બ્રહ્મ મુહૂર્તમાં જરૂર કરો આ ખાસ કામ, જીવનભર પૈસા નહીં ખૂટે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Brahma Muhurta : પ્રાચીનકાળથી જ બ્રહ્મમુહૂર્તને ખૂબ શુભ માનવામાં આવ્યું છે. શાસ્ત્રમાં બ્રહ્મમુહૂર્તને પરમાત્માનો સમય કહેવામાં આવ્યો છે. સવારે 4થી 5.30 વાગ્યાની વચ્ચેના સમયને બ્રહ્મમુહુર્ત કહેવામાં આવે છે. આ સમયે જાગતા દરેક લોકો પર માં લક્ષ્મીની કૃપા રહે છે.
આ પણ વાંચો : ક્યારે છે દેવપોઢી અગિયારસ? ચાર મહિના સુધી નહીં થઈ શકે માંગલિક કાર્યો
આ દરમિયાન દેવી- દેવતા પૃથ્વી પર આવે છે
માન્યતા પ્રમાણે આ સમય પોઝિટીવ ઉર્જાનો પ્રવાહ તેની ચરમસીમા પર હોય છે. આ દરમિયાન દેવી- દેવતા પૃથ્વી પર આવે છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ સમયમાં પૂજા-પાઠ કરવાથી ભક્તોને ડબલ લાભ થાય છે અને જીવનમાં સકારાત્મકતા વધે છે.
હથેળીમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે
માન્યતા એવી છે કે, રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એક કાર્ય કરવાથી જીવનમાં ક્યારેય ધનની અછત જોવા મળતી નથી. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સવારે ઉઠીને જાતકને સૌથી પહેલા પોતાની હથેળીના દર્શન કરવા જોઈએ. એવું કહેવાય છે કે, હથેળીમાં દેવી -દેવતાઓનો વાસ રહેલો છે અને આવું કરવાથી તેમના આશીર્વાદ મળે છે.
આ પણ વાંચો : હિન્દીના વિરોધ સામે ઝૂકી મહારાષ્ટ્રની NDA સરકાર, થ્રી-લેંગ્વેજ પોલિસી પર રોક
આ મંત્રનો જાપ કરવો જોઈએ
તેમજ એ સાથે મંત્ર કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમધ્યે સરસ્વતી, કરમૂલે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ.. જાપ કરવો જોઈએ.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે ક્રિયા પતાવીને ભગવાનનું નામ લો. આવુ કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે અને ક્યારેય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. આ સાથે જ જાતકના જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને બુદ્ધિ, વિદ્યા અને સૌંદર્યની પ્રાપ્તિ થાય છે.









