Diwali 2020 : 17 વર્ષ બાદ સર્વાર્થસિદ્ધિ યોગમાં દિવાળી, જાણો લક્ષ્મી પૂજાનું શુભ મુહૂર્ત
- કેટલાય વર્ષો બાદ શનિવારના દિવસે દિવાળી મનાવવામાં આવશે જે એક દુર્લભ સંયોગ છે
નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2020, રવિવાર
હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે આસો માસની કૃષ્ણ પક્ષની અમાસની તિથિ પર દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે દિવાળી શનિવારે 14, નવેમ્બરના દિવસે મનાવવામાં આવી રહી છે. કેટલાય વર્ષો બાદ શનિવારના દિવસે દિવાળી મનાવવામાં આવશે જે એક દુર્લભ સંયોગ છે. જો ગ્રહોની ચાલની વાત કરીયે તો જ્યોતિષાચાર્યો અનુસાર શનિવારે શનિ પોતાની રાશિમાં હોવાને કારણે દિવાળી ખૂબ જ શુભ લાભદાયી સાબિત થશે. 17 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધિ યોગમાં દિવાળી પૂજા અને ઉત્સવ મનાવવામાં આવશે. દિવાળી પર ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની વિધિવત રીતે પૂજા કરવાની પરંપરા હોય છે. જાણો, દિવાળી લક્ષ્મી-ગણેશ પૂજા કરવાનું શુભ મુહૂર્ત શું રહેશે.
દિવાળી 2020 લક્ષ્મી પૂજાનું મુહૂર્ત
લક્ષ્મી પૂજા મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5 વાગ્યાથી 30 મિનિટથી 7 વાગ્યાથી 25 મિનિટ સુધી
અવધિ : 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાળ : સાંજે 5 : 27 મિનિટથી 8 :06 મિનિટ સુધી
વૃષભ કાળ : 14 નવેમ્બર સાંજે 5 : 30 મિનિટથી 7 : 25 મિનિટ સુધી
લક્ષ્મી પૂજન 2020 : ચોઘડિયા મુહૂર્ત
બપોરનો સમય : 2 : 28 મિનિટથી સાંજે 4 : 07 મિનિટ સુધી
સાંજ : સાંજે 5 : 30 મિનિટથી સાંજે 7 : 08 મિનિટ સુધી
રાત્રે : રાત્રે 8 : 50 મિનિટથી મોડી રાત્રે 01 : 45 મિનિટ સુધી
પ્રાત: કાળ : 15 નવેમ્બરે સવારે 5:04 મિનિટથી 6:44 મિનિટ સુધી
દિવાળી મહાનિશીથ કાળ મુહૂર્ત
લક્ષ્મી પૂજા મુહૂર્ત : 23:39 મિનિટથી 24:32 મિનિટ સુધી
ગૃહસ્થો માટે લક્ષ્મી પૂજા 2020 મુહૂર્ત પ્રદોષ કાળ મુહૂર્ત
પ્રદોષ કાળ મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5:33 મિનિટથી રાત્રે 08:12 મિનિટ સુધી
વૃષભ કાળ મુહૂર્ત, 14 નવેમ્બર : સાંજે 5:30 મિનિટથી રાત્રે 7:25 મિનિટ સુધી
સિંહ લગ્ન મુહૂર્ત, 14 નવેમ્બર : અડધી રાત્રે 12:05 મિનિટથી મોડી રાત્રે 02:20 મિનિટ સુધી
સર્વશ્રેષ્ઠ પૂજા મુહૂર્ત : સાંજે 05:30 મિનિટથી 06:02 મિનિટ સુધી
વેપારીઓ માટે લક્ષ્મી પૂજા મુહૂર્ત
સર્વશ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત : બપોરે 12:09 મિનિટથી સાંજે 04:05 મિનિટ સુધી