Get The App

સિંહ-મકર સહિત આ 3 રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો 'ભારે'! ખોટા ખર્ચા અને માથાકૂટ વધશે

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
Sun Transit Aquarius


Sun Transit Aquarius : ગ્રહોના રાજા સૂર્ય 13 ફેબ્રુઆરીએ શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરવાના છે. આ રાશિમાં પહેલેથી જ રાહુ વિરાજમાન છે. સાથે જ કુંભમાં શનિની સાડાસાતીનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. એવામાં તેની અસર મીન, મકર અને સિંહ રાશિના જાતકો પર પડશે. આ ત્રણ રાશિના જાતકોએ કરિયર અને અંગત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચો પણ વધે તેવા યોગ છે. 

સિંહ

સિંહ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે મતભેદો થઈ શકે છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણય નુકસાનદાયક સાબિત થશે. કોઈ પણ કામમાં સફળતા માટે વધુને વધુ પ્રયાસો કરવા પડશે. દાંપત્ય જીવનમાં સંવાદ નહીં કરો તો લાઈફ પાર્ટનર સાથે પણ વિવાદ થઈ શકે છે. આરોગ્યનું પણ ધ્યાન રાખવું, કારણ કે તણાવના કારણે થાક પણ વધશે. દૈનિક જીવનચર્યાનું પણ ખાસ ધ્યાન રાખવું. 

મકર

મકર રાશિના જાતકોએ ફેબ્રુઆરી મહિનામાં ખિસ્સાં ખાસ સાચવવા. તમારા માટે ધનહાનિના યોગ બની રહ્યા છે. તમારી આવકમાં ઘટાડો થવાની શક્યતા છે. બચત કરવાનું વિચારી રહ્યા હશો તો તેમાં પણ નિષ્ફળતા મળશે. રોકાણ સાથે નિર્ણયો લેતા પહેલા વિચારજો. પરિવારમાં પણ મતભેદો થઈ શકે છે. વાણી અને વ્યવહારમાં કઠોરતા રાખશો તો સંબંધોમાં નુકસાન થશે. માતા-પિતા સાથે અણબનાવ બની શકે છે. વિવાદોથી બચીને રહેવું. 

મીન

મીન રાશિના જાતકો માટે પણ ફેબ્રુઆરી મહિનામાં ચિંતા વધશે. ખોટા ખર્ચા વધશે અને ચિંતા તથા અસમંજસના કારણે મગજ પર ભાર વધશે. કામમાં મન નહીં લાગે. ઉચ્ચ અધિકારીઓ નિરાશ થશે. આ સમયે તમારા ગુપ્ત શત્રુઓ પણ સક્રિય થશે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા શાંત મગજથી વિચાર કરવો. એક ખોટો નિર્ણય તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે. આત્મચિંતન અને ધૈર્યની જરૂર.