સનાતન ધર્મને લગતાં પુસ્તકોમાં પંચકાશીનો ઉલ્લેખ જોવા મળે છે. આ કથાઓનું માનીએ તો દુનિયામાં એક નહીં પણ પાંચ કાશી ચે.ચ જેને પંચકાશી તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે એ જાણીશું કે એ પાંચ કાશીના નામ શું છે અને એ કયાં આવેલા છે....
પંચકાશીના નામ
સૌપ્રથમ ગુપ્તકાશી, બીજું ઉત્તરકાશી, ત્રીજા નંબરે વારાણસી, ચોથુ દક્ષિણ કાશી અને પાંચમું અને છેલ્લું શિવ કાશી. આ તમામ કાશી ભગવાન શિવને સમર્પિત છે.
ક્યાં છે ગુપ્તકાશી

કેદારનાથને નેશનલ હાઈવે સાથે જોડતા રુદ્રપ્રયાગ-ગૌરીકુંડની નજીક આવેલું છે. કેદારનાથના યાત્રાળુએ યાત્રા દરમિયાન મુખ્યત્વે ગુપ્તકાશી વિસ્તારમાં પડાવ રાખતા હોય છે. અહીં સુધી પહોંચવા માટે કેટલાક કિમી સુધી ચાલવું પડે છે. જો કે સુંદરતાથી ભરપૂર આ રસ્તો ક્યારે પાર થઇ જાય છે તેનો ચાલનારને ખ્યાલ જ નથી આવતો.
અહીં અગસ્ત્ય મુનિનો આશ્રમ છે અને વાણાસુરની રાજધાની શોણિતપુરના કેટલાક અવશેષો પણ જોવા મળે છે. સ્વજનોની હત્યાના લીધે પાંડવોથી નારાજ શિવ એમને દર્શન આપવા નહોતા માગતા તેથી અહીથી અદૃશ્ય થઇને કૈલાસ જતાં રહ્યાં. એ પરથી આ જગ્યાનું નામ ગુપ્તકાશી પડ્યું છે.
ઉત્તરકાશી

ઉત્તરાખંડમાં ઋષિકેશથી આશરે 155 કિમી દૂર ઉત્તરકાશી જિલ્લો આવેલો છે. આ જિલ્લાની રાજધાની અને મુખ્ય શહેરનું નામ ઉત્તરકાશી છે. અહીં પરશુરામજીએ બનાવેલું ભગવાન વિશ્વનાથનું મંદિર આવેલું છે.
આ શહેરમાં આવેલા મંદિરોની બનાવટ એકદમ વારાણસી જેવી છે. કેદરનાથ જતાં લોકો કાશીના દર્શન કરીને કેદારનાથ પહોંચે તે હેતુથી ઉત્તરકાશી વસાવાયુ હતું. ઉત્તર દિશામાં હોવાથી એનું નામ ઉત્તરકાશી છે.
અવિમુક્ત ક્ષેત્ર કાશી

વારાણસીને બનારસ કે કાશી નામે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારને અવિમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે. આ વિશ્વના પ્રાચીન શહેરોમાનું એક અને ભારતનું પ્રાચીનતમ શહેર છે. માન્યતા છે કે આ શહેરનું નામ અહીયા વહેતી બે નદીઓ વરુણા અને અસિ નદિના નામ પરથી વારાણસી પડ્યું છે.
આ બંને નદીઓ ઉત્તર અને દક્ષિણથી આવીને ગંગા નદીમાં ભળે છે. આ સ્થળનું પૌરાણિક મહત્વ એ વાત પરથી જ સાબિત થાય છે કે ભગવાન વિષ્ણુ ભગવાન શંકરની પૂજા કરવા માટે અહીં આવ્યાં હતા. આ જગ્યા શંકર ભગવાને રહેવા માટે વિષ્ણુ ભગવાન પાસેથી લીધી હતી. અહીં આવેલું કપાલ મોચન તીર્થ એ સ્થાન છે જ્યાં શિવજીને બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળી હતી.
શિવકાશી હતો મુખ્ય પડાવ

મીરજાપુર જિલ્લામાં આશરે 70 કિમી દૂર અદવા નદીના કિનારે દક્ષિણકાશી આવેલું છે. અહીં દક્ષિણકાશી મંદિરના અવશેષો પુરાતન કાળમાં બનેલા ભવ્ય શિવ મંદિરની ગાથા ગાય છે. પુરાણોમાં થયેલા વર્ણનોનુસાર આ સ્થાનને ઇતિહાસ આશરે બે હજાર વર્ષ જુનો છે. પ્રાચીન કાળમાં આ સ્થાન મુખ્ય કાશી અર્થાત વારાણસી જવાનો રસ્તામાં મુખ્ય પડાવ હતું. મંદિરના દ્વાર પર જોવા મળતાં શિલાલેખમાં કાશીનું મહત્વ સમજાવાયુ છે.
આ કાશીને મળ્યો છે શંકર ભગવાનનો આશીર્વાદ
તમિલનાડુ રાજ્યના વિરુધુનગરમાં આવેલું શિવકાશી હવે ફટાકડાં ઉદ્યોગ માટે જાણીતું છે. 14મી શતાબ્દીમાં મદુરાઈના મહારાજા હરિકેસરી પરક્કીરામા પાંડિયને મદુરાઈના દક્ષિણ વિસ્તારમાં શાસન કર્યું હતું. તેઓ મદુરાઈમાં શિવમંદિર બનાવવા ઇચ્છતા હોવાથી તેઓ વારાણસી ગયા અને ત્યાં ભગવાનની પૂજા કરીને વરદાનમાં મળેવું શિવલિંગ અને ગાય લઇને પાછા ફરતી વખતે બિલિપત્રના ઝાડ નીચે આરામ કર્યો.
બિલીપત્ર શિવજીએ બહુ પ્રિય હોય છે. આરામ કર્યા પછી એ આગળ જવા નીકળ્યાં તો ગાય ત્યાંથી આગળ વધતી જ નહોતી. ત્યારબાદ એને શંકર ભગવાનનો આદેશ માનીને મહારાજે અહીં જ શિવલિંગની સ્થાપિત કરીને મંદિરની સ્થાપના કરી.


