Get The App

દિવાળીએ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો કઈ કઈ રાશિઓનું ભાગ્ય ચમકી જશે

Updated: Oct 30th, 2024

GS TEAM


Google News
Google News
Diwali 2024


Diwali 2024: આ વર્ષે દિવાળીનો તહેવાર 31મી ઓક્ટોબર, ગુરુવારે ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવાળી પર એક સાથે અનેક રાજયોગોનો સમન્વય જોવા મળશે. આ વખતે દિવાળી પર નવપંચમ રાજયોગ, ગુરુ અને શુક્ર સાથે મળીને સમસપ્તક રાજયોગ બનાવશે, શનિ પોતાની રાશિ કુંભ રાશિમાં રહીને શશ રાજયોગનો શુભ સંયોગ સર્જશે. એવામાં આ શુભ સંયોગ પર માતા લક્ષ્મીની આ રાશિઓ પર કૃપા રહેશે. 

મેષ રાશિ

મેષ રાશિના લોકોને દિવાળીનો લાભ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન આર્થિક અને આરોગ્યની સ્થિતિમાં સુધારો થશે. મેષ રાશિના લોકોનું વ્યક્તિત્વ સુધરશે. વૈવાહિક અને પ્રેમ જીવન ખુશહાલ રહેશે. તમને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન મળશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે દિવાળી લાભદાયી બની શકે છે. આ સમયે તમે વાહન ખરીદવાનું નક્કી કરી શકો છો. કરિયરમાં તમને સારી ઓફર મળી શકે છે. વિદેશ યાત્રા લાભદાયી બની શકે છે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. 

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે દિવાળીશુભ સાબિત થશે. તમારી આવકમાં વધારો થશે. જૂના રોકાણોથી લાભ થતો જણાય. 

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને કારકિર્દીમાં સુવર્ણ તકો મળી શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. તમે માનસિક રીતે મજબૂત અનુભવ કરશો. 

દિવાળીએ બની રહ્યો છે દુર્લભ સંયોગ, જાણો કઈ કઈ રાશિઓનું ભાગ્ય ચમકી જશે 2 - image

Tags :