શું તમે જાણો છો અખાત્રીજ સાથે જોડાયેલી વાતો
ભારતીય સંસ્કૃતિમાં અક્ષય તૃતીયાને બહુ શુભ દિવસ માનવામાં આવે છે. એવું કોઈ શુભ કાર્ય નથી જે આ દિવસે ના થઇ શકે. આ વર્ષે 15 વર્ષ પછી અક્ષય તૃતીયાએ સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સંયોગ સ્વયંમાં દુર્લભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસ આ વખતે વધારે લાભદાયી છે. તેથી જ આ દિવસ સોનુ ખરીદવા માટે શુભ મનાય છે. અહીં આ દિવસ સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીશું...
1. આ દિવસને પરશુરામ જયંતી તરીકે પણ મનાવવામાં આવે છે.
2. પિતૃઓની શાંતિ માટે અક્ષય તૃતીયાને બહુ વિશેષ માનવામાં આવે છે.
3.શિવ-પાર્વતી અને નર નારાયણની પૂજા કરવામાં આવે છે.
4. માન્યતા છે કે ત્રેતા યુગનો આરંભ અક્ષય તૃતીયાએ જ થયો હતો.
5. અક્ષય તૃતીયાએ જ સુદામાને ભગવાન શ્રીકૃષ્ણે ચોખા આપ્યાં હતા.
(આ જાણકારી ધાર્મિક આસ્થા અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જેને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને પ્રકાશિત કરવામાં આવી છે.)