે અને ખર્ચમાં વધારો જણાય.

તે સિવાય અધિક જેઠ, જેઠ અને અષાઢ માસ દરમ્યાન આપને ભાઈભાંડુ- સગા- સંબંધીવર્ગ માટે કોઈને કોઈ ખર્ચ જણાય. આપની સાથે કામ કરનાર ઉપરીવર્ગ- સહકાર્યકરવર્ગ માટે ખર્ચ-ખરીદી જણાય. નોકર-ચાકરવર્ગને આર્થિક સહાય કરવી પડે. અડોશ પડોશના કામ માટે દોડધામ- શ્રમ- ખર્ચ જણાય. પરંતુ આપની આવક ચાલુ રહેતાં આપના વ્યવહારો સચવાઈ રહે અને આપને તકલીફ ના પડે.

પત્ની-સંતાન-પરિવાર

કૌટુંબિક પારિવારીક દૃષ્ટિએ સંવત ૨૦૮૨નું વર્ષ આપના માટે સાનુકૂળ બની રહે. અવિવાહીત વર્ગને વિવાહ લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. નવદંપતીને, જેમને સંતાન ન હોય તેમને સંતાનપ્રાપ્તિના યોગ ઉભા થાય. ઘરમાં નવા મહેમાનનું આગમન થાય.

પત્ની સાથે વાદ-વિવાદ થયો હોય, પત્ની રીસાઈને પીયર જતી રહી હોય તો સમાધાન થાય. પુન: સહજીવનનો આનંદ માણી શકો. નોકરી-ધંધાથી ઘણા વર્ષથી બહારગામ કે પરદેશ હોય અને પરિવારથી દૂર રહેતા હોય તો વર્ષ દરમ્યાન ફરી પાછું પોતાના સ્થાને અને પરિવાર સાથે રહેવાનું સુખ પ્રાપ્ત કરી શકો.

સંતાનના પ્રશ્ને આપના ચિંતા-પરેશાની ઓછા થતાં જાય. પુખ્ત સંતાનને નોકરી- વ્યવસાયનો મેળ પડી જતાં આપને રાહત રહે. તેમના વિવાહ લગ્નનું આયોજન થઈ શકે.

નોકરીમાં વર્ષ કેવું પસાર થાય ?

વર્ષ દરમ્યાન ગુરૂનું સાનુકૂળ મધ્યમ પરિભ્રમણ નોકરીમાં આપને સરળતા રખાવડાવે. શનિ-રાહુનું પરિભ્રમણ પણ આપના માટે રાહતકારી બની રહે.

વર્ષ દરમ્યાન આપના અગત્યના કામનો એક પછી એક ઉકેલ આવતો જાય. આપના ધાર્યા મુજબના કામ થવાથી આનંદ અનુભવો. ઘણા સમયથી કોર્ટ કેસ કે સસ્પેન્શન ચાલી રહ્યું હોય તો તેનો ઉકેલ આવતાં આપને રાહત રહે અને પુન: નોકરીમાં જોડાઈ શકો.

સરકારી નોકરીમાં હોય તેમને બઢતી-બદલીનો લાભ મળે. મનગમતી જગ્યાએ બદલી થતાં કામ કરવાનો આનંદ રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થતાં ઉત્સાહ અનુભવો.

સરકારી ખાતામાં આપને ખાતાકીય સહકાર તેમજ સહકાર્યકર વર્ગ-નોકર- ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.

જેઓ નોકરીની શોધમાં હોય તેમની શોધ પૂર્ણ થાય અને આવકની શરૂઆત થઈ શકે. તે સિવાય નોકરીમાં નવી જગ્યાએ આપને તક મળી રહે. નોકરી બદલવાની ઇચ્છા હોય તો બદલી શકાય.

પરંતુ તા.૧૫ મે થી ૨ ઓગસ્ટ દરમ્યાન આપે સરકારી- ખાતાકીય તપાસમાં અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી પડે. કોઈનું ભલું કરવા જતાં આપ ફસાઈ ન જાવ તેનું ધ્યાન રાખવું પડે. નાંણાકીય જવાબદારીવાળું કામ સંભાળતા હોવ તો આ સમય દરમ્યાન આપે વિશેષ સાવધાની રાખવી પડે. આપની પ્રગતિની ઇર્ષ્યા કરનાર હરિફવર્ગ આપને મુશ્કેલીમાં મૂકવાના પ્રયાસ કરે.

ધંધામાં વર્ષ કેવું પસાર થાય

ધંધાકીય દૃષ્ટિએ વર્ષ દરમ્યાન આપને સરળતા જણાય. શનિ-રાહુ આપના માટે રાહતરૂપ રહે. જ્યારે ગુરૂનું પરિભ્રમણ આપના માટે સાનુકૂળતા રાખે. આપના અટકી પડેલા, વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય. આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામ થઈ શકે. રાજકીય-સરકારી સહાયતા મળી રહે. સરકારી કોન્ટ્રાક્ટના કામ લેતાં હોવ તો તેમાં સફળતા મળી રહે. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા મળી રહે. નવો ઓર્ડર મળતાં આનંદ જણાય. આપના યશ-પ્રતિષ્ઠા- આવકમાં વધારો થાય તેવું કામ થાય.વર્ષના પ્રારંભથી માગશરવદ એકમ તેમજ તા.૧ જૂન થી ૩૧ ઓક્ટોબર સુધી ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. તેથી આપના કામ થાય ખરાં પરંતુ કેટલાંક કામમાં આપના દોડધામ-શ્રમ-ખર્ચ વધે. નફામાં નુકસાની ભોગવવી પડે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ સાથે સંભાળવું પડે. પરંતુ દિવાળી સમયે ગુરૂ સાનુકૂળ થતાં પુન: ધંધામાં તેજી જણાય. નવું કામકાજ મળી રહે.તા.૧૫ મે થી ૨ ઓગસ્ટ સુધીનો સમય આપે નાંણાકીય લેવડ-દેવડમાં, ઉધારીમાં ધંધો કરવામાં ધ્યાન રાખવું પડે. તે સિવાય ય્જી્, ઇન્કમટેક્ષના ચક્કરમાં કે અન્ય કોઈ ખાતાકીય કાર્યવાહીમાં ફસાઈ ન જાય તેની તકેદારી આપે રાખવી પડે. જો કે એકંદરે ધંધાકીય રીતે વર્ષ આપના માટે સારું સાબીત થાય.

