જાણો ધનતેરસના શુભ ચોઘડિયા અને મુહૂર્તની વિગતો
નવી દિલ્હી, 25 ઓક્ટોબર 2019, શુક્રવાર
ધનતેરસના પર્વ સાથે દિપોત્સવી શરૂ થઈ જાય છે. આ દિવસે ઘરમાં સોના, ચાંદીની વસ્તુઓ તેમજ વાસણની ખરીદી કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં બરકત રહે છે અને માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે. ધનતેરસ પર ખરીદેલી વસ્તુઓ વ્યક્તિ પાસે હંમેશા રહે છે.
આ દિવસે પૂજા કરવાથી ઘરમાં પણ લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસે રાશિ અનુસાર ખરીદી કરવાથી વર્ષભર ઘરમાં ધન, સુખ, સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી પ્રકટ થયા હતા. તેથી આ દિવસે તેમની પૂજા પણ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને ધન માટે ધનવંતરિ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પરિવારોમાં ધનતેરસના દિવસે યમરાજના નામનું દિપદાન કરવામાં આવે ત્યાં અકાળ મૃત્યુ થતું નથી. આ વર્ષે ધનતેરસ પર લગ્નાદિ, ચંદ્ર મંગળ, સદા સંચાર અને અષ્ટાલક્ષ્મી ફળદાયી શુભ સંયોગ સર્જાયા છે. તો ચાલો જાણી લો આ ખાસ દિવસના શુભ ચોઘડિયાઓ વિશે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
મુહૂર્ત
રાત્રે 8.52 થી સવારે 10.30 સુધી
ધનતેરસની તિથિ
25 ઓક્ટોબરના સાંજે 4.42 થી 26 ઓક્ટોબરે બપોરે 2.29 સુધી
લક્ષ્મી પૂજન કુંભ લગ્ન
દિવસે 01:56 થી બપોરે 03: 27
લક્ષ્મી પૂજન વૃષભ લગ્ન
સાંજે 06:30 કલાક થી 08:30 સુધી
લક્ષ્મી પૂજન સિંહ લગ્ન
રાત્રે 01:00 કલાક થી 03: 15 સુધી
ખરીદી માટે શુભ મુહૂર્તનો સમય
સાંજે 4: 31 થી 5: 13 સુધી
અમૃત યોગ સાંજે 7: 14 થી 8:49 સુધી
શુભ સમય રાત્રે 10: 25 થી 12 કલાક સુધી
ધનવંતરી પૂજન બપોરે 2 થી 3
લક્ષ્મી ગણેશ પૂજાનો સમય સાંજે 5 થી 6