Get The App

Navratri 2025: દુર્ગા અષ્ટમીએ ભૂલથી પણ ના કરશો આ કામ, જાણી લો વ્રત ખોલવાની રીત

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
Navratri 2025: દુર્ગા અષ્ટમીએ ભૂલથી પણ ના કરશો આ કામ, જાણી લો વ્રત ખોલવાની રીત 1 - image


Durga Ashtami 2025: અષ્ટભુજાવાળી શક્તિની દેવીને પ્રસન્ન કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વર્ષમાં 4 વખત પવિત્ર નવરાત્રિ આવે છે. બે પ્રત્યક્ષ નવરાત્રિ દરમિયાન ભક્તો દેવીની પૂજા કરે છે, ધાર્મિક વિધિઓ કરે છે અને ઉપવાસ કરે છે, જ્યારે બે ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તો સિદ્ધિ પ્રાપ્ત અને મનોકામના પૂર્ણ કરવા માટે દેવીની સાધના- અનુષ્ઠાન કરે છે. હાલમાં શારદીય નવરાત્રી ચાલી રહી છે, જે 9 દિવસને બદલે 10 દિવસ ચાલશે.

આ દુર્લભ યોગ 27 વર્ષ પછી બન્યો છે

આ દુર્લભ સંયોગ લગભગ 27 વર્ષ પછી બન્યો છે. દુર્ગા અષ્ટમી 30 સપ્ટેમ્બરે આવે છે, ત્યારે નવમી પૂજા 1 ઓક્ટોબરે કરવામાં આવશે. દુર્ગા અષ્ટમીની વાત કરવામાં આવે તો, આ અષ્ટમી ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવતી પૂજાનું સૌથી વધુ મહત્ત્વ છે. એ જ રીતે, નવમી પર કરવામાં આવતી પૂજા પણ મહત્ત્વપૂર્ણ છે. કેટલાક લોકો અષ્ટમી પર ઉપવાસ ખોલતા હોય છે, તો કેટલાક લોકો નવમી પર ઉપવાસ ખોલે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે હજુ પણ ઘણા લોકો ઉપવાસ ક્યારે ખોલવો અંગે હજુ પણ મૂંઝવણમાં છે. ત્યારે આવી સ્થિતિમાં નવરાત્રી ઉપવાસ અંગે કોઈ ભૂલ ન થાય તે જરુરી છે. 

આ પણ વાંચો: આવતીકાલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ, સૂર્ય-શનિનો દુર્લભ સંયોગ બનશે!

ઉતાવળમાં ન કરો આ કામ

દુર્ગા અષ્ટમી પર વ્રત ખોલનારા લોકો ક્યારેય પણ ઉતાવળ ન કરો. પારણાંની વિધિ હંમેશા બરોબર હોવી જરુરી છે, જેથી કરીને વ્રતનું ફળ મળે છે. ભૂલથી પણ અષ્ટમીની રાત્રે 12 વાગ્યા પછી વ્રત ન ખોલવું જોઈએ. જો કોઈએ નવરાત્રિનું વ્રત રાખ્યું હોય તો તેમણે નવમી પછી જ માં દુર્ગાની પૂજા કરીને વિધિ વિધાન સાથે કરવું જોઈએ. ત્યાર બાદ કન્યા પૂજન પછી કન્યાઓને ભેટ તરીકે કોઈ વસ્તુ આપવી જરુરી છે. વ્રત ખોલ્યા પછી હંમેશા સાત્વિક ભોજનનું સેવન કરવું જોઈએ. 

આ પણ વાંચો: દશેરાએ ખાસ સંયોગ, 3 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે

આટલી વાતોનું પણ ધ્યાન રાખો

નવરાત્રિમાં કેટલીક એવી બાબતો છે, જેનું ધ્યાન રાખવુ જરુરી છે. ક્યારે પણ તમારી પૂજાવાળી જગ્યાએ કોઈ ચામડાની વસ્તુ ના મુકશો. પૂજામાં પણ ચામડામાંથી બનેલી કોઈ વસ્તુ ના મુકશો. તેમજ પારણાં સમયે પણ ચામડાની કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ. જેમ કે પર્સ, બેલ્ટને તમારી સાથે ન રાખવું જોઈએ. આ સાથે નવરાત્રિમાં ન કોઈ સાથે ખોટું બોલો અને ન કોઈની સાથે કોઈની સાથે પણ ખરાબ વર્તન કરો. જો અષ્ટમીની વાત કરવામાં આવે તો, આ દિવસે ભૂલથી પણ કોઈનું દિલ દુભાવવું નહીં. એટલે મન, વચન અને કર્મથી દુખ ન પહોંચે તેનું ધ્યાન રાખો.