બાપ્પાની 4 પ્રિય રાશિઓ, ગણેશ ઉત્સવ શરૂ થતાં આ જ રાશિના જાતકોનો આવશે ગોલ્ડન ટાઈમ
Ganesh Chaturthi 2025: હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનો પર્વ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ શુક્લ પક્ષની ચતુર્થી તિથિના રોજ આ તહેવાર ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે શિવપુત્ર ભગવાન ગણેશનો જન્મ થયો હતો. આ વર્ષે ગણેશ ચતુર્થી 27 ઓગસ્ટના રોજ એટલે કે બુધવારે ઉજવવામાં આવશે અને ગણેશ ઉત્સવનું સમાપન 7 સપ્ટેમ્બરે થશે.
ભગવાન ગણેશ આમ તો બધા જ ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે કેટલીક એવી રાશિઓ છે જે બપ્પાની ખૂબ જ પ્રિય છે. તેથી આ રાશિઓ પર બપ્પા હંમેશા પોતાની કૃપા દ્રષ્ટી બનાવી રાખે છે. આવી સ્થિતિમાં ગણેશ ઉત્સવની શરૂઆત થતાંની સાથે જ આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થવા જઈ રહ્યો છે તો ચાલો જાણીએ કે એ કઈ રાશિઓ છે જે લકી છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમારા કોઈ નવા કામની શરૂઆત સફળ થશે. રોકાણથી મોટો નફો મળી શકે છે. જીવનમાંથી તમામ અવરોધો દૂર થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને કારકિર્દીમાં નવી તક મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ હાંસલ થઈ શકે છે. પારિવારિક જીવન સુખી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
આ પણ વાંચો: પુતિન પછી યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કી પણ ભારત આવશે, અમેરિકાના પેટમાં તેલ રેડાવાની શક્યતા
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોના સબંધોમાં મીઠાશ વધશે. વૈવાહિક જીવન આનંદમય રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રગતિ અને સફળતાના નવા રસ્તા ખુલશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. લક્ષ્ય તરફ પૂરી મહેનતથી આગળ વધો. માન સન્માનમાં વધારો થઈ શકે છે. કરિયરમાં સફળતા મળી શકે છે.