For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

અઢી કરોડના આભૂષણો, સવા લાખ મોદકનો ભોગ, 24 કલાક દર્શન... ઈન્દોરના આ ગણેશ મંદિરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી

Updated: Sep 19th, 2023


                                                           Image Source: Twitter

ઈન્દોર, તા. 19 સપ્ટેમ્બર 2023 મંગળવાર

આજથી 10 દિવસીય ગણેશ ઉત્સવ શરૂ થઈ ગયો છે અને આ સાથે સમગ્ર દેશના ગણેશ મંદિર અને ગણેશ પંડાલ પણ સજવાના શરૂ થઈ ગયા છે. આ અવસરે દેશના પ્રસિદ્ધ ગણેશ મંદિરોની સજાવટ અને તૈયારીઓ તો જોવા લાયક છે. જ્યાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે સાથે જ ગણેશ ઉત્સવના કારણે ગણપતિ બાપ્પાનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો છે. ઈન્દોરના મશહૂર ખજરાના ગણેશ મંદિરમાં પણ ગણેશ ઉત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. 3 ડઝનથી વધુ મિઠાઈ બનાવનાર ગણપતિ માટે મોદક તૈયાર કરી રહ્યા છે. ગણપતિ બાપ્પાના શ્રૃંગાર માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 

અઢી કરોડના આભૂષણોથી થશે શણગાર

10 દિવસના ગણેશોત્સવ માટે ઈન્દોરના પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે ભગવાન ગણેશનું અઢી કરોડના આભૂષણોથી શણગાર કરવામાં આવશે. હીરા-જવેરાત અને સોનાના આ આભૂષણોથી ગણપતિ બાપ્પાનો અપ્રતિમ શણગાર થશે. સાથે જ તેમને સવા લાખ મોદકનો ભોગ લગાવવામાં આવશે. ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે 10 દિવસ સુધી સતત 24 કલાકના મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. 

ગણપતિ બાપ્પાના ભોગ માટે સવા લાખ મોદક તૈયાર કરવા માટે 40 રસોઈયા કામ કરી રહ્યા છે. ભોગ બનાવવાને લઈને એક ખાસ વાત એ પણ છે કે ખજરાના ગણેશ મંદિરમાં ભોગ-પ્રસાદ બનાવવાનું કામ લગભગ 3 દાયકાથી એક જ પરિવાર કરી રહ્યો છે. સાથે જ આ પ્રસાદ મંદિર પરિસરમાં જ બનાવવામાં આવે છે.

દરરોજ 2થી 3 લાખ શ્રદ્ધાળુ દર્શન કરશે

ઈન્દોરનું ખજરાના ગણેશ મંદિર ખૂબ મશહૂર છે. ગણેશ ઉત્સવ દરમિયાન આ મંદિરની રોનક નિરાળી હોય છે. ગણેશ મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન કરવા પહોંચે છે. આ વર્ષે અનુમાન છે કે ગણેશ ઉત્સવ દરમિયાન ખજરાના મંદિરમાં દરરોજ 2થી 3 લાખ શ્રદ્ધાળુ આવી શકે છે. આટલા ભક્તોના દર્શન માટે પણ મંદિરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વરસાદને જોતા મંદિર પરિસરથી લઈને બહાર સુધી ટીનના શેડ લગાવાયા છે. સાથે જ પોલીસ અને સુરક્ષાની પણ મોટા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 

Gujarat
Worldcup 2023
English
Magazines