Get The App

વિક્રમ સંવત 2080 : PM મોદી અને ભાજપ માટે કેવું રહેશે નવું વર્ષ ?

Updated: Nov 14th, 2023

GS TEAM


Google News
Google News
વિક્રમ સંવત 2080 : PM મોદી અને ભાજપ માટે કેવું રહેશે નવું વર્ષ ? 1 - image


વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે વર્ષ કેવું રહે ?

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે વિક્રમ સંવત ૨૦૮૦નો પ્રારંભ સંઘર્ષનો રહે. વિપક્ષ દ્વારા મુશ્કેલીમાં મૂકવાના પ્રયત્નો થાય ? પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયાસ થાય ! માતૃપક્ષે-મોસાળપક્ષે બીમારી ચિંતા ખર્ચ દોડધામ વિયોગનું આવરણ આવી જાય ! પરંતુ વર્ષ જેમ જેમ પસાર થતું જાય તેમ તેમ રાહત થતી જાય. જાહેર ક્ષેત્રમાં, રાજનીતિમાં સાનુકુળતા રહે. દેશમાં દુનિયામાં પ્રતિષ્ઠા વધે. વૈશ્વિક ફલક પર નામના થાય. દેશમા પુનઃ સત્તારૂઢ થવાનો અવસર પ્રાપ્ત થાય !

ભાજપ માટે વર્ષ કેવું?

વિક્રમ સંવત - ૨૦૮૦નું વર્ષ ભારતીય જનતા આરોહ-અવરોહનું બની રહે. વિરોધી પક્ષ માટે પક્ષો દ્વારા પક્ષના કાર્યોમાં અડચણ ઉભી કરવામાં આવે. પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના પ્રયતો થાય. તે સિવાય પક્ષે પરિવારવાદની સમસ્યાનો પણ સામનો કરવો પડે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થતું જાય તેમ તેમ પક્ષની પ્રતિષ્ઠામાં વધારો થતો જાય. સમગ્ર દેશના ફલક પર પુનઃ પક્ષ સત્તાનશીન થાય ! પક્ષનો પ્રભાવ વધતો જાય. તેમ છતાં પક્ષમાં આંતરકલહ, વિગ્રહની પરિસ્થિતિથી પણ સંભાળવું પડે ? પક્ષના વડીલ નેતાની વિદાયથી પક્ષમાં ગમગીનીનું વાતાવરણ સર્જાય ? પક્ષન વિચારધારા-ધૂરા સરમુખત્યારશાહી, એકહથ્થુ શાસન તરફ ના ધકેલાય તેનું ધ્યાન રાખવું પડે.

Tags :