Gajlakshmi Rajyog 2026: દ્રિક પંચાંગ પ્રમાણે 8 જૂનનો દિવસ ખૂબ જ વિશેષ રહેશે. આ દિવસે બ્રહ્માંડના બે સૌથી મોટા અને શુભ ગ્રહો એક અનોખો સંગમ બનાવવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળશે. 8 જૂને થવા જઈ રહલી ગુરુ અને શુક્રની આ યુતિ એક મહાસંયોગમાં પરિવર્તિત થશે.
7 દિવસ બાદ બનશે ગજલક્ષ્મી રાજયોગ
8 જૂનના રોજ સુખ, વૈભવ અને ઐશ્વર્યના દાતા શુક્ર દેવ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે જ્ઞાન, ભાગ્ય અને વૃદ્ધિના કારક દેવગુરુ બૃહસ્પતિ પહેલાથી જ (2 જૂનના રોજ ગોચર કરીને) કર્ક રાશિમાં બિરાજમાન રહેશે. આવી સ્થિતિમાં 8 જૂને કર્ક રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ (મિલન)થી 'ગજલક્ષ્મી રાજયોગ'નું નિર્માણ થવા જઈ રહ્યું છે. કર્ક એ ગુરુની 'ઉચ્ચ રાશિ' છે, તેથી ઉચ્ચના ગુરુ અને શુક્રનું આ મિલન એક વિશેષ 'ધન યોગ' પણ બનાવશે. તો ચાલો જાણીએ કે 8 જૂને બનનારો આ યોગ કઈ રાશિઓ માટે લાભદાયી રહેશે.
વૃષભ રાશિ
શુક્ર તમારી જ રાશિનો સ્વામી છે. ગુરુ-શુક્રનું આ મિલન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. ભાઈ-બહેનોનો પૂરો સહયોગ મળશે. જો તમે લેખન, પત્રકારત્વ, કલા કે મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છો, તો આપને કોઈ મોટી સફળતા અથવા સન્માન મળી શકે છે.
કર્ક રાશિ
આ યુતિ તમારી જ રાશિના લગ્ન ભાવમાં બનવા જઈ રહી છે. તેના પ્રભાવથી તમારા વ્યક્તિત્વમાં અદભુત નિખાર આવશે. સમાજમાં માન-સન્માન વધશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. કરિયરમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે.
કન્યા રાશિ
આ મહાસંયોગ તમારી રાશિના અગિયારમા ભાવમાં થવા જઈ રહ્યો છે. જેના પરિણામે તમારી આવકમાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી ફસાયેલા પૈસા પરત મળશે. વેપારમાં કરેલું રોકાણ મોટો લાભ અપાવી શકે છે.
મીન રાશિ
ગુરુ તમારી જ રાશિના સ્વામી છે અને આ યુતિ તમારા પાંચમા (શિક્ષણ, પ્રેમ અને સંતાન) ભાવમાં થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. અચાનક ધન લાભના યોગ બનશે.


