ગણેશ ચતુર્થી: ભૂલથી પણ ભગવાન ગણપતિને અપર્ણ ન કરો આ વસ્તુઓ
નવી મુંબઇ,તા. 18 સપ્ટેમ્બર 2023,સોમવાર
દેશભરમાં ગણેશ ઉત્સની ધામધુમથી ઉજવણી કરવામા આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 19 સપ્ટેમ્બર મંગળવારથી શરૂ થઈ રહી છે. આ દિવસથી આગામી 10 દિવસ સુધી ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, લોકો તેમની વિવિધ રીતે પૂજા કરે છે અને ઘરે બાપ્પાનું સ્વાગત પણ કરે છે.
શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે ભગવાન ગણેશ જેટલા જલ્દી પ્રસન્ન થાય છે. તે એટલી જ ઝડપથી ક્રોધિત થઈ જાય છે. તેથી બાપ્પાની પુજા કરતી વખતે આટલુ ધ્યાન રાખવુ જરુરી છે.
ભગવાન ગણેશને આ વસ્તુઓ ન ચઢાવવી
તુલસી
એક દંતકથા અનુસાર, તુલસીએ ભગવાન ગણેશને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ગણપતિજીએ આ પ્રસ્તાવને ફગાવી દીધો. જે પછી તુલસીજીથી નારાજ થઈને તેણે ગણેશજીને બે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો. તેનાથી ક્રોધિત થઈને ભગવાન ગણેશે પણ તેને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો હતો પરંતુ પાછળથી જ્યારે ભગવાન ગણેશ પ્રગટ થયા ત્યારે તેમણે કહ્યું કે, પછીથી તમે વિષ્ણુના પ્રિય બની જશો. પણ મારી પૂજામાં તારો ઉપયોગ નહિ થાય. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસી ખૂબ જ પ્રિય છે. પરંતુ ભગવાન ગણેશને અર્પણ કરવાની મનાઈ છે.
કેતકીનું ફૂલ
કેતકીના ફૂલને શ્રાપિત માનવામાં આવે છે. આ કારણે ભગવાન શિવને કેતકીનું ફૂલ ચઢાવવામાં આવતું નથી. ભગવાન ગણેશ ભગવાન શિવના પુત્ર છે. આ કારણથી તેમને આ ફૂલ ચઢાવવાની પણ મનાઈ છે.
તૂટેલા અને કોરા ચોખા
ભગવાન ગણેશને ક્યારેય તૂટેલા ચોખા ચઢાવવામાં આવતા નથી. તેથી, તેમને હંમેશા આખા ચોખા એટલે કે, અખંડ ચોખા અર્પણ કરો. આ સાથે, ધ્યાનમાં રાખો કે તેમને સૂકા ચોખા ન ચઢાવવા જોઈએ પરંતુ ચોખા પલાળ્યા પછી જ ચઢાવવા જોઈએ.
સફેદ વસ્તુ
સફેદ રંગ ચંદ્ર સાથે સંબંધિત છે તેથી ભગવાન ગણેશને સફેદ વસ્તુઓ અર્પણ કરવાની પણ સખત મનાઈ છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર ચંદ્રદેવને પોતાની સુંદરતા પર ખૂબ ગર્વ હતો. આવી સ્થિતિમાં તેમણે એક વખત ગણેશજીના રૂપની મજાક ઉડાવી હતી. આવી સ્થિતિમાં ભગવાન ગણેશ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો. આ કારણથી ભગવાન ગણેશને ચંદ્ર સંબંધિત સફેદ વસ્તુઓ અર્પણ કરવાની મનાઈ છે. તેથી ભગવાન ગણેશને સફેદ વસ્ત્રો, સફેદ ચંદન, સફેદ ફૂલ વગેરે ચઢાવવામાં આવતાં નથી.