Get The App

Surya Grahan 2023: 20 એપ્રિલના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ સમય દરમ્યાન ભૂલથી પણ ન કરશો આવા કામ

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણ સમયે ઊંઘવુ જોઈએ નહી, અને સોયમાં દોરો પરોવવો જોઈએ નહી.

ગ્રહણના સમય દરમ્યાન હનુમાનજીની ઉપાસના કરવી.

Updated: Apr 16th, 2023

GS TEAM

Google News
Google News
Surya Grahan 2023: 20 એપ્રિલના રોજ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ સમય દરમ્યાન ભૂલથી પણ ન કરશો આવા કામ 1 - image
Image Envato

તા. 16 એપ્રિલ 2023, રવિવાર

વર્ષ 2023નું પહેલું સૂર્યગ્રહણ આગામી તારીખ 20 એપ્રિલ 2023નાં રોજ એટલે કે વૈશાખ વદ અમાવસ્યાના દિવસે થશે. આ સૂર્યગ્રહણ સવારે 7 વાગ્યા અને 4 મિનિટથી શરુ થશે અને બપોરે 12 વાગ્યે અને 29 મિનિટ પુરુ થશે. જો કો આ ગ્રહણ ભારતમાં જોવા મળવાનું નથી. તેથી ભારતમાં તેનું સુતક માન્ય ગણવામાં નહી આવે. સૂર્યગ્રહણના રોજ સેવાર્થ સિદ્ધિ યોગ અને પ્રીતિ જેવા શુભ યોગ બની રહ્યા છે. 

આંશિક, પુર્ણ અને કુંડલાકાર એમ ત્રણ પ્રકારે જોવા મળશે આ સૂર્યગ્રહણ

આ સૂર્યગ્રહણ ખાસ રહેશે, કારણ કે મેષ રાશિમાં સૂર્યગ્રહણ 19 વર્ષ પછી થઈ રહ્યુ છે. એટલે આ દિવસનું મહત્વ વધી જાય છે. આ વખતે સૂર્યગ્રહણ મેષ રાશિમાં થઈ રહ્યો છે.  આ સાથે સૂર્યગ્રહણ હાઈબ્રિડ થશે કારણ કે આ ત્રણ પ્રકારે જોવા મળશે. જેમા આંશિક, પુર્ણ અને કુંડલાકાર સૂર્યગ્રહણનો સમાવેશ થાય છે.

આ દેશોમાં જોવા મળશે સૂર્યગ્રહણ

20 એપ્રિલના રોજ થનારુ સૂર્યગ્રહણ દક્ષિણ મહાસાગરના દેશો જેવા કે ચીન, અમેરિકા, માઈક્રોનેશિયા, મલેશિયા, ફિજી, જાપાન, સમોઆ, સોલોમન, બરુની, સિંગાપુર, થાઈલેન્ડ, અંટાર્કચટિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુજીલેન્ડ, વિયતનામ, તાઈવાન, પાપુઆ ન્યુ ગિની, ઈન્ડોનેશિયા, વગેરે દેશોમાં જોવા મળશે. 

સૂર્યગ્રહણનો વૈજ્ઞાનિક અર્થ

સૂર્યગ્રહણ ભૌગોલિક ઘટના છે જેમા કોઈ વાર આંખોથી જોવા નથી મળતું. વાસ્તવમાં સુર્યની ચારેય બાજુ પૃથ્વી સહિત કેટલાય ગ્રહો પરિક્રમા કરતા હોય છે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે અને તે પૃથ્વીની કક્ષામાં પરિક્રમા કરતા રહે છે.પરંતુ કેટલીક વાર એવી પરિસ્થિતિ આવી જાય છે કે સુર્યનો પ્રકાશ પૃથ્વી પર સીધો નથી આવી શકતો કેમ કે ચંદ્ર વચ્ચે આવી જાય છે,આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

સૂર્યગ્રહણ દરમ્યાન શું ન કરવુ જોઈએ

1.ગ્રહણ દરમ્યાન કોઈ સુમસામ જગ્યા પર જવુ નહી, તેમજ સ્મશાન પર એકલા જવુ નહી. આ સમયે વાસ્તવમાં આ સમયમાં નકારાત્મક શક્તિઓ હાવી થવાની શક્યતા વધી જાય છે. 

2. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહણ સમયે ઊંઘવુ જોઈએ નહી, અને સોયમાં દોરો પરોવવો જોઈએ નહી.

3. ગ્રહણ સમયે કોઈ યાત્રા કરવી જોઈએ નહી, તેમજ શારીરિક સંબંધ રાખવો જોઈએ નહી. 

સૂર્યગ્રહણ દરમ્યાન શું કરવુ જોઈએ

1. સુર્યગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરી આખા ઘરમાં પવિત્ર જળનો છંટકાવ કરવો અને દેવી દેવતાઓને શુધ્ધ કરવા.

2. ગ્રહણ સમયે સુર્યને સીધો જોવાથી બચવુ જોઈએ.

3. ગ્રહણ સમયે બહાર જવુ નહી અને કોઈ ખોટા કામ કરતા બચવું.

4. ગ્રહણના સમય દરમ્યાન હનુમાનજીની ઉપાસના કરવી.

Tags :