સ્ત્રીવર્ગ

સ્ત્રીવર્ગ માટે આ વર્ષ ગત વર્ષ કરતાં સારું રહે. નોકરી-ધંધામાં વિકાસની તક પ્રાપ્ત થાય. આપના કાર્યની કદર-પ્રશંસા થાય. નવી તક, નવા ઓર્ડર મળી રહે. કુટુંબ-પરિવારનો સાથ સહકાર મળી રહે. અવિવાહીત વર્ગને વિવાહ- લગ્નની વાતચીત આવે કે નક્કી થાય. સંતાન પ્રાપ્તિના યોગ ઉભા થાય.પતિ-સંતાન આપને મદદરૂપ થાય. સંતાનના પ્રશ્નનો ઉકેલ આવવાથી આપને રાહત-આનંદની લાગણી અનુભવાય. સંતાનના અભ્યાસ-વિવાહ-લગ્ન, કારકીર્દિનું કામ ઉકેલાતાં આપ હાશકારો અનુભવો.૧૫મે થી ૨ ઓગસ્ટ દરમ્યાન મોસાળપક્ષે- સાસરીપક્ષે બીમારી- ચિંતા- ખર્ચનું આવરણ આવી જાય.

વિદ્યાર્થીવર્ગ

વિદ્યાર્થીવર્ગ માટે આ વર્ષ સાનુકૂળતાવાળું રહે. વર્ષ દરમ્યાન શનિ- રાહુ- ગુરૂનું પરિભ્રમણ આપના માટે સહાયરૂપ બને. જેમને કારકીર્દિનું વર્ષ હોય તેમને મહેનતના પ્રમાણમાં સફળતા પ્રાપ્ત થાય. વધુ અભ્યાસાર્થે વિદેશ જવાની ઇચ્છા હોય તો તેમાં સાનુકૂળતા- પ્રગતિ જણાય. વર્ષના પ્રારંભથી તા.૫ ડીસે. અને તા.૧ જૂન થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન ગુરૂનું પરિભ્રમણ મધ્યમ રહે છે. આ સમય દરમ્યાન કૌટુંબિક-પારિવારીક પ્રસંગ-પ્રશ્નના લીધે અભ્યાસમાં રૂકાવટ જણાય. તેથી જ આપે સમગ્ર વર્ષ દરમ્યાન અભ્યાસની તૈયારી રાખવી. વર્ષ દરમ્યાન મિત્રતા-લાગણીના ચક્કરમાં અટવાઈને અભ્યાસ બગાડવો નહીં.

ખેડૂતવર્ગ

ખેડૂતવર્ગ માટે ગત વર્ષ કરતાં આ વર્ષ સારું રહે. મહેનતના પ્રમાણમાં પાક ઉતરતાં આપને આનંદ થાય. લાભ ફાયદો મળી રહે. સરકારી યોજનાઓનો લાભ આપ પ્રગતી કરી શકો. સંયુક્ત ખેતીમાં ભાઈભાંડુનો સાથ મળી રહે. વધુ જમીન ખરીદવાનું વિચારતાં હોય તો તેમાં પ્રગતિ જણાય. સાનુકૂળતા મળી રહે. પરંતુ ૧૪ જાન્યુઆરી થી ૨૩ ફેબ્રુ. દરમ્યાન પાક બગડી ન જાય કે તેમાં જીવાત ન પડી જાય તેનું ધ્યાન રાખવું પડે. નુકસાનીથી સંભાળવું પડે. આરોગ્યની અસ્વસ્થતાને લીધે યોગ્ય ધ્યાન આપી શકો નહીં. ખેતરમાં કામ કરતાં સાપ કે ઝેરી જીવજંતુ કરડી ન જાય તેની તકેદારી આપે રાખવી પડે.

સંતાનના પ્રશ્નોની ચિંતા

વિક્રમ સંવત ૨૦૮૨નું આ વર્ષ આપના માટે ગત વર્ષની સરખામણી એ સારું રહે. આપના રૂકાવટ વિલંબમાં પડેલા કામ ઉકેલાતાં જાય. આવકમાં વધારો જણાય. ફસાઈ ગયેલાં નાણા છૂટા થવાથી રાહત અનુભવાય. કૌટુંબિક-પારિવારીક સુખ-સંપત્તિમાં વધારો થાય. પત્ની- સંતાનનો સાથ સહકાર મળી રહે. પત્ની સંતાન સાથે, મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસ કરી શકો. સંતાનના પ્રશ્નમાં પણ આપની ચિંતા-પરેશાની ઓછી થતી જાય. પ્રખ્ત વયના સંતાન આપને સમજવાની મદદરૂપ થવાની કોશિષ કરે.

તા.૧૪ જાન્યુઆરીથી તા.૨૩ ફેબ્રુ. દરમ્યાન વાયરલ સીઝનલ બીમારીના ચક્કરમાં અટવાઈ જાવ. જૂની ઉઘરાણીના નાણાં છૂટા થવાથી લાભ થાય.