કોણ હતી મંદોદરી? રાવણ વધ બાદ શા માટે વિભીષણ સાથે લગ્ન કર્યા?
- આજના દિવસે જ ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો
નવી દિલ્હી, તા. 25 ઑક્ટોબર 2020, રવિવાર
આજે દેશભરમાં દશેરાનો પર્વ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે.. આજના જ દિવસે ભગવાન શ્રીરામ લંકાપતિ રાવણનો વધ કરીને માતા સીતાને લઇને અયોધ્યા પરત આવવાની શરૂઆત કરે છે. રાવણના વધ બાદ તેની પત્ની મંદોદરીએ તેના નાના ભાઇ અને લંકાના નવા રાજા વિભીષણ સાથે લગ્ન કરી લીધા હતા.
પુરાણો અનુસાર, મધુરા નામની એક અપ્સરા ભગવાન શિવની શોધમાં એકવાર કૈલાશ પર્વત પર પહોંચી હતી. માતા પાર્વતીની અનુપસ્થિતિમાં તે ભગવાન શિવને પ્રસન્ન કરવામાં લાગી ગઇ. પાર્વતી જ્યારે ત્યાં પહોંચ્યાં ત્યારે મધુરાના શરીર પર શિવની ભસ્મ જોઇને તે ક્રોધિત થઇ ગયા. તે સમયે પાર્વતીએ મધુરાને 12 વર્ષ સુધી દેડકો બની રહેવાનો શ્રાપ આપી દીધો.
ત્યારબાદ ભગવાન શિવે પાર્વતી દ્વારા ક્રોધમાં નિકળેલા શ્રાપને પાછો લેવા માટેનો આગ્રહ કર્યો. માતા પાર્વતી આ શ્રાપ પાછો ન લઇ શક્યા. પરંતુ તેમને કહ્યું કે 12 વર્ષ પછી તે પોતાના રીયલ સ્વરૂપમાં આવી જશે. પરંતુ ત્યાં સુધી મધુરાએ આ શ્રાપ ભોગવવો જ પડશે.
અસુરરાજ માયાસુર અને તેમની પત્ની હેમા જેમના બે પુત્ર માયાવી અને દુન્દુભી હતા, બેટીની કામના માટે તપસ્યા કરી રહ્યા હતા. કૈલાશ પર્વત પર બંને કેટલાય વર્ષો સુધી દિકરીની કામના માટે તપસ્યા કરતાં રહ્યા. જ્યારે તેમણે એક કૂવામાં દેડકાના રોવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ ત્યાં ગયા અને મધુરાની વેદના સાંભળી. મધુરાની વાત સાંભળીને દંપતિ તપસ્યા છોડીને તેને પોતાની સાથે લઇ ગયા.
રાવણની નજર જ્યારે પહેલીવાર મંદોદરી પર પડી ત્યારે તેણે અસુરરાજને લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો. એક ઘમંડી રાજા હોવાને કારણે અસુરરાજે આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તેનાથી રાજ્યમાં યુદ્ધની સ્થિતિ સર્જાઇ હતી. મંદોદરી જાણતા હતાં કે રાવણ તેના પિતાથી વધારે શક્તિશાળી શાસક છે. એટલા માટે મંદોદરીએ રાવણ સાથે લગ્ન કરવાનું સ્વીકારી લીધું. લગ્ન બાદ મંદોદરીએ બે પુત્ર મેઘનાદ અને અક્ષયને જન્મ આપ્યો.
સીતાનું અપહરણ કરવા પર મંદોદરીએ રાવણનો વિરોધ કર્યો હતો.. તેમણે વારંવાર રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે રામની પત્નીનું આ પ્રકારે અપહરણ કરવું તે લંકેશપતિને શોભતું નથી. જો કે રાવણ પોતાના અહંકાર અને બદલો લેવાની ભાવનામાં એટલો મગ્ન હતો કે તેણે મંદોદરીની વાત કાને જ ન પડવા દીધી. છેવટે રામ અને રાવણ યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું હતું.
રાવણનો વધ કર્યા બાદ શ્રીરામે વિભીષણને લંકાનો નવો રાજા બનવાની સલાહ આપી અને તેમણે મંદોદરી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ આપ્યો. જો કે મંદોદરીએ આ પ્રસ્તાવનો ઇન્કાર કરીને ખુદને રાજ્યથી અલગ કરી લીધા હતા. થોડા સમય બાદ તે વિભીષણ સાથે લગ્ન કરવા પર સહમત થઇ હતી.