Get The App

ચૈત્ર નવરાત્રિમાં કરો આ વસ્તુઓનું ગુપ્ત દાન, મા દુર્ગાના મળશે આશીર્વાદ!

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
Chaitra Navratri 2026

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ રહેલું છે, જેની શરૂઆત ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી શરૂ થઈ રહી છે અને 27 માર્ચના રોજ પૂર્ણ થશે. માન્યતા અનુસાર, આ વખતે માતા દુર્ગા પાલખી પર સવાર થઈને પૃથ્વી પર પધારશે અને હાથી પર સવાર થઈને વિદાય લેશે. નવરાત્રિનો આ પવિત્ર સમય માતાજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા-અર્ચના અને વ્રત કરે છે, સાથે જ શાસ્ત્રોમાં દરિદ્રતા દૂર કરવા માટે આ દિવસોમાં દાન કરવાનું પણ વિશેષ ફળ જણાવાયું છે.

નવરાત્રિમાં ગુપ્ત દાનનું છે વિશેષ મહત્ત્વ 

નવરાત્રિમાં અમુક ખાસ વસ્તુઓનું ગુપ્ત દાન કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીને લાલ ચુંદડી, લાલ સાડી કે સૌભાગ્યની સામગ્રી દાન કરવાથી વૈવાહિક જીવનમાં શાંતિ જળવાઈ રહે છે, કારણ કે માતાજીને લાલ રંગ અતિ પ્રિય છે. આ ઉપરાંત, કન્યાઓને ભોજનની સાથે અભ્યાસની સામગ્રી જેમ કે નોટબુક કે પેનનું દાન કરવાથી માતાજી પ્રસન્ન થાય છે, કારણ કે નાની કન્યાઓને માતા દુર્ગાનું જ સ્વરૂપ માનવામાં આવે છે.

આ પણ વાંચો: મીન રાશિમાં ત્રણ ગ્રહોનું મિલન 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે!

દરિદ્રતા દૂર કરવા માટેના અચૂક ધાર્મિક ઉપાયો

આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવવા માટે નવરાત્રિ દરમિયાન ફળોમાં ખાસ કરીને કેળાનું દાન કરવું જોઈએ, જેનાથી ઘરમાં બરકત આવે છે. સાથોસાથ અન્ન અને સફેદ મીઠાઈ જેવી કે ચોખા, લોટ કે ખાંડનું દાન કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે અને ખુશાલી આવે છે. જોકે, આ તમામ વિગતો ધાર્મિક માન્યતાઓના આધારે આપવામાં આવી છે.

ચૈત્ર નવરાત્રિમાં કરો આ વસ્તુઓનું ગુપ્ત દાન, મા દુર્ગાના મળશે આશીર્વાદ! 2 - image