Dwidwadsh Yog: વૈદિક જ્યોતિષમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે. તે આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, પિતા, માન-સન્માન, પદ અને સરકારી કાર્યોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અથવા કોઈ વિશેષ ખૂણામાં અન્ય ગ્રહો સાથે સંબંધ બનાવે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓ પર અલગ-અલગ રૂપે જોવા મળે છે. હાલમાં સૂર્ય કુંભ રાશિમાં સ્થિત છે. મંગળ, બુધ અને રાહુ સાથે સૂર્યનો પ્રભાવશાળી સંયોગ બની રહ્યો છે, જેનાથી ઘણા મહત્વપૂર્ણ અને શક્તિશાળી યોગોનું નિર્માણ થઈ રહ્યું છે.
સૂર્ય અને યમ વચ્ચે 30 ડિગ્રીનો કોણ બન્યો
તે પ્રમાણે આજે 21 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 8 વાગ્યાને 16 મિનિટે સૂર્ય અને યમ વચ્ચે લગભગ 30 ડિગ્રીનો વિશેષ ખૂણો બન્યો છે. જ્યોતિષમાં આ સ્થિતિને 'દ્વિદ્વાદશ યોગ' કહેવામાં આવે છે. આશરે 17 વર્ષ પછી આ યોગ બન્યો જેનું ફળ કેટલીક રાશિઓને મળશે. આ યોગના પ્રભાવથી કરિયરમાં પ્રગતિ, ધન લાભ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારાના સંકેતો મળી રહ્યા છે.
કુંભ રાશિ
કુંભ રાશિ માટે આ સમય ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે સૂર્ય આ જ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સાથે જ અન્ય ગ્રહોની હાજરીથી પ્રભાવ વધુ વધી ગયો છે. આ સમયગાળામાં આત્મવિશ્વાસમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી ઓળખ મજબૂત બની શકે છે અને નવી જવાબદારીઓ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની પૂરેપૂરી સંભાવના છે. પરંતુ સામે ખર્ચમાં વધારો થઈ શકે છે, તેથી આર્થિક સંતુલન જાળવવું જરૂરી રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ યોગ ભાગ્યનો સાથ અપાવી શકે છે. કરિયરમાં તમને એક નવી દિશા મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા બદલાવની તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારાના સ્પષ્ટ સંકેતો છે. રોકાણથી સારો લાભ શક્ય છે, પરંતુ કોઈ પણ નિર્ણય વિચારીને લેવો વધુ હિતાવહ રહેશે. પારિવારિક સહયોગથી મન પ્રસન્ન રહેશે અને ભવિષ્યની યોજનાઓ મજબૂતીથી આગળ વધશે.
આ પણ વાંચો: ગબ્બરની 'બીજી ઈનિંગ', શિખર ધવને ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે કર્યા લગ્ન, સામે આવી તસવીર
વૃશ્ચિક રાશિના લોકો માટે આ યોગ કરિયર અને માન-સન્માનના ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ આપી શકે છે. ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો વધુ સારા બનશે અને તમારા કાર્યોની પ્રશંસા થઈ શકે છે. આવકમાં વધારો થવાના યોગ છે અને વ્યવસાયમાં તમારી નવી યોજનાઓ સફળ થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે અને સામાજિક માન મોભો પણ મળશે.


