For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

30 વર્ષ પહેલા નારિયેળમાંથી પ્રગટ થયા હતા ભગવાનશ્રી ગણેશ, વર્લ્ડ રેકોર્ડમાં દાખલ કરાયું નામ

એકાક્ષી શ્રીફળ ગણેશનાં નામથી પ્રખ્યાત અને અનોખુ મંદિર ઈન્દોર શહેરમાં આવેલું છે.

અહીં ગણપતિ બાપ્પા એકાક્ષી શ્રીફળના રુપે દર્શન આપે છે

Updated: Sep 18th, 2023

Image Instagram 

તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર 

એકાક્ષી શ્રીફળ ગણેશનાં નામથી પ્રખ્યાત અને અનોખુ મંદિર ઈન્દોર શહેરમાં આવેલું છે. અહીં ગણપતિ બાપ્પા એકાક્ષી શ્રીફળના રુપે દર્શન આપે છે. જ્યા દુનિયાભરના લોકો આસ્થા સાથે દર્શન કરવા આવે છે. 

ગણેશજીને કોઈપણ કાર્ય શરુ કરતાં પહેલા સ્મરણ કરવામાં આવે છે

હિન્દું ધર્મમાં જ્યારે પણ કોઈ શુભ કાર્ય કે પૂજા પાઠ શરુ કરવામાં આવે ત્યારે સૌથી પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. અને મોટાભાગની પૂજામાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેમા નવો બિઝનેસ, દુકાનનો શુભારંભ, નવુ વાહન, ગૃહ પ્રવેશ, લગ્ન અથવા તો કોઈ વ્રત હોય દરેક કાર્યમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત રસોઈમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 

નારિયેળ ગણેશને અમેરિકાની ટ્રાંસોસિયાના વર્લ્ડ રેકોર્ડસમાં નામ દાખલ કરવામાં આવ્યો

હાલમાં એક માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક અનોખો ગણપતિનું મંદિર આવેલુ છે.જેને નારિયેળ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં જ આ નારિયેળ ગણેશને અમેરિકાની ટ્રાંસોસિયાના વર્લ્ડ રેકોર્ડસમાં નામ દાખલ કરવામાં આવ્યું હતું. 

અનોખો રેકોર્ડ વિશ્વભરમાં માત્ર ઈન્દોરમાં શ્રીફળ ગણેશજીના નામે નોંધવામાં આવ્યો 

વાસ્તવમાં ઈન્દોરના પ્રસિદ્ધ 39 વર્ષીય નારિયેળવાળા ચમત્કારિક ગણપતિ સ્વંયભૂ એકાક્ષી માનવામાં આવે છે. આ શ્રીફળમાં ગજમુખ ગણેશની આકૃતિનું નિર્માણ સ્વયં થયું છે અને 21 વર્ષથી આ નારિયેળમાં જળ રહેવાના કારણે જ અમેરિકાની ટ્રાંસોસિયાના વર્લ્ડ રેકોર્ડસમાં નામ દાખલ કરવામાં આવ્યું છે. આવો અનોખો રેકોર્ડ વિશ્વભરમાં માત્ર ઈન્દોરમાં શ્રીફળ ગણેશજીના નામે નોંધવામાં આવ્યો છે, જેનું સર્ટિફિકેટ પણ શ્રીફળવાળા ગણેશજીના નામે આપવામાં આવ્યું છે. 


Gujarat
Worldcup 2023
English
Magazines