Get The App

22 ફેબ્રુઆરીથી ગુરુના નક્ષત્રમાં બુધનો પ્રવેશ, મેષ-મિથુન સહિત આ 4 રાશિના જાતકોને થશે લાભ

Updated: Feb 21st, 2025

GS TEAM


Google News
Google News
22 ફેબ્રુઆરીથી ગુરુના નક્ષત્રમાં બુધનો પ્રવેશ, મેષ-મિથુન સહિત આ 4 રાશિના જાતકોને થશે લાભ 1 - image


Image: Freepik

Budh Nakshatra Parivartan: જ્યોતિષ ગણતરી અનુસાર બુધ ગ્રહ 22 ફેબ્રુઆરીએ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે ગ્રહોના રાજકુમાર બુધ દેવ શતભિષાથી પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. બુધના આ નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે.

ક્યારે થશે બુધનું નક્ષત્ર પરિવર્તન

જ્યોતિષ ગણતરી અનુસાર 22 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ ગુરુના નક્ષત્ર પૂર્વાભાદ્રપદમાં પ્રવેશ કરશે. બુધને બુદ્ધિ, જ્ઞાન અને કરિયરનો કારક માનવામાં આવે છે. તેથી આની ચાલમાં ફેરફાર મહત્ત્વપૂર્ણ હોય છે. જ્યારે બુધ ગુરુના નક્ષત્રમાં પ્રવેશ કરશે તો અમુક રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે.

4 રાશિ માટે ખાસ

ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં આ રાશિઓને કરિયર અને પારિવારિક જીવનમાં શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. દરમિયાન જાણો બુધના નક્ષત્ર પરિવર્તનથી કઈ 4 રાશિના જાતકોને વિશેષ લાભ થશે.

મેષ રાશિ

બુધનું આ પરિવર્તન મેષ રાશિ માટે લાભદાયક રહેશે. વેપારીઓને મોટી ડીલ મળવાની શક્યતા છે. નોકરિયાત લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે. પારિવારિક જીવનમાં મોટા ભાઈ-બહેનોની મદદ મળશે. વિદેશમાં અભ્યાસ કે વેપાર કરનારને સફળતા મળી શકે છે.

આ પણ વાંચો: કર્ક-કન્યા સહિત 3 રાશિના જાતકોનું થશે ભાગ્યોદય, હોળી પહેલા બની રહ્યો છે ગજકેસરી યોગ

મિથુન રાશિ

બુધ મિથુન રાશિના સ્વામી છે, તેથી આ ગોચર ખૂબ શુભ રહેશે. ભાગ્યનો પૂરો સાથ મળશે અને અટકેલા કાર્ય પૂરા થશે. ધાર્મિક પ્રવૃત્તિમાં રસ વધશે, જેનાથી માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ગુરુજનોનો સહયોગ પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનમાં સુખદ અનુભવ થશે. 

સિંહ રાશિ

આ ગોચરનો પ્રભાવ સિંહ રાશિના જાતકો પર સકારાત્મક રહેશે. સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. પબ્લિક ડીલિંગથી જોડાયેલા લોકો પોતાની વાણીથી બીજાને અસર કરી જશે. પિતાની મદદ મળશે અને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામ અનુકૂળ રહેશે. 

કુંભ રાશિ

બુધનું આ ગોચર કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં નવી શક્યતાઓ લઈને આવશે. કરિયરથી જોડાયેલી સમસ્યાઓનું સમાધાન મળશે. માનસિક રીતે સશક્ત અનુભવ કરશે અને યોગ્ય નિર્ણય લઈ જશે. પારિવારિક જીવનમાં સુખદ સમાચાર પ્રાપ્ત થશે. વિવાહિત લોકો માટે સમય અનુકૂળ રહેશે.

Tags